Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતાઓ શું આપી રહ્યા છે પ્રતિક્રિયા?

ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ રાજ્યમાં જ્યા મજબૂત થવાની તૈયારીઓ કરી રહી છે ત્યાં જ પક્ષના સૌથી મોટા ચહેરા ગણાતા હાર્દિક પટેલે પાર્ટીથી નારાજગીના કારણે પક્ષને અલવિદા કહી દીધું છે. આ અંગે સતત નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. તેમણે કàª
હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતાઓ શું આપી રહ્યા છે પ્રતિક્રિયા
ગુજરાતની રાજનીતિમાં એકવાર ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ રાજ્યમાં જ્યા મજબૂત થવાની તૈયારીઓ કરી રહી છે ત્યાં જ પક્ષના સૌથી મોટા ચહેરા ગણાતા હાર્દિક પટેલે પાર્ટીથી નારાજગીના કારણે પક્ષને અલવિદા કહી દીધું છે. આ અંગે સતત નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. 
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?
હાર્દિક પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કાલ સુધી તમને જનરલ ડાયર કહે, તમને કોઇ ગાંડો કહે એને તમે મંત્રી કે નેતા ભાજપમાં બનાવો છો તો તમારી કેડર ક્યાં ગઇ અને તમારો બેઝ ક્યાં ગયો. જો તમે તમને ગાળો આપનારને તમારા માથે લાવીને તમારી કેડરના કાર્યકરોએ તેમની પાલખી લઇને નીકળવું પડતું હોય એનો અર્થ બતાવે છે કે, ગુજરાતની જનતા તમને સમર્થન આપે એવો તમને વિશ્વાસ રહ્યો નથી. એટલે જ કોંગ્રેસવાળાને તોડો છો. 
Advertisement

કહેતા હતા કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે, કોંગ્રેસ મુક્ત ભારત ક્યારે ન થાય. કારણ કે કોંગ્રેસ એ જનતાની પાર્ટી છે પરંતુ ભાજપ તમે કોંગ્રેસ યુક્ત બનાવી દીધું છે. તમામ કોંગ્રેસના નેતાઓ ભાજપના કાર્યકરના માથે બેઠા છે જેમા તમે એક વધારો કર્યો છે. પરંતુ જનતા તમને માફ નહીં કરે.
લલિત વસોયાએ શું કહ્યું?
હાર્દિક પટેલના રાજીનામા બાદ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાર્દિક પટેલે તેનું ક્યા હિત છે તેવું જોઇ વિચારીને જ નિર્ણય લીધો હશે તેવું હું માનું છું. કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને ઘણું બધું આપ્યું છે. કોંગ્રેસ પાર્ટીના પદો અને હોદ્દાઓ પર હાર્દિક પટેલે રહી કામ કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષનું જે પદ છે તે ઘણુ અગત્યનું અને ખૂબ જ મહત્વનું છે. એ પદ પણ તેમને કોંગ્રેસ પાર્ટીએ આપ્યું છે. તેમ છતાં પણ હાર્દિક પટેલ નારાજગી વ્યક્ત કરે તે અમારા માટે આશ્ચર્યની વાત છે. હાર્દિકે ભાજપમાં જવાનું મન બનાવી લીધું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 
Tags :
Advertisement

.