Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અશોક ગેહલોતનું શું થશે, CWCના સભ્યોએ કરી ચોંકાવનારી માગ

રાજસ્થાન કોંગ્રેસ (Rajasthan Congress)ની સ્થિતી કફોડી બની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)ના બળવાખોર તેવર સામે ઝુકવામાં કોંગ્રેસ હાઇકમાન્ડ (Congress High Command) પણ તૈયાર નથી ત્યારે અશોક ગેહલોત અને કોંગ્રેસ હાઇકમાન્ડ શું કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે. બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ માગ કરી છે કે અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાંથી હટાવી દેવામાં આવે. અશોક ગેહલોત અને રઘુ શર્મા à
અશોક ગેહલોતનું શું થશે  cwcના સભ્યોએ કરી ચોંકાવનારી માગ
રાજસ્થાન કોંગ્રેસ (Rajasthan Congress)ની સ્થિતી કફોડી બની છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત (Ashok Gehlot)ના બળવાખોર તેવર સામે ઝુકવામાં કોંગ્રેસ હાઇકમાન્ડ (Congress High Command) પણ તૈયાર નથી ત્યારે અશોક ગેહલોત અને કોંગ્રેસ હાઇકમાન્ડ શું કરે છે તેના પર સૌની નજર મંડાઇ છે. બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ માગ કરી છે કે અશોક ગેહલોતને કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીમાંથી હટાવી દેવામાં આવે. અશોક ગેહલોત અને રઘુ શર્મા બંને રાજસ્થાનના છે અને બંને પાસે ગુજરાત કોંગ્રેસનો હવાલો છે ત્યારે બંને નેતા ગુજરાત કોંગ્રેસને કઇ રીતે હવે સંભાળી શકશે તે સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે. 

CWCના સભ્યોએ શું કહ્યું?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ઝંપલાવવાનું નક્કી કરતાં બન્યા બાદ તેમના ઉત્તરાધિકારીને લઈને રાજકારણ ગરમાયું છે. દરમિયાન, કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ સોનિયા ગાંધીને પત્ર લખીને માંગ કરી છે કે ગેહલોતનું નામ પાર્ટીના અધ્યક્ષની રેસમાંથી પાછું ખેંચી લેવામાં આવે. CWCનું કહેવું છે કે રાજસ્થાનના સીએમને બદલે અન્ય કોઈ અગ્રણીને પ્રમુખ પદ માટે ઉમેદવાર બનાવવો જોઈએ.

તેમને જવાબદારી ના સોંપો
CWC સભ્યો રાજસ્થાનમાં તાજેતરના રાજકીય ઘટનાક્રમ અને ગેહલોત કેમ્પના ધારાસભ્યોના વર્તનથી નારાજ છે. તેમણે પાર્ટીના વડાને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. તેમણે કહ્યું કે  તેમના (ગેહલોત) પર વિશ્વાસ કરવો અને તેમને પાર્ટીની જવાબદારી સોંપવી તે સારું રહેશે નહીં. પાર્ટીની ટોચની નેતાગીરીએ તેમની ઉમેદવારી પર પુનર્વિચાર કરવો જોઈએ.

CWCએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ કેવો હોવો હોવો જોઈએ
સીડબ્લ્યુસીના સભ્યોએ વરિષ્ઠ અને ગાંધી પરિવાર પ્રત્યે પ્રામાણિક નેતાને પાર્ટી અધ્યક્ષ પદ માટે ઉમેદવાર બનાવવાની માંગ કરી છે. બીજી તરફ રાજ્યમાં કોંગ્રેસ માટે સ્થિતિ બગડતી જોવા મળી રહી છે. મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને હાઈકમાન્ડ તરફથી ધારાસભ્ય દળની બેઠક માટે દૂત તરીકે મોકલવામાં આવ્યા હતા. બંને સંદેશવાહકો ધારાસભ્યો સાથે વાત કરવામાં અને ગેહલોત છાવણીને મનાવવાનો પ્રયાસ કરવામાં નિષ્ફળ ગયા. અજય માકને કહ્યું કે જે થયું તે અનુશાસનહીન હતું.

ગુજરાત કોંગ્રેસ કઇ રીતે સંભાળશે?
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ રાજસ્થાનમાં કકળાટથી ગુજરાતમાં શું થશે તેવો સવાલ પણ પુછાઇ રહ્યો છે.  સોશિયલ મીડિયા પર સવારથી ચર્ચામાં એક  પ્રશ્ન છે કે અશોક ગેહલોત અને રઘુ શર્મા રાજસ્થાનના કકળાટને ઠારશે કે પછી ગુજરાત કોંગ્રેસને સંભાળશે. ઉલ્લેખનીય છે કે ગેહલોત અને રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક અને પ્રભારી છે અને બંને રાજસ્થાનના છે. સવાલ એ પણ ચર્ચાઇ રહ્યો છે કે  રાજસ્થાનમાં ખેંચતાણની સીધી અસર ગુજરાતમાં પડશે કે કેમ અને બંને નેતાઓ બંને રાજ્યોને કેવી રીતે મેનેજ કરશે. જો પોતાનું ધાર્યું નહીં થાય તો અશોક ગેહલોત શું કરશે તે સવાલ પણ ચર્ચાઇ રહ્યો છે. 

ગેહલોત કેમ્પના ધારાસભ્યોએ તેમના રાજીનામા આપ્યા
કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક રવિવારે રાત્રે મુખ્યમંત્રી આવાસ પર થવાની હતી, પરંતુ તે પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતના વફાદાર ગણાતા ધારાસભ્યોએ સંસદીય કાર્ય મંત્રી શાંતિ ધારીવાલના બંગલે બેઠક યોજી હતી. ત્યાર પછી તેઓ વિધાનસભાના અધ્યક્ષ ડૉ.સી.પી.જોશીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું.
ગેહલોત કેમ્પને પાયલોટને શું તકલીફ છે?
200 સભ્યોની રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસ પાસે 108 ધારાસભ્યો છે. પાર્ટી પાસે 13 અપક્ષ ઉમેદવારોનું પણ સમર્થન છે. ગેહલોતના વફાદાર માનવામાં આવતા કેટલાક ધારાસભ્યોએ આડકતરી રીતે પાયલોટને ટાંકીને કહ્યું હતું કે મુખ્યમંત્રીનો ઉત્તરાધિકારી એવો હોવો જોઈએ જેણે 2020માં રાજકીય કટોકટી દરમિયાન સરકારને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોય, અને તેને તોડી પાડવાનો પ્રયાસ કરનાર કોઈ વ્યક્તિ નહીં. .




Tags :
Advertisement

.