Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હનુમાન ચાલીસાના પાઠ ક્યારથી રાજદ્રોહ થયો ? રાણા દંપતીની ધરપકડ પર ભાજપે ઉદ્ધવ સરકારને પૂછ્યા સવાલ

મહારાષ્ટ્રના અમરાવતીથી લોકસભાના સ્વતંત્ર સભ્ય નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય અને તેમના પતિ રવિ રાણાનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર પર હિંદુઓ પ્રત્યે નફરત હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, હનુમાન ચાલીસાનો પાઠ ક્યારથી રાજદ્રોહ બની ગયો. મુંબઈ પોલીસે શનિવારે સાંજે રાણા દંપતીની વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ કરવાના આરોપàª
06:31 PM Apr 24, 2022 IST | Vipul Pandya

મહારાષ્ટ્રના અમરાવતીથી
લોકસભાના સ્વતંત્ર સભ્ય નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય અને તેમના પતિ રવિ
રાણાનો બચાવ કરતા ભારતીય જનતા પાર્ટી (
BJP)એ રવિવારે રાજ્યની મહા
વિકાસ અઘાડી સરકાર પર હિંદુઓ પ્રત્યે નફરત હોવાનો આરોપ લગાવ્યો છે. પ્રશ્ન ઉઠાવતા
કહ્યું કે, હનુમાન ચાલીસાનો પાઠ ક્યારથી રાજદ્રોહ બની ગયો. 
મુંબઈ પોલીસે શનિવારે સાંજે
રાણા દંપતીની વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. રાણા
દંપતીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ખાનગી નિવાસસ્થાન
'માતોશ્રી'ની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી
હતી. બાદમાં તેણે પોતાનો પ્લાન કેન્સલ કર્યો હતો. જો કે
, તેમના આ કોલથી શિવસેના સમર્થકો નારાજ થયા હતા.

Tags :
BJPGujaratFirstHanumanChalisaNavneetRanaUddhavGovernment
Next Article