પાકિસ્તાનમાં સંસદ ભંગ કરવા મામલે સુનાવણી પૂર્ણ, આજે રાત્રે 8 વાગે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો
પાકિસ્તાનના રાજકારણમાં ભૂકંપ આવ્યા બાદ સસ્પેન્સ દિવસે
દિવસે વધતું જાય છે. આજે સંસદ ભંગ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી
હતી. આ સુનાવણી હાલ પૂર્ણ થઈ છે અને સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવી ખોટું ગણાવ્યું
છે. આજે સુપ્રીમ કોર્ટે રાત્રે આ મામલાને લઈને પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં સંસદ ભંગ અને અવિશ્વાસ પ્રસ્તાવની
બરતરફીની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે અને
રાત્રે 8 વાગ્યે ચુકાદો સંભળાવશે.
આ પહેલા સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવને
ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ખોટો હતો. આવી સ્થિતિમાં
સુપ્રીમ કોર્ટના નિર્ણયને કારણે ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે. ગુરુવારે આ
મામલાની સુનાવણી કરતા પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ જનહિતનો મામલો છે. તેથી આ મામલે જલ્દી નિર્ણય આવવો જોઈએ. CJI
ઉમર અતા બંદિયાલે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા
કહ્યું કે પાકિસ્તાન સંસદમાં ડેપ્યુટી સ્પીકરના નિર્ણય ખોટા હતા. સુપ્રીમ કોર્ટની
આ ટિપ્પણીથી એવી આશંકા છે કે કોર્ટ ઈમરાન ખાન વિરુદ્ધ મોટો ચુકાદો આપી શકે છે.
પાકિસ્તાની મીડિયા અનુસાર સુપ્રીમ કોર્ટ આજે રાત્રે લગભગ 8 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે. સુનાવણીના ચોથા દિવસે
દલીલ કરતા એટર્ની જનરલે કહ્યું કે તેઓ વહેલી ચૂંટણી કરાવવાના ડેપ્યુટી સ્પીકરના
નિર્ણયનો બચાવ કરી રહ્યા નથી. આ બંધ રૂમમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જાણ કરવા
તૈયાર છું. આ સંબંધમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીના પત્રના જવાબમાં પાકિસ્તાનના ચૂંટણી
પંચે કહ્યું કે સંસ્થા ઓક્ટોબર 2022માં ચૂંટણી કરાવવા માટે તૈયાર છે. સંસ્થાએ
વધુમાં જણાવ્યું હતું કે દેશના બંધારણ અને કાયદા મુજબ ચૂંટણી પંચને સીમાંકનની
પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધુ ચાર મહિનાની જરૂર પડશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે
આગામી સામાન્ય ચૂંટણીની તારીખો અંગે ચર્ચા કરવા માટે રાષ્ટ્રપતિ અલ્વી સાથે બેઠકની
માંગ કરી છે.