Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાન્સમાં જ્યારે મામે ખાને 'ઘૂમર' ગાયું, બોલિવુડ આ સ્ટારે કર્યો ઘમાકેદાર ડાન્સ

75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન સમયે, રાજસ્થાની લોક કલાકાર મામે ખાને જ્યારે 'ઘૂમર' ગાયું તો દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા, પૂજા હેગડે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નાચતી જોવાં મળી. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખૂબ જ ખાસ છે અને આ ફેસ્ટિવલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનà
કાન્સમાં જ્યારે મામે ખાને  ઘૂમર  ગાયું  બોલિવુડ આ સ્ટારે કર્યો ઘમાકેદાર ડાન્સ
75મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન સમયે, રાજસ્થાની લોક કલાકાર મામે ખાને જ્યારે 'ઘૂમર' ગાયું તો દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા, પૂજા હેગડે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં નાચતી જોવાં મળી. આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ખૂબ જ ખાસ છે અને આ ફેસ્ટિવલના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે. 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટનમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સાથે બોલિવૂડની ઘણી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. 
Advertisement

મામે ખાને જ્યારે 'ઘૂમર' ગાયું થયો ઘમાકેદાર ડાન્સ 
ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન પ્રસંગે રાજસ્થાનના લોક કલાકાર મામે ખાને જ્યારે 'ઘૂમર' ગાયું હતું.  દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા અને પૂજા હેગડે પોતાને ડાન્સ કરતાં રોકી શકી નહીં . તેનો એક વીડિયો પણ સામે આવ્યો છો. આ વીડિયો 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટનનો છે. વિડિયોમાં મામે ખાન ગાતા જોવા મળે છે જ્યારે દીપિકા પાદુકોણ, ઉર્વશી રૌતેલા, તમન્ના ભાટિયા અને પૂજા હેગડે ડાન્સ કરતી જોવા મળે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યૂઝર્સ દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને કમેન્ટ સેક્શનમાં અભિનેત્રીઓ સાથે  મામે ખાનના વાખાણ કરી રહ્યાં છે.
દીપિકા પાદુકોણે શું કહ્યું?
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, અભિનેત્રી દીપિકા પાદુકોણ, તમન્ના ભાટિયા, અભિનેતા આર. માધવન, નવાઝુદ્દીન સિદ્દીકી, ફિલ્મ નિર્દેશક શેખર કપૂર, સંગીતકાર એ.આર. રહેમાન અને ફ્રાન્સમાં ભારતના રાજદૂત જાવેદ અશરફે કાન્સમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં હાજરી આપી હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દીપિકા પાદુકોણે કહ્યું, "હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. 15 વર્ષ પહેલા જ્યારે હું આ ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે કોઈને મારી પ્રતિભા કે મારી કળા પર વિશ્વાસ નહોતો. 15 વર્ષ પછી આજે જ્યુરી પેનલનો ભાગ બનીને વિશ્વના શ્રેષ્ઠ સિનેમાનો અનુભવ કરવો એ મારા માટે આનંદની વાત છે અને હું આભારી છું.

નવાઝુદ્દીન અને શેખર કપૂરે શું કહ્યું?
બીજી તરફ, બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું, 'આપણા દેશમાં ઘણી વાર્તાઓ છે જે પ્રાદેશિક છે, પરંતુ તે વૈશ્વિક સ્તરે ઘણું કહી શકે છે. અમારી પાસે દરેક જગ્યની પોતાની એક વાર્તા છે. આવી ફિલ્મોને ભાગ્યે જ પ્રોત્સાહન મળે છે. મને આશા છે કે અનુરાગ ઠાકુરજી આવી ફિલ્મોને પ્રમોટ કરવામાં મદદ કરશે. ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરે કહ્યું, "ભારત વાર્તાઓની ભૂમિ છે. આપણે વિશ્વાસ સાથે આગળ આવવું પડશે કે વિશ્વ આપણને સ્વીકારશે. કાન્સનું આયોજન કરવા કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તેના પરિણામનો આપણે કેવી રીતે ભવિષ્યમાં ઉપયોગ કરીએ છીએ."

અનુરાગ ઠાકુરે શું કહ્યું?
75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઈન્ડિયા પેવેલિયનના ઉદ્ઘાટન સમયે, માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “અમે રાષ્ટ્રીય ફિલ્મ હેરિટેજ મિશન હેઠળ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ સંરક્ષણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ ઝુંબેશમાં વિવિધ ભાષાઓમાં 2200 ફિલ્મોને પુનર્જીવિત કરવામાં આવશે, મને આજે કાન્સમાં ભારતમાં વિદેશી ફિલ્મોના ઑડિયો-વિઝ્યુઅલ સહ-નિર્માણ અને શૂટિંગ માટે પ્રોત્સાહક યોજનાન પણ જાહેરાત કરી હતી.  જેની મર્યાદા 260,000 રોકડ પ્રોત્સાહન 30% સુધી છે. અમે ભારતને વિશ્વનું કન્ટેન્ટ હબ, ફિલ્મ નિર્માણ અને પોસ્ટ-પ્રોડક્શન માટે વિશ્વનું હબ બનાવવા માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. IFFI ગોવા 2022નો ભાગ બનવા માટે હું બધાને આમંત્રણ આપું છું.
Advertisement
Tags :
Advertisement

.