Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અરવિંદ કેજરીવાલ અને મહેશ વસાવાની બેઠકમાં શું રંધાયું ?

રાજયમાં આ વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક રાજકિય પક્ષો  સોગઠા ગોઠવી રહ્યા છે. ગુજરાતમાં સારુ પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે ત્યારે ગુજરાતના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. છà«
06:54 AM Mar 28, 2022 IST | Vipul Pandya
રાજયમાં આ વર્ષ વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે અને તેને ધ્યાનમાં રાખીને દરેક રાજકિય પક્ષો  સોગઠા ગોઠવી રહ્યા છે. ગુજરાતમાં સારુ પ્રદર્શન કરવા માટે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ છે ત્યારે ગુજરાતના બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિગ્ગજ આદિવાસી નેતા મહેશ વસાવા સોમવારે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 
છેલ્લા થોડા સમયથી આદિવાસી નેતા અને બીટીપીના  નેતા છોટુ વસાવા અને મહેશ વસાવા આમ આદમી પાર્ટીમાં
જોડાશે અથવા તેમની સાથે ગઠબંધન કરી શકે છે, તેવી અનેક અટકળો થઇ રહી છે. બંને નેતાઓ કોંગ્રેસના સંપર્કમાં પણ હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે છોટુ વસાવા અને મહેશ વસાવા કોની સાથે ગઠબંધન કરે છે તેના પર સહુની નજર મંડાઇ છે. તાજેતરમાં ગુજરાત આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ પણ છોટુ વસાવા તેમના સંપર્કમાં હોવાનો સંકેત આપ્યો હતો. દરમિયાન સોમવારે આદિવાસી નેતા અને બીટીપીના અગ્રણી નેતા મહેશ વસાવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળતાં રાજકિય મોરચે ઉત્તેજના જોવા મળી રહી છે. શું બીટીપી અને આમ આદમી પાર્ટી વચ્ચે  કંઇક રંધાઇ રહ્યું છે કે કેમ તેની પણ ચર્ચાઓ શુ થઇ છે. 
ગોપાલ ઇટાલિયાએ પણ ફેસબુકમાં આ મુલાકાતનો ફોટો શેર કર્યો છે અને લખ્યું હતું કે  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બીટીપીના રાષ્ટ્રીય પ્રમુખ અને આદિવાસી સમાજના દિગ્ગજ નેતા ધારાસભ્ય મહેશ વસાવા અને તેમની ટીમે  રુબરુ મુલાકાત લઇનેગુજરાતના આદિવાસી સમાજને લગતાં વિવિધ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે લખ્યું હતું કે આ મુલાકાતમાં ગુજરાતના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી અને ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા પણ હાજર રહ્યા હતા. 
Tags :
AamAadmiPartyBTPGujaratFirstMaheshVasava
Next Article