Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યારે શંકરસિંહ વાઘેલાએ PM MODIને કહ્યું હતું કે તમે એકલતા અનુભવો તો.....

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. વડાપ્રધાનશ્રી મોદી માતા પ્રત્યે અતૂટ લાગણી ધરાવતા હતા.જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો ભગવો લહેરાયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. અને તે સમયે ગુજરાત વિધાનસભામાં તેમનો વિદાય સમારોહ યોજાયો ત્યારે વડાપ્રધાન મોદીના એક સમયના નીકટના સાથીદાર à
જ્યારે શંકરસિંહ વાઘેલાએ pm modiને કહ્યું હતું કે તમે એકલતા અનુભવો તો
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)ની માતા હીરાબા (Hira ba)નું 100 વર્ષની વયે અવસાન થયું છે. વડાપ્રધાનશ્રી મોદી માતા પ્રત્યે અતૂટ લાગણી ધરાવતા હતા.જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં ભાજપનો ભગવો લહેરાયો ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. અને તે સમયે ગુજરાત વિધાનસભામાં તેમનો વિદાય સમારોહ યોજાયો ત્યારે વડાપ્રધાન મોદીના એક સમયના નીકટના સાથીદાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાનું જે ભાષણ આપ્યું હતું તેમાં તેમણે વડાપ્રધાન મોદીને તેમની માતા પ્રત્યેની લાગણી પણ વ્યકત કરી હતી.

એકલતા મહેસુસ કરો ત્યારે હીરાબાના ખોળામાં બેસી બે આંસુ સારી લેજો.
શંકરસિંહ વાઘેલાએ પોતાના ભાષણમાં કહ્યું કે વડાપ્રધાન બન્યા પછી જ્યારે પણ તમે એકલતા અનુભવો ત્યારે હીરા બાને મળવા આવી જજો.. મને ખબર છે તમે એકલા છો,મને ખબર છે આ બધા ટોળામાં તમે એકલા છો.. તમારું કોઇ નથી અને જ્યારે પણ એકલતા મહેસુસ કરો ત્યારે હીરાબાના ખોળામાં બેસી બે આંસુ સારી લેજો...
માતાના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે એકલા પડી ગયા છે ત્યારે શંકરસિંહ વાઘેલાના આ શબ્દો પણ યાદ આવી રહ્યા છે...જુઓ  વિડીયો...

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.