ભારત સરકારના આ નિર્ણયથી વિશ્વમાં ઘઉંનું સંકટ
ઘઉં નિકાસ કરવા પર ભારતે લગાવેલા પ્રતિબંધની હવે અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતના આ પ્રતિબંધની સૌથી વધુ અસર આફ્રિકા અને મધ્ય પૂર્વ દેશો પર પડશે અને આ દેશોમાં ખાદ્ય સંકટ વધુ ઉભુ થશે. ભારતે ઘઉં નિકાસ કરવા પર પ્રતિબંધ લગાતતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક à
ઘઉં નિકાસ કરવા પર ભારતે લગાવેલા પ્રતિબંધની હવે અસર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં લગભગ 6 ટકાનો વધારો જોવા મળ્યો છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતના આ પ્રતિબંધની સૌથી વધુ અસર આફ્રિકા અને મધ્ય પૂર્વ દેશો પર પડશે અને આ દેશોમાં ખાદ્ય સંકટ વધુ ઉભુ થશે.
ભારતે ઘઉં નિકાસ કરવા પર પ્રતિબંધ લગાતતા આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં ઘઉંનું વિતરણ ના થવાના કારણે ખાદ્ય સંકટ ઉભુ થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક બુશલ ઘઉંની કિંમત શિકાગોમાં 5.9 ટકા વધીને 12.47 ડોલર થઇ ગઇ છે.
રશિયા અને યુક્રેન વૈશ્વિક બજારમાં ઘઉં આપનારા મોટા દેશો છે અને બંને દેશો મળીને વિશ્વમાં ઘઉંની જરુરીયાતનો ત્રીજો હિસ્સો આપે છે પણ યુક્રેન પર રશિયાના આક્રમણ ના કારણે આ વર્ષે ઘઉંના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે.
ચીન પછી ભારત વિશ્વનો બીજો ઘઉં ઉત્પાદક દેશ છે. ગત વર્ષે ખરાબ વાતાવરણના કારણે યુક્રેન સહિત ઘઉંના મોટા ઉત્પાદક દેશો પણ વિશ્વમાં ઘઉંનો પુરતો જથ્થો આપી શક્યા ન હતા. પણ ભારતમાં ઘઉંનું ઉત્પાદન સારુ થયું હતું જેથી વિશ્વમાં ઘઉંનું વિતરણ થયું હતું અને ભાવ પણ વધ્યા ન હતા.
જો કે આ વર્ષે ભારતમાં ઘરેલુ મોંઘવારી 8 વર્ષમાં સૌથી વધુ છે અને દેશમાં ઘઉંના ભાવ વધી ગયા છે જેથી તેને જોતાં સરકારે ઘઉંની નિકાસ રોકી દીધી છે. ભારતમાં પાછલા બે માસમાં બહું ગરમી પડી છે જેથી ઘઉંના પાકને નુકશાન થયું છે. ભારતમાં હજું ચોમાસાને ઘણી વાર છે.
નિકાસ પર પ્રતિબંધના કારણે ભારત સરકારનું કહેવું છે કે કેટલાક અપવાદોને છોડીને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા છે. જે દેશો સાથે ઘઉંની ડીલ થઇ છે અને જે નબળા દેશો ખાદ્ય સુરક્ષા માટે ઘઉંની માગ કરશે, તેમને છોડીને ભારત હવે કોઇ દેશને ઘઉં નિકાસ નહી કરે.
ઓસ્ટ્રેલિયા બેંક વેસ્ટપેકમાં બજાર રણનીતિના વૈશ્વિક પ્રમુખ રોબર્ટ રેની ભારતના આ નિર્ણય વિશે કહે છે કે આ પ્રતિબંધથી વિશેષ રુપે વિકાસશીલ દેશોના લોકોમાં ભોજનની અછતનું જોખમ વધી જશે. કોમનવેલ્થ બેંક ઓસ્ટ્રેલિયાના ટોબિન ગોરેનું કહેવું છે કે ઘઉં નિકાસ પર પ્રતિબંધથી વૈશ્વિક બજારમાં મોટુ પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે આ સ્થિતીને જોતાં આપણે ભારતીય ઘઉંની જગ્યાએ અન્ય સ્થળેથી ઘઉં લઇને અછત ઓછી કરવી પડશે. મને ડર છે કે આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં ઘઉંના કારણે મોટી અફરા તફરી સર્જાશે.
ભારતનો આ નિર્ણય અમેરિકા કૃષિ વિભાગના પૂર્વાનુમાન બાદ લેવાયો છે જેમાં કહેવાયું છે કે 2022-23માં ચાર વર્ષમાં પહેલી વખત વૈશ્વિક સ્તરે ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થશે. સંયુકત રાષ્ટ્ર સંઘે પણ કહ્યું કે યુક્રેન યુદ્ધના કારણે ખાદ્ય સુરક્ષા પર ગંભીર અસર પડશે.
Advertisement