Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જાણો ક્યારથી ઘટશે પેટ્રોલ-ડીઝલના ભાવ, કેન્દ્ર સરકારે શું યોજના બનાવી છે?

દેશમાં અત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો વધારો સામાન્ય લોકો માટે અસહનીય છે. જેના કારણે લોકોમાં સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ સરકાર પેટ્રેલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઇને મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આગામી
જાણો ક્યારથી ઘટશે પેટ્રોલ ડીઝલના ભાવ  કેન્દ્ર સરકારે શું યોજના બનાવી છે
દેશમાં અત્યારે મોંઘવારીએ માઝા મુકી છે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં થયેલો વધારો સામાન્ય લોકો માટે અસહનીય છે. જેના કારણે લોકોમાં સરકાર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયની અંદર જ સરકાર પેટ્રેલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને લઇને મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આગામી 1 એપ્રિલ 2023થી દેશમાં અમુક ચોક્કસ પેટ્રોલ પંપ પર 20% ઇથેનોલ બ્લેંડીંગવાળું પેટ્રોલ-ડીઝલ મળશે. ઉલ્લેખનીય છે કે સરકાર છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમત ઘટાડવા માટે ઇથેનોલ બ્લેંડીંગ પર કામ કરી રહી છે.
આજની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં જૈવ ઇંધણ (બાયો ફ્યુલ) પર બનેલી રાષ્ટ્રીય નીતિ - 2018ને મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ઇથેનોલનું ઉત્પાદન વધારવામાં આવશે. આ ઉત્પાદન વધારવા માટે અનેક પ્રકારના પાકના ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારે પેટ્રોલ ડીઝલમાં ઇથેનોલના ઉપયોગ માટેનું જે લક્ષ્ય 2030 સુધીનું હતું તેને ઘટાડીને 2025-26નું કર્યુ છે. એટલે કે હવે 2025 સુધીમાં સરકારે પેટ્રોલ ડીઝલમાં 20 ટકા ઇથેનોલ બ્લેડીંગનું લક્ષ્ય રાખ્યું છે. જેથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ શકે.
ઇથેનોલનું ઉત્પાદન વધારાશે
ઉલ્લેખનીય છે કે ઇથેનોલની કિંમત માત્ર 62 રૂપિયા પ્રતિ લીટર હશે અને આ જ કારણ છે કે પેટ્રોલિયમ મંત્રી નીતિન ગડકરી આ અંગે વિશેષ આયોજન કરી રહ્યા છે. નોંધપાત્ર રીતે ખાંડ ઉપરાંત, સરકાર અનાજ અને અન્ય કચરામાંથી પણ ઇથેનોલ બનાવવાની યોજના બનાવી રહી છે. સરકાર દેશમાં સેડિમેન્ટરી બેસિનમાંથી ઇથેનોલનું ઉત્પાદન વધારશે. આ સિવાય સરકાર ગ્રીન હાઈડ્રોજન પર પણ ફોકસ વધારશે.
Advertisement
Tags :
Advertisement

.