Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જ્યારે બાલાસાહેબ ઠાકરેએ કરી હતી લાઉડસ્પીકર ઉતારવાની વાત, રાજ ઠાકરેએ વિડીયો ટ્વિટ કર્યો

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિવંગત બાલાસાહેબ ઠાકરેનો એક જૂનો વિડાયો શેર કર્યો છે. ટ્વિટર પર શેર કરેલા આ વિડીયોમાં બાલાસાહેબ ઠાકરેના એક ભાષણનો અંશ છે. જેમાં બાલાસાહેબ મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકર અંગે વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ બાલાસાહેબ ઠાકરેના તે અંગેના વિચારો યાદ કરાà
જ્યારે બાલાસાહેબ ઠાકરેએ કરી હતી લાઉડસ્પીકર ઉતારવાની વાત  રાજ ઠાકરેએ વિડીયો ટ્વિટ કર્યો
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિવંગત બાલાસાહેબ ઠાકરેનો એક જૂનો વિડાયો શેર કર્યો છે. ટ્વિટર પર શેર કરેલા આ વિડીયોમાં બાલાસાહેબ ઠાકરેના એક ભાષણનો અંશ છે. જેમાં બાલાસાહેબ મસ્જિદ પર લાગેલા લાઉડસ્પીકર અંગે વાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રના લાઉડસ્પીકર વિવાદ વચ્ચે રાજ ઠાકરેએ બાલાસાહેબ ઠાકરેના તે અંગેના વિચારો યાદ કરાવ્યા છે.
વિડીયોમાં બાલાસાહેબ શું કહી રહ્યા છે?
રાજ ઠાકરેએ જે વિડીયો શેર કર્યો છે તેમાં બાલાસાહેબ એક જાહેરસભામાં નમાઝ અને મસ્જિદોના લાઉડસ્પીકર પર પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. વિડીયોમાં તેઓ લાઉડસ્પીકર ઉતારવાની વાત પણ કરી રહ્યા છે. બાલાસાહેબ મરાઠીમાં ભાષણ આપી રહ્યા છે, જેનો અનુવાદ કંઇર આ પ્રકારે છે કે ‘જે દિવસે મહારાષ્ટ્રમાં મારી સરકાર આવી તે દિવસથી અમે રસ્તા પર નમાઝ નહી પઢવા દઇએ. કારણ કે ધર્મ એવો હોવો જોઇએ કે જે રાષ્ટ્રના વિકાસ વચ્ચે ના આવે. જો હિન્દુ ધર્મથી કોઇ તકલીફ થઇ રહી છે, તો મને જણાવો હું તેનો ઉપાય કરીશ. પરંતુ મસ્જિદ પરથી લાઉડસ્પીકર ઉતરવા જોઇએ બસ.’
Advertisement

મનસેએ સરકારને આપેલું અલ્ટીમેટ
આ વિડીયો દ્વારા રાજ ઠાકરેએ ફરી એકવાર લોકોને કહેવાનો પ્રયાસ કર્યો છે કે MNS હિન્દુત્વને કેવી રીતે આગળ લઈ જઈ શકે છે અને શિવસેના જૂના હિન્દુત્વને ભૂલી ગઈ છે. ગઈકાલથી મહારાષ્ટ્રમાં તંગદિલીભર્યું વાતાવરણ હતું. ઈદ પછી મનસેએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે સરકાર મસ્જિદ પર લગાવેલા લાઉડસ્પીકર હટાવી દે નહીંતર અઝાનના સમયે મસ્જિદોની સામે મનસે હનુમાન ચાલીસા વાંચશે. આજે મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ MNS દ્વારા હનુમાન ચાલીસા પણ પઠાણ હતી પરંતુ પોલીસે તેને સમયસર અટકાવ્યો હતો.
રાજ ઠાકરેએ શેર કરેલો વિડીયો અત્યારે વાયરલ થઇ રહ્યો છે. તો બીજી તરફ આજે મહારાષ્ટ્રમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ કેટલીક જગ્યા પર મનસે દ્વારા અઝાનના સમયે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા. મુંબઇના કાંદિવલીના ચારકોપ વિસ્તારનમાં મનસેના કાર્યકર્તાઓ દ્વારા બિલ્ડીંગની છત પર લાઉડસ્પીકર વડે હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી.
Tags :
Advertisement

.