Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વસિયત બનાવતી વખતે શું ધ્યાન રાખશો? આ બાબતો ખાસ લખશો

ઘરના મોભીના મૃત્યુ બાદ તેની મિલકત બાબતે ઝઘડા થતાં હોવાનું ઘણી વખત જોવા મળે છે. પ્રોપર્ટી બાબતે ઝઘડા થવા તે સામાન્ય વાત છે. ઘણી વખત મોટો પરિવાર હોવાના કારણે એકથી વધુ વારસદાર જોવા મળે છે. જેના કારણે મોભીના નિધન બાદ શાંતિપૂર્ણ વાતાવરણ નથી રહેતું. જોકે, આ પ્રકારના સંજોગોમાં વસિયત બનાવવામાં આવે તો જોખમ ઓછું રહે છે.વસિયત એક કાયદાકીય પ્રક્રિયા છે, જે ઘરનો મોભી પરિવારના સભ્યો કે વારસદાર àª
02:41 PM Jul 22, 2022 IST | Vipul Pandya
ઘરના મોભીના મૃત્યુ બાદ તેની મિલકત બાબતે ઝઘડા થતાં હોવાનું ઘણી વખત જોવા મળે છે. પ્રોપર્ટી બાબતે ઝઘડા થવા તે સામાન્ય વાત છે. ઘણી વખત મોટો પરિવાર હોવાના કારણે એકથી વધુ વારસદાર જોવા મળે છે. જેના કારણે મોભીના નિધન બાદ શાંતિપૂર્ણ વાતાવરણ નથી રહેતું. જોકે, આ પ્રકારના સંજોગોમાં વસિયત બનાવવામાં આવે તો જોખમ ઓછું રહે છે.
વસિયત એક કાયદાકીય પ્રક્રિયા છે, જે ઘરનો મોભી પરિવારના સભ્યો કે વારસદાર માટે યોજના અનુસાર સંપત્તિના વિતરણની રૂપરેખા તૈયાર કરે છે. વસિયત બનાવવાથી પરિવારના સભ્યોને ઝઘડાથી દૂર રાખી શકાય છે. વસિયત બનાવીને મનની શાંતિ મળે છે. તમારી મહેનતની કમાણી, સંપત્તિ, ઘરેણા, બેન્ક બેલેન્સ તથા અન્ય સંપત્તિ તમારા બાદ તમારી ઈચ્છા અનુસાર યોગ્ય વ્યક્તિના હાથમાં જશે તેની ખાતરી પણ રહે છે. તેથી વસિયત લખવી ખૂબ જ જરૂરી છે.
વસિયત માત્ર પૈસાદાર માટે નહીં પરંતુ તમામ લોકો માટે હોય છે. જો યોગ્ય રીતે કામ કરવામાં આવે તો વસિયત લખવી ખૂબ જ સરળ કામ છે.  ત્યારે આવો જાણીએ વસિયત બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?
વસિયત બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ડિક્લેરેશન (Declarations)
  • વસિયતમાં તમામ વ્યક્તિગત માહિતી વિસ્તારપૂર્વક લખવી જરૂરી છે. જેમ કે, નામ, ઉંમર, એડ્રેસ અને માતા પિતાનું નામ  લખવું જરૂરી છે. 
  • વસિયત લખતા સમયે તમામ બાબતો વિગતવાર લખવી જરૂરી છે. 
  • વસિયત લખતા સમયે ખુલાસો કરવો જરૂરી છે કે, તમે સંપૂર્ણરીતે ભાનમાં છો અને કોઈના આવેશમાં નથી. જેનાથી વિગતવાર માહિતી રજૂ કરતા સમયે તમે સંપૂર્ણપણે કંટ્રોલમાં હોવાનો ખ્યાલ આવે છે.
અસેટ આઈન્ટીફિકેશન (Asset Identification)
  • એક લિસ્ટ બનાવો, જેમાં તમારી પાસે શું શું છે તે જણાવવાનો પ્રયત્ન કરો. 
  • આ લિસ્ટમાં તમારા બેન્ક એકાઉન્ટ, લોકર, વીમા પોલિસી, શેરમાં રોકાણ, મ્યુચ્યુઅલ ફંડ અથવા બોન્ડ અને PPF તથા EPF જેવા રિટાયરફંડ શામેલ હોવા જરૂરી છે.
એક્ઝિક્યુટર (Executor)
  • તમારી વસિયત તમારા મૃત્યુ બાદ લાગુ થશે. આ કારણોસર વસિયતનું સફળતાપૂર્વક એક્ઝિક્યુશન થાય તે જોવા માટે તમે હાજર નહીં રહો. આ કારણોસર એક્ઝિક્યુટરે પોતાના મૃત્યુ બાદ વસિયતને એક્ઝિક્યુટ કરવા અને તેના આદેશોને લાગુ કરવાની જરૂરિયાત છે.
  •  મારા નિધન બાદ વસિયતનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે એક્ઝીક્યુટર જવાબદાર છે. 
  • કન્ફ્યુઝન ક્રિએટ ના થાય તે માટે વસિયતમાં નામ, એડ્રેસ અને સંબંધનો ઉલ્લેખ કરવો જરૂરી છે. 
  • ઉપરાંત વસિયતનું ધ્યાન રાખી શકે છે એવા વ્યક્તિને નિમવાની સલાહ આપવામાં આવે છે. આ વ્યક્તિ વસિયતને એક્ઝિક્યુટરની ઈચ્છા અનુસાર વસિયતને અમલમાં મૂકે છે.
લાભાર્થી (Beneficiaries)
  • પરિવારના સભ્યોના નામ લખો. આ મુશ્કેલ બાબત હોઈ શકે છે, કારણ કે તેના માટે તમારે સંબંધ, નાણા અને તમારા ઈમોશનને જોડવાના રહેશે. 
  • તેમના નામ લિસ્ટ કરતા સમયે તમારી વસિયતમાં તેમના ઉપનામની જગ્યાએ લાભાર્થીઓના આખા નામ લખવાની સલાહ આપવામાં આવે છે. 
  • નામની સાથે સાથે લાભાર્થીના એડ્રેસ, તેમની જન્મતારીખ અને લાભાર્થી સાથેના સંબંધનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તમે સમજી વિચારીને તમારી સંપત્તિ તેને આપી શકો છો. 
  • કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા ના સર્જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા સર્જાય તો તેનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. 
સાક્ષી (Witnesses)
  • વસિયત તૈયાર થઈ જાય ત્યારબાદ ઓછામાં ઓછા બે લોકોએ સાક્ષી તરીકે સહી કરેલી હોવી જરૂરી છે.
  • વસિયતમાં જેને લાભાર્થી બનાવવામાં આવ્યો છે, તેની સહીં ના હોવી જોઈએ. 
  • સાક્ષી વસિયતને વાંચવા માટે હકદાર નથી. 
  • જ્યારે વસિયત બનાવવામાં આવે ત્યારે કાયદાકીય રીતે સાક્ષી હાજર હોવા જરૂરી છે. 
  • જેથી વસિયતની પ્રામાણિકતા પર કોઈ સવાલ ઊભા ના કરી શકે. 
  • વસિયતના દરેક પેજ પર વસિયત બનાવનારના હસ્તાક્ષર અને તારીખ હોવી જરૂરી છે. 
  • અંતિમ પેજમાં તમારા હસ્તાક્ષરની સાથે સાથે સાક્ષીના નામ અને એડ્રેસ હોવા જરૂરી છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
  • વસિયત લખવાની સાથે સાથે સમયાંતરે તેની સમીક્ષા કરવી જરૂરી છે. 
  • તમારી વસિયતમાં તમારી સંપત્તિ તથા તારીખને લેટેસ્ટ અપડેટ સાથે અપડેટ કરતા રહેવું જરૂરી છે. 
  • આ પ્રકારે કરતા સમયે જૂની વસિયતને નષ્ટ કરવી જરૂરી છે. કારણ કે તેના કારણે કન્ફ્યુઝન ક્રિએટ થઈ શકે છે. 
  • તમારા મૃત્યુ બાદ વસિયતનો અમલ કરવામાં આવશે.
  • તમારા મૃત્યુ બાદ તમારા પ્રિયજનો પર તોળાતા જોખમને તમારી વસિયતની મદદથી દૂર કરવામાં આવશે. 
  • આ કારણોસર વસિયત બનાવતા સમયે તમામ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. 
Tags :
DeclarationsDisputesforpropertyGujaratFirstTipsforPreparingaWillWillWitnesses
Next Article