Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કયારે છે ગણેશ ચતુર્થી? જાણો તિથિ અને તેનું મહત્વ

ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીને તહેવાર તરીકે ઉજવવાની પરંપરા છે. ગણેશજીને બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપનાર કહેવામાં આવે છે. 31 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસે લોકો ધામધૂમથી ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે સુખ અને સમૃદ્ધિના દાતા ભ
કયારે છે ગણેશ ચતુર્થી  જાણો તિથિ અને તેનું મહત્વ
ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીને તહેવાર તરીકે ઉજવવાની પરંપરા છે. 
ગણેશજીને બુદ્ધિ, સુખ અને સમૃદ્ધિ આપનાર કહેવામાં આવે છે. 31 ઓગસ્ટથી 10 દિવસીય ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. આ દિવસે લોકો ધામધૂમથી ઘરે બાપ્પાની સ્થાપના કરે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર આ દિવસે સુખ અને સમૃદ્ધિના દાતા ભગવાન ગણેશનો જન્મ થયો હતો. કહેવાય છે કે જ્યાં ભગવાન ગણેશનો વાસ હોય છે ત્યાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ-લાભનો પણ વાસ હોય છે.

ગણેશ ચતુર્થીનું મહત્વ:
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશને શાણપણ અને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે અને કોઈપણ શુભ પ્રસંગ પહેલા તેમના આશીર્વાદ લેવા માટે તેમની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે, ભલામણ કરવામાં આવે છે કે તેમના ભક્તોએ “ગણપતિ બાપ્પા મોર્યા”ના જાપ કરવા  જોઈએ. આ ઉપરાંત, લોકો ભગવાન ગણેશના માનમાં ઉપવાસ પણ કરે છે અને તેમના ઘરમાં અંધકાર દૂર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમના ઘરમાં દીવો પ્રગટાવે છે.
ગણેશ ચતુર્થી પર શું કરશો?
માન્યતા અનુસાર ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. ગણેશ ભક્તો આ દિવસે ગણેશજી એટલે કે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને દસ દિવસ સુધી તેમની સેવા કરે છે.
ગણેશ પૂજાની રીત :
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશ પૂજા શરૂ કરતા પહેલા સૂર્યોદય પહેલા સ્નાન કરવું જોઈએ. સ્વચ્છ કપડાં પહેરો. આ પછી ગણેશજીની સામે બેસીને પૂજા શરૂ કરો. ગંગા જળથી અભિષેક કરો અને ગણેશજીને ચોખા , ફૂલ, દુર્વા ઘાસ, મોદક વગેરે અર્પણ કરો. ત્યાર પછી બાપ્પાની સામે ધૂપ, દીપક અને અગરબત્તી પ્રગટાવો. ગણેશજીની આરતી અને મંત્રોનો જાપ કરો.
Advertisement
Tags :
Advertisement

.