Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદમાં 2 યુવક નકલી પોલીસ બનીને શું કરતા હતાં? જાણો

અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે.નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે, બાદમાં અસલી પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે.તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા હતા. બંનેએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ કરી હતી. તું કેમ બહાર નિકળ્યો તેમ કહી રોકયોઆ મામલે ગોમતીપુર પોલીસે રખીયાલના હમીદàª
12:58 PM Apr 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદ શહેરમાં નકલી પોલીસનો આતંક વધી રહ્યો છે.નકલી પોલિસ બની લોકોને લૂંટતા આરોપીઓ પહેલા બેફામ બની લૂંટ મચાવે છે, બાદમાં અસલી પોલીસ એક્ટિવ બની આવા તત્વોને પકડી પાડે છે.તાજેતરમાં એલિસબ્રિજમાં નકલી પોલીસ પકડાયા બાદ હવે ગોમતીપુર પોલીસે બે નકલી પોલીસને ઝડપી લીધા હતા. બંનેએ એટીએમમાં યુવકને લઈ જઈ લૂંટ કરી હતી. 
તું કેમ બહાર નિકળ્યો તેમ કહી રોકયો
આ મામલે ગોમતીપુર પોલીસે રખીયાલના હમીદખાન પઠાણ અને  અવેશ ખાન પઠાણની ધરપકડ કરી છે.પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બંનેએ થોડા દિવસ પહેલા એક યુવકને કેમ આ સમયે બહાર નીકળ્યો કહીને રિક્ષામાં આવી રોક્યો અને બાદમાં ચોકી પર લઈ જવાનું કહી પૈસાની માંગણી કરી હતી.યુવકે પોતાની પાસે 50 રુપિયા જ હોવાનું કહેતા તેને કોઈ પાસેથી ઓનલાઇન પૈસા મંગાવવાનું કહેતા પિડીત યુવકે મિત્ર પાસેથી  3000 રુપિયા ગૂગલ પે થી મંગાવ્યા હતા. બાદમાં યુવકને એટીએમમાં લઈ જઈ ત્રણ હજાર લૂંટી લીધા હતા...
જયાં સીસી ટીવી ના હોય ત્યાં ઉભા રહી પોલીસનો દમ મારતા
આરોપીઓ પોલીસના સ્વાંગમાં લોકોને લૂંટતા હતા. પકડાયેલા આરોપીઓ સાથે અન્ય બે લોકો પણ હતા જે વોન્ટેડ છે.આરોપીઓ હોટલ કે ગેસ્ટ હાઉસની બહાર ઉભા રહી સીસીટીવી ન હોય ત્યાં ઉભા રહી લોકોનો પીછો કરી પોલીસ ની ઓળખાણ આપી લૂંટ ચલાવતા હતા.આરોપી હમીદખાન પઠાણ ચોરીના ગુનામાં અગાઉ ઝડપાયો છે.જ્યારે વોન્ટેડ આરોપી રફીક ફકીર ઇસનપુરમાં લૂંટના ગુનામાં પણ પકડાયો હોવાનું સામે આવ્યું છે.
શહેરમાં નકલી પોલીસનો રાફડો ફાટયો
તાજેતરમાં નરોડા પોલિસે એક હોમગાર્ડ અને એક પોલીસ કર્મીની અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ધરપકડ કરી હતી.એલિસબ્રિજ પોલીસે પણ પોલીસના નામે તોડ કરતા એકની ધરપકડ કરી હતી ત્યારે વધુ બે આરોપી પકડાતા શહેરમાં નકલી પોલીસનો જાણે જે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે. 
Tags :
AhmedabadFakepolicegomtipurpolice'GujaratFirst
Next Article