Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુક્રેનમાં લોકોની કેવી છે પરિસ્થિતિ? પ્રિયંકા ચોપરાએ વિડીયો શેર કરી બતાવી સચ્ચાઈ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સામાન્ય નાગરિકો પર કેવી અસર પડી રહી છે, શું આ દિશામાં રશિયાનું ધ્યાન ગયુ છે ખરા? જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, જેણે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. રશિયા દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે યુ
યુક્રેનમાં લોકોની કેવી છે પરિસ્થિતિ  પ્રિયંકા ચોપરાએ વિડીયો શેર કરી બતાવી સચ્ચાઈ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સામાન્ય નાગરિકો પર કેવી અસર પડી રહી છે, શું આ દિશામાં રશિયાનું ધ્યાન ગયુ છે ખરા? જવાબ તમને આ વિડીયોમાં મળી જશે, જેણે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિએ સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે. રશિયા દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે યુક્રેનના નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. આવી સ્થિતિમાં દરેક સામાજિક મુદ્દાઓ અને સમસ્યાઓ પર ખુલીને બોલતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. પ્રિયંકા ચોપરાએ રશિયા પર પ્રતિક્રિયા આપી યુક્રેન યુદ્ધ યુરોપિયન રાષ્ટ્રના નિર્દોષ લોકોના જીવનને ખલેલ પહોંચાડનાર વર્તમાન યુક્રેન સંકટ પર પ્રતિક્રિયા આપી છે. 
પ્રિયંકાએ પરિસ્થિતિને 'ભયંકર' ગણાવી છે અને તેમની મદદ માટે યુનિસેફનું યોગદાન માંગ્યું છે. આટલું જ નહીં, અભિનેત્રીએ યુક્રેનના નિર્દોષ લોકોની સ્થિતિને શેર કરતો એક વિડીયો પણ શેર કર્યો છે, જે જોઈને તમારા પણ રૂંવાટા ઉભા થઈ જશે. આ વિડીયો બતાવે છે કે કેવી રીતે લોકોએ રુશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સુરક્ષિત રહેવા માટે મેટ્રો સ્ટેશનોને ભૂગર્ભ બંકરમાં ફેરવી દીધા છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે અને લોકોના મનમાં ઘણો ડર છે. તેઓ કહે છે કે, તેઓને એ પણ ખબર નથી કે આવતીકાલે તેમની સાથે શું થવાનું છે. વિડીયો એટલો ડરામણો છે કે લોકોનું દર્દ જોઈને તમારા પણ આંસુ આવી જશે. આ વિડીયોને શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, યુક્રેનમાં જોવા મળેલી સ્થિતિ ડરામણી છે. નિર્દોષ લોકો પોતાના અને પોતાના પ્રિયજનોના જીવન માટે ડરમાં જીવી રહ્યા છે. ભવિષ્યમાં થવાની અનિશ્ચિતતા માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે તે આશ્ચર્યચકિત છે કે આજના આધુનિક વિશ્વમાં આટલી ભયાનક સ્થિતિ કેવી રીતે ઊભી થઈ. પ્રિયંકા ચોપરાએ વધુમાં કહ્યું, "આ યુદ્ધ ક્ષેત્રમાં નિર્દોષ લોકો જીવી રહ્યા છે, તેઓ તમારા અને મારા જેવા જ છે. યુક્રેનના લોકોને કેવી રીતે મદદ કરવી તે અંગે મારા બાયોમાં લિંક પર વધુ માહિતી છે." નોંધપાત્ર રીતે, પ્રિયંકાને 2016 માં ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. 
આપને જણાવી દઈએ કે, રશિયાએ ગુરુવારે વહેલી સવારે યુક્રેન પર સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આશ્ચર્યજનક ટેલિવિઝન સંબોધનમાં આ જાહેરાત કરી હતી. મોટા શહેરોમાં વિસ્ફોટો અને ગોળીબારને કારણે અંદાજિત 1,00,000 લોકો ભાગી ગયા હતા.
Tags :
Advertisement

.