Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતી ચલચિત્રોની વાત આવે એટલે સંગીત પણ યાદ આવે, સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા જ પડે

આપણે આ પૂર્વે અવિનાશભાઇને યાદ કર્યા હતા. ગુજરાતી ચલચિત્રોની વાત આવે તો સાથે સાથે તેનું સંગીત પણ યાદ કરવું જ પડે અને એ વખતે ગીતકાર - સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા જ પડે. તેમનો જન્મ 21 જુલાઇ 1912ના રોજ થયો હતો. શરૂઆતના તબક્કામાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે તેમણે સંગીતની તાલીમ લીધી હતી અને પોતાના ઉસ્તાદની સાથે રહીને વર્ષ 1943માં “મહા સતી અનસૂયા” ચલચિત્રમાં સંગીત પીરસવાની તક મ
ગુજરાતી ચલચિત્રોની વાત આવે એટલે સંગીત પણ યાદ આવે  સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા જ પડે
Advertisement
આપણે આ પૂર્વે અવિનાશભાઇને યાદ કર્યા હતા. ગુજરાતી ચલચિત્રોની વાત આવે તો સાથે સાથે તેનું સંગીત પણ યાદ કરવું જ પડે અને એ વખતે ગીતકાર - સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા જ પડે. 
તેમનો જન્મ 21 જુલાઇ 1912ના રોજ થયો હતો. શરૂઆતના તબક્કામાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાન પાસે તેમણે સંગીતની તાલીમ લીધી હતી અને પોતાના ઉસ્તાદની સાથે રહીને વર્ષ 1943માં “મહા સતી અનસૂયા” ચલચિત્રમાં સંગીત પીરસવાની તક મળી. અલબત્ત 1940માં તેમની પ્રથમ ગ્રામોફોન રેકોર્ડ HMV એ બહાર પાડી હતી ત્યાર બાદ તેમણે કદી પાછુ વળીને જોયું નથી. 1948માં “ગુણ સુંદરી “ ચલચિત્રએ તેમને ગુજરાતી ચલચિત્રોમાં સંગીતકાર તરીકે સ્થાપિત કરી દીધા. 
મા અંબાજીના પરમ ભક્ત એવા આ કવિએ લગભગ ૧૯૦ 190 ફિલ્મોમાં 1200 ગીતો સંગીતબધ્ધ કર્યા છે. જ્યારે તેમણે આપેલા કુલગીતોની સંખ્યા લગભગ 10,000 થવા જાય છે. અંગ્રેજી ફિલ્મ “ માય ફેર લેડી “ ઉપરથી પ્રેરિત ગુજરાતી ફિલ્મ “ સંતુ રંગીલી” માં ''એકેલાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ'' લોકગીતની લોકપ્રિયતાનો આજે પણ જોટો જડે તેમ નથી. આપણી આ શ્રેણીનું નામ ફિલ્મ મંગલ ફેરામાં રાખના રમકડાં એ ફિલ્મ ઉપરાંત  “ મુંબઇની કમાણી મુંબઇમાં સમાણી “ અમે મુંબઇના રહેવાસી કોણ ભૂલી શક્યું હશે? એ પછી તો અવિનાશ વ્યાસે મુકેશ, મોહમ્મદ રફી, મન્નાડે, લતા મંગેશકર, ઉષામંગેશકર, તલત મહેમૂદ જેવા દિગગ્જ કવાકારો પાસે ગીત પણ ગવડાવવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતી ચલચિત્ર “ મા બાપ “ માં ‘હુંઅમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો’ કિશોર કુમાર પાસે ગવડાવીને અમદાવાદનો આખો ઇતિહાસ એક ગીતમાં છાલવી દીધોહતો. હિન્દી ફિલ્મોમાં પણ તેમણે અનેક યાદગાર ગીતો આપ્યા. જેમકે કવિ પ્રદીપજીના કંઠે ‘ તેરે દ્રાર ખડા ભગવાન’ અને ‘ પીંજરે કે પંછીરે’ જેવા ગીતો લોકજીભે ચઢ્યા હતા. ગીત ગઝલ અને ગરબા - લગભગ બધા જ પ્રકારોમાં તેમનું ખેડાણ અવ્વલ રહ્યું છે. છતાં કહેવુંપડશે કે ગુજરાતી ગરબાને પુન: ગુંજતો કરવામાં અવિનાશ વ્યાસનું યોગદાન અવિસ્મરણીય રહેશે. હંમેશા પ્રસન્ન ચિત્ત રહેનારા અવિનાશ વ્યાસે જીવરામ જોષીના પ્રખ્યાત પાત્ર પર આધારિત ગુજરાતી ફિલ્મ “ મિયા ફુસકી 007 “ નિર્માણ કર્યું કહેવાય છે. આ ગીતનું ટાઇટલ સોંગ તેમણે મિત્રો સાથે કોફી હાઉસમાં ગામ ગમાટા કરતા કરતા લખી નાખેલું. જે તેમની શીધ્ર કવિત્વ શક્તિનો પરિચય કરાવેછે. 
1970માં તેમને ભારત સરકાર દ્રારા પદ્મશ્રી થી નવાજવામાં આવ્યા. એક લાંબી ફળપ્રદ યાત્રામાં મંગલફેરાથી માંડીને “જેસલ તોરલ” જેવી અનેક યાદગાર ફિલ્મોની યાદી બને છે. 20 ઓગસ્ટ 1984ના રોજ 72 વર્ષની વયે સંગીતકાર પુત્ર ગૌરાંગ વ્યાસને પોતાનો સંગીત વારસો આપીને તેમણે આ દુનિયાને અલવિદાકરી - પણ અવિનાશ વ્યાસ તેમના ગીત સંગીત પ્રત્યેક ગુજરાતીના હ્રદયમાં આજે પણ ધબકી રહ્યા છે. 
( ક્રમશ : )
Tags :
Advertisement

.

×