Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જે વિરાટ ન કરી શક્યો તે RCBમાં સ્મૃતિ મંધાના કરી શકે છે કમાલ

વુમન્સ પ્રીમિયર લીગ નુ ઓક્શન મુંબઈમાં શરુ થઈ ચુક્યુ છે. સ્મૃતિ મંધાના પર ઓક્શનમાં અપેક્ષા મુજબ જ ધન વર્ષા થવા લાગી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંધાનાને 3.40 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે ખૂબ સ્પર્ધા ચાલી હતી. બેંગ્લોરે ઉંચી બોલી લગાવી મંધાનેને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યુ હતુ. આપનર બેટર સ્મૃતિ મંધાના ભારતીય ટીમની વાઈસ કેપ્ટનની ભૂમિક
જે વિરાટ ન કરી શક્યો તે rcbમાં સ્મૃતિ મંધાના કરી શકે છે કમાલ
વુમન્સ પ્રીમિયર લીગ નુ ઓક્શન મુંબઈમાં શરુ થઈ ચુક્યુ છે. સ્મૃતિ મંધાના પર ઓક્શનમાં અપેક્ષા મુજબ જ ધન વર્ષા થવા લાગી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મંધાનાને 3.40 કરોડ રુપિયામાં પોતાની સાથે જોડી છે. મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે ખૂબ સ્પર્ધા ચાલી હતી. બેંગ્લોરે ઉંચી બોલી લગાવી મંધાનેને પોતાની સાથે જોડવામાં સફળ રહ્યુ હતુ. આપનર બેટર સ્મૃતિ મંધાના ભારતીય ટીમની વાઈસ કેપ્ટનની ભૂમિકામાં છે. તેને આરસીબી પોતાની ટીમનુ સુકાન સોંપી શકે છે.  જે  વિરાટ ન  કરી  શક્યો તે  સ્મૃતિ મંધાન  કરવાનો પ્રયત્ન કરી  શકે છે 
Advertisement

મંધાના માટે પહેલાથી જ માનવામાં આવી રહ્યુ હતુ કે, તેની પર ધનવર્ષા થઈ શકે છે. બેઝ પ્રાઈઝ 50 લાખ રુપિયા તેણે રાખી હતી. અને તેના કરતા તેને સાતેક ગણી રકમ ઓક્શનમાં મળી છે. મંધાના માટે આ ગર્વની વાત હશે કે, તેને પ્રથમ સિઝનમાં જ ખૂબ જ ઉંચી રકમ લીગ ક્રિકેટમાં રમવા માટે મળી રહી છે.
Advertisement

સ્મૃતિ મંધાના ટૂંકા ફોર્મેટમાં અનુભવી
ભારતીય ટીમના વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના વિશ્વની શ્રેષ્ટ ટી20 ફોર્મેટની બેટર તરીકે ગણના કરવામાં આવે છે. તે અત્યાર સુધીમાં 112 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકી છે. આ દરમિયાન તે 123 થીવધુના સ્ટ્રાઈક રેટ તથા 27.32 ની એવરેજથી 2651 રન નોંધાવી ચુકી છે. સ્મૃતિએ આ દરમિયાન 20 અડધી સદી નોંધાવી છે. આ સિવાય પણ તે બિગ બેશ લીગ અને ધ હંડ્રેડમાં પણ રમવાનો અનુભવ ધરાવે છે. આમ પ્રોફેશનલ ક્રિકેટ લીગનો અનુભવ ધરાવનારી ભારતીય મહિલા ક્રિકેટર છે. મંધાના બિગ બેશ લીગનો હિસ્સો છે. 
જ્યાં તેણે 38 મેચો રમીને 784 રન નોંધાવ્યા છેય. મંધાનોનો બીગ બેશમાં 130 થી વધારે સ્ટ્રાઈક રેટ ધરાવે છે.ધ હંડ્રેડ 2022 નો હિસ્સો પણ તે રહી છે. સિઝનમાં તે સાઉથન બ્રેવ ટીમ તરફથી રમતા 8 મેચમાં 211 રન નોંધાવ્યા છે. જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 151 થી વધારે જોવા મળ્યો હતો. આમ પ્રોફેશનલ લીગમાં તેનો અભુભવ પણ તેના માટે બોલી ખૂબ સ્પાર્ધમક રહી હતી.
લાંબી ઈનીંગ રમવાની ખાસિયત
ઓક્શનમાં ખૂબ પૈસા વરસવાના કારણોમાંથી એક કારણ તેની ખાસિયતને પણ માનવામાં આવે છે. મંધાના લાંબી ઈનીંગ રમવા માટે જાણિતી છે. તે ટી20 ફોર્મેટમાં લાંબી ઈનીંગ રમી જાણે છે. આમ તેનો અનુભવ તેના માટે આકર્ષણનુ કારણ છે. મંધાનામાં કેપ્ટનશિપના ગુણ છે અને તે ભારતીય ટીમનુ મહત્વની ખેલાડી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.