ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શરદી-ઉધરસ થાય ત્યારે આ ચીજ ખાવાથી તરત જ મટી જશે

લસણ એક એવી ચીજ છે, જે ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખવામાં પણ એટલું જ ગુણકારી છે. આવો જાણીએ લસણની માત્ર 2 કળીઓ શરીરમાં કેટલા પ્રકારના ચમત્કાર કરે છે, તે વિશે જણાવીએ..લસણની કળીને સામાન્ય રીતે સવારે ભૂખ્યાં પેટે ખાવાનું કહેવામાં આવતું હોય છે. રોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની બે કળીઓ ચાવવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તેમજ થાક પણ
12:35 PM Aug 27, 2022 IST | Vipul Pandya
લસણ એક એવી ચીજ છે, જે ભોજનમાં સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ તંદુરસ્ત રાખવામાં પણ એટલું જ ગુણકારી છે. આવો જાણીએ લસણની માત્ર 2 કળીઓ શરીરમાં કેટલા પ્રકારના ચમત્કાર કરે છે, તે વિશે જણાવીએ..
લસણની કળીને સામાન્ય રીતે સવારે ભૂખ્યાં પેટે ખાવાનું કહેવામાં આવતું હોય છે. રોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની બે કળીઓ ચાવવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી આખો દિવસ સ્ફૂર્તિનો અનુભવ થાય છે. તેમજ થાક પણ દૂર કરે છે. પરંતુ જો તમને શેકેલું લસણ ન ભાવે તો તેને ઘી માં સહેજ શેકી લો..
શેકેલું લસણ એન્ટીબાયોટિક, એન્ટીવાયરલ અને એન્ટીફંગલ જેવા ગુણોથી ભરપૂર હોય છે, જે શરીરને ફ્લૂ પેદા કરતા રોગોથી બચાવવામાં મદદ કરે છે. આ માટે તમે લસણને હળવા શેકીને ખાઈ શકો છો.
 
લસણમાં જોવા મળતા ગુણોનો ખજાનો
  • વિટામિન-C
  • વિટામિન-B6
  • ફોસ્ફરસ
  • મેંગેનીઝ
  • ઝિંક
  • કેલ્શિયમ
  • આયર્ન
  • પ્રોટીન
  • થાઈમીન
  • પેન્ટોથેનિક એસિડ
આવો જાણાવીએ લસણની કળી ખાવાના ફાયદા:

  • સામાન્ય રીતે શરદી થાય ત્યારે દવા લેવા છતાં તે 2-3 દિવસ તો પરેશાન કરતી જ હોય છે. તેથી જ્યારે શરદી થાય ત્યારે આ રીતે લસણની કળીને શેકીને તેને ચાવી જાવ. શેકેલું લસણ શરદી અને ખાંસીમાં રાહત આપે છે. 
  • રાત્રે સૂતા પહેલા શેકેલું લસણ ખાવામાં આવે તો, શરીરમાં રહેલા ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
     
  • લસણ પાચનશક્તિ વધારવા માટે રામબાણ દવા સાબિત થાય છે.
  • લસણમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું છે. મળી આવે છે. જે હૃદયને હેલ્ધી બનાવે છે. તેમજ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. 
Tags :
ColdReliefCoughReliefGujaratFirstHealthCareHealthTipsTipa
Next Article