Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google Pixel Watch જાણો ક્યારે થશે લોન્ચ?, મળી શકે છે આ ફીચર

ગૂગલ પિક્સેલ વોચ તેની લોન્ચ ટૂંક સમયમમાં લોન્ચ થવા જઈ રહી છે. આલ્ફાબેટના CEO, સુંદર પિચાઈએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે પ્રથમ Google સ્માર્ટવોચ અમુક સ્વરૂપે Google I/O 2022 કીનોટનો ભાગ હોઈ શકે છે.  પહેલાથી જ Pixel વૉચની ડિઝાઇન, તેના ગોળ ડાયલ અને પ્રોપ્રાઇટર સ્ટ્રીપ્સની ઝલક મેળવી ચૂક્યા છીએ. હવે, પિક્સેલ સ્માર્ટવોચની અંદર રહેલી બેટરી અને વિવિદ કનેક્ટિવિટી ફીચર મામલે જાણીએ.Pixel વૉચમાં 300mAh બેટરી હોવાની સà
google pixel watch જાણો ક્યારે થશે લોન્ચ   મળી શકે છે આ ફીચર
ગૂગલ પિક્સેલ વોચ તેની લોન્ચ ટૂંક સમયમમાં લોન્ચ થવા જઈ રહી છે. આલ્ફાબેટના CEO, સુંદર પિચાઈએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે પ્રથમ Google સ્માર્ટવોચ અમુક સ્વરૂપે Google I/O 2022 કીનોટનો ભાગ હોઈ શકે છે.  
પહેલાથી જ Pixel વૉચની ડિઝાઇન, તેના ગોળ ડાયલ અને પ્રોપ્રાઇટર સ્ટ્રીપ્સની ઝલક મેળવી ચૂક્યા છીએ. હવે, પિક્સેલ સ્માર્ટવોચની અંદર રહેલી બેટરી અને વિવિદ કનેક્ટિવિટી ફીચર મામલે જાણીએ.
Pixel વૉચમાં 300mAh બેટરી હોવાની સંભાવના છે અને તે સેલ્યુલર કનેક્ટિવિટી વિકલ્પ સાથે આવી શકે છે. આ બે સુવિધાઓ આજકાલ સ્માર્ટવોચ માટે મૂળભૂત છે. પરંતુ અમે Pixel વૉચ પર અંદાજિત બેટરી કદ વિશે વાત કરવા માટે ઉત્સુક છીએ. કેટલાક એમ કહી શકે છે કે 300mAh બેટરી એક દિવસના ઉપયોગ માટે ખુબ જ સારી ગણી શકાય છે.
પરંતુ તે બધા તેના પર નિર્ભર કરે છે કે Google Pixel Watch પર કેવા પ્રકારની સુવિધાઓ આપશે. ઉપરાંત, બેટરીની કાર્યક્ષમતા સુધારવા માટે Google હાર્ડવેર અને તેના સોફ્ટવેરને કેવી રીતે મેનેજ કરે છે.   Samsung Galaxy Watch 4Wear OS વર્ઝન 3 સાથે આવે છે. જે સ્માર્ટવોચના ઉત્સાહીઓ માટે રસપ્રદ બાબત ગણી શકાય છે. ગૂગલને ગયા અઠવાડિયે તેના ટ્રેડમાર્ક્સ માટે ફાઇલ કર્યા પછી પિક્સેલ વૉચ નામ માટે સત્તાવાર મંજૂરી મળી હોવાનું જણાય છે
આ દિવસે Google Pixel Watch લોન્ચ થઈ શકે છે
ગૂગલે આ સમયે સ્માર્ટવોચના લોન્ચિંગની તારીખ અથવા વિશેષતાઓ વિશે સ્પષ્ટપણે કોઈ માહિતી આપી નથી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે Google Pixel વૉચને Googleની મોટી લૉન્ચ ઇવેન્ટમાં બધાની સામે રજૂ કરવામાં આવશે. આ લોન્ચ ઈવેન્ટ 11 અને 12 મેના રોજ યોજાઈ રહી છે અને તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે Google Pixel Watch 11 કે 12 મેના રોજ લોન્ચ થઈ શકે છે.
Advertisement
Tags :
Advertisement

.