ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નાનું બાળક ચીડિયું થઈ જાય અથવા ખાવાપીવાનું છોડી દે, ત્યારે શેનાથી નજર ઉતારશો?

નાના બાળકો જ્યાં સુધી બોલતાં ન શીખે ત્યાં સુધી તેમને સમજવાં એ ઘણું મુશ્કેલ છે. ઘણી વખત તેઓ ખૂબ જ રડે રાખતા હોય છે અથવા તો બાળકોમાં કારણ વગર ચીડચીડિયાપણું જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં ઘરના વડીલો દ્વારા બાળકોની નજર ઉતારવા માટે કહેવામાં આવતું હોય છે.દરેકના ઘરમાં અથવા દરેક વડીલોની નજર ઉતારવાની અલગ અલગ રીતો હોય છે. નજર ઉતારવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વર્
01:57 PM Aug 17, 2022 IST | Vipul Pandya
નાના બાળકો જ્યાં સુધી બોલતાં ન શીખે ત્યાં સુધી તેમને સમજવાં એ ઘણું મુશ્કેલ છે. ઘણી વખત તેઓ ખૂબ જ રડે રાખતા હોય છે અથવા તો બાળકોમાં કારણ વગર ચીડચીડિયાપણું જોવા મળતું હોય છે. આવા સંજોગોમાં ઘરના વડીલો દ્વારા બાળકોની નજર ઉતારવા માટે કહેવામાં આવતું હોય છે.
દરેકના ઘરમાં અથવા દરેક વડીલોની નજર ઉતારવાની અલગ અલગ રીતો હોય છે. નજર ઉતારવાની પરંપરા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં વર્ષોથી ચાલી આવે છે. વ્યક્તિની પ્રગતિ, ઘર, દુકાન અને નોકરીના પ્રમોશનથી લઈને ઘણી બધી બાબતો પર લોકોની ખરાબ નજર હોય છે.
 નાના બાળકોને તો કાયમ નજર લાગી જતી હોય છે, જેના કારણે તેઓ બીમાર પડે છે, ખાવા-પીવાનું બંધ કરી દે છે અને ચીડચીડિયાં થઈ જાય છે. નવજાત બાળકને પણ જો નજર લાગે તો તે દૂધ પીવાનું બંધ કરી દે છે. બાળકોને નજર લાગવાનું કારણ ખરાબ દ્રષ્ટિનો પ્રભાવ અથવા નકારાત્મક ઉર્જાનો પ્રવેશ માનવામાં આવે છે. જ્યોતિષમાં નજર ઉતારવા માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે.
ઘણા લોકો નજર લાગવા અને ઉતારવામાં માનતા નથી. પરંતુ જ્યારે બાળક કારણ વગર ખાવા-પીવાનું બંધ કરી દે અને ચીડચીડિયુંં થઈ જાય, ત્યારે તેની નજર ઉતારવી ખૂબ જરૂરી બની જાય છે. વડીલો પણ હંમેશા બાળકની નજર ઉતારવાની વાત કરે છે. જ્યોતિષના આ અચૂક ઉપાયોથી બાળકને લાગેલ મોટામાં મોટો નજરદોષ પણ એક ચપટીમાં દૂર થઈ જશે.
સૂકા લાલ મરચાંનો પ્રયોગ:
સૂકા લાલ આખા મરચાંથી બાળકોની નજર ઉતારવાની પરંપરા ઘણી જૂની છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બાળક પરથી ત્રણ વખત આખા લાલ સૂકા મરચા ફેરવીને ગૅસ પર બાળી નાખો. તેનાથી ધીમે ધીમે બાળકને લાગેલી નજર ઉતારી શકાય છે.
બાળક દૂધ ન પીતું હોય તો?
જો તમારું બાળક દૂધ પીતું નથી, રડતું રહે છે અને ચીડચીડ કરે છે, તો તેના માટે શનિવારે બાળક પરથી 7 વાર કાચું દૂધ ફેરવી લો અને આ દૂધ કૂતરાને પીવડાવો. આનાથી બાળક દૂધ પીતું થઇ જશે.
બાળકનું ચીડિયાપણું દૂર કરવા..
જો બાળક વારેવારે ચીડાઈ જતું હોય અને સતત રડ્યા કરતું હોય તો.., તાંબાના વાસણમાં પાણી અને ફૂલ મૂકો. તેને બાળકના માથાથી લઈને પગ સુધી 11 વાર ફેરવો અને પછી આ પાણીને ટોઈલેટમાં ફ્લશ કરી નાખો અથવા ચાર રસ્તે રેડી દો. તેનાથી નજરદોષનો પ્રભાવ ઓછો થાય છે.
ફટકડીનો પ્રયોગ:
જો બાળકનો વિકાસ અટકી ગયો હોય તો તેના માટે બાળક પરથી સાત વખત ફટકડી અને સરસવ ઉતારીને તેને આગમાં બાળી દો. તેનાથી બાળકના વિકાસને લાગેલી ખરાબ નજરની અસર દૂર થશે.
Tags :
BabyCareGujaratFirstNazarDoshTips
Next Article