Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના કોટ વિસ્તારમાં ઉત્તરાયણમાં શું હશે ધાબાનો ભાવ?

અમદાવાદીઓ કોઈ પણ પર્વની મન મૂકીને એન્જોયકરે છે.પછી એ ઉત્તરાયણ હોય કે બીજો કોઈ પણ ફેસ્ટીવલ. અમદાવાદમાં પણ ઓલ્ડ સીટી અને અમદાવાદનું હાર્દ ગણાતા કોર્ટ વિસ્તારમાં પરિવારની મોજ જ કાઈક અલગ છે.આ વર્ષે પણ લોકો કોર્ટ વિસ્તારમાં પર્વને માંણવા માટે ધાબા ભાડે લેવાના ટ્રેન્ડ યથાવત છે..અમદાવાદમાં બે વર્ષ બાદ લોકો પર્વની વિવિધ રીતે અને મજા સાથે પર્વની ઉજવણી કરવાના છે..જેમાં કહેવાય છે કે કોર્ટ
09:36 AM Jan 10, 2023 IST | Vipul Pandya
અમદાવાદીઓ કોઈ પણ પર્વની મન મૂકીને એન્જોયકરે છે.પછી એ ઉત્તરાયણ હોય કે બીજો કોઈ પણ ફેસ્ટીવલ. અમદાવાદમાં પણ ઓલ્ડ સીટી અને અમદાવાદનું હાર્દ ગણાતા કોર્ટ વિસ્તારમાં પરિવારની મોજ જ કાઈક અલગ છે.આ વર્ષે પણ લોકો કોર્ટ વિસ્તારમાં પર્વને માંણવા માટે ધાબા ભાડે લેવાના ટ્રેન્ડ યથાવત છે..
અમદાવાદમાં બે વર્ષ બાદ લોકો પર્વની વિવિધ રીતે અને મજા સાથે પર્વની ઉજવણી કરવાના છે..જેમાં કહેવાય છે કે કોર્ટ વિસ્તાર એટલે કે હેરીટેજ સ્થળો પર ઉત્તરાયણની મજા કાંઈક અલગ હોય છે...કોર્ટ વિસ્તારમાં તમામ ઘર એક સરખા હોય છે.સાથે જ ત્યાં કોઈ હાઈરાઈઝ મકાનો પણ નથી માટે ત્યાં પંતગ ના પર્વની ઉજવણીની મજાજ અલગ છે...આ વર્ષે પણ ખાડિયા અને સાથે જ અનેક વિસ્તારમાં લોકો ઉત્તરાયણની મજા માણવા માટે ધાબા ભાડે લેવા માટે બુકિંગ કરાવી રહ્યા છે.સપ્ટેમ્બર માસથી જ લોકો ધાબા ભાડે લેવા માટે ઈન્કવાયરી કરતા હોય છે...સાથે જ અમદાવાજ પશ્ચિમમાંથી પણ લોકો પોળમાં સ્પેશિયલી ઉત્તરાયણની મજા માણવા માટે જતા હોય છે...
  • ઉત્તરાયણમાં કોર્ટ વિસ્તારના મોટા ભાગના ધાબા બુક 
  • આ વર્ષે લંચ અને ડિનર સાથેના પેકેજ નો ટ્રેન્ડ વધુ 
  • ધાબા ભાડે આપવાથી પોળમાં રહેતા લોકો માટે નવો રોજગાર 
  • 25 હજાર થી 80 હજાર સુધીના ભાડા ના પેકેજ 
ઉત્તરાયણની  ઉજવણીમાં દેશ વિદેશ થી લોકો શહેરમાં કોટ વિસ્તારમાં આવે છે..પોળના ધાબા પર પતંગ ચગાવવા માટે લોકો ધાભા ભાડે લેતા હોય છે..પરિવાર સાથે મજા માણવા માટે સ્ટાટીંગ પેકેજ 25 હજાર થી લઈને 1 લાખ સુધીના હોય છે..જેને કારણે પોળમાં રહેતા સામાન્ય લોકોને રોજગાર પણ મળી રહે છે.ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાડિયા સહિતના કોટ વિસ્તારોમાં લોકો હવે આખા બ્લોક પણ ખરીદી રહ્યા છે..
25 હજાર ના પેકેજમાં શું સુવિધા 
જો તમે 25 હજાર વાળુ પેકેજ લો છો તો તમને સવારે 8 વાગ્યાથી ધાબુ વાપરવાની સુવિધા મળી રહેશે.આ પેકેજ માં ફક્ત સાવાર થી રાત્ર સુધી તમને ધાબુ ભાડે અપાશે સાથે જ મ્યુઝિક સિસ્ટમ ની પણ સુવિધા આપવામાં આવશે.
50 હજાર નું પેકેજ લેશો તો શું સુવિધા મળશે
તમે કોર્ટ વિસ્તારમાં 50 હજાર રૂપિયા આપીને ધાબુ ભાડે લઈ રહ્યા હોવ તો તમને સવાર નો ચા નાસ્તો અને બપોરનું ભોજન અને સાંજની ચા ની સુવિધા ઉપલબ્ધ થશે.તેમજ મ્યુઝિક સિસ્ટમની પણ સુવિધા આપવામાં આવશે..સાથે જ ઉત્તરાયણની આગવી ઓળખ એવી તલ અને સીંગ ની ચીક્કી પણ આ પેેકેજ માં આપવામાં આવશે.
60 થી 1 લાખ સુધીનું જો તમે પેકેજ લો છો તો 
જો તમે 60 હજાર થી વધુ રુપિયા માં ધાબુ ભાડે રાખો છો તો તમને સવારે 8 વાગ્યાથી રાતના ભોજન સાથે ની સુવિધા આપવામાં આવે છે..સાથે જ ચા નાસ્તો અને આપણુ ટ્રેડિશનલ ફૂડ એટલે કે ઉંધીયુ પુરી કચોરી જલેબી અને ખિચડાની પણ સુવિધા તમને આપવામાં આવે છે.
આ રીતે જ તમે પણ તમારા પરિવાર મિત્રો સાથે કોર્ટ વિસ્તારમાં પર્વની ઉજવણી કરવા માંગતા હોવ તો તમે પણ કોર્ટ વિસ્તારમાં જઈને ભાડાની ઈન્કવાયરી કરી શકો છો.ખાડિયા સિવાય માંડવીની પોળ,રાયપુર,સારંગપુર, સાંકડીશેરી સહિતની પોળમાં અત્યાર 90 જેટલા ધાબા બુક થઈ ગયા છે.આ સિવાય પણ બીજા દેશમાંથી સ્પેશિયલી ઉત્તરાયણની મજા માણવા આવેલા ફોરેનર્સ ને ઘર પણ હેરીટેજ ભાડે આપવામાં આવે છે.સાથે જ તેમને આપણી ઉત્તરાયણની આગવી ઓળખ એવું ઉધીંયુ અને ખિચડાની પણ સુવિધા અપાય છે.સાથે જ આપણે ઉત્તરાયણમાં ખાતા વસાણા ચિક્કી, ગોળના લાડુ, સિંગ પાક જેવા ફરસાણ અને મિઠાઈ પણ પિરસીને ઉત્તરાયણનું અલગ સેલિબ્રેશન કરવામાં આવે છે.
આપણ  વાંચો - અમદાવાદ ગ્રામ્ય એસપીએ 14 જેટલા પોલીસ કર્મીઓને કર્યા સસ્પેન્ડ , જાણો શું હતુ કારણ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadattractpeopleEnjoythecourtareaGujaratFirstRentaroofUttarayana
Next Article