Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મનુષ્ય અધિકતમ કેટલા તાપમાનમાં જીવીત રહી શકે.. ?

આખરે કેટલી ગરમી સહન કરી શકે છે શરીરપ્રચંડ ગરમીની એ કઇ હદ છે.. જે મનુષ્યની સહન શક્તિની સીમા છે ?મનુષ્ય અધિકતમ કેટલા તાપમાનમાં જીવીત રહી શકે.. ?આ એવા સવાલો  છે... જેનો કોઇ ચોક્કસ જવાબ આપી શકાય તેમ નથી.. કારણ કે આપણી ધરતી પર અલગ-અલગ પ્રકારના વાતાવરણ છે..અને અલગ-અલગ ક્ષમતાઓવાળા શરીર.. અત્યાર સુધી એવી કોઇ સ્ટડી નથી થઇ કે જેનાથી આ સવાલનો સ્પષ્ટ જવાબ મળી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે 45 ડિગ્રી સેલ્àª
મનુષ્ય અધિકતમ કેટલા તાપમાનમાં જીવીત રહી શકે
આખરે કેટલી ગરમી સહન કરી શકે છે શરીર
પ્રચંડ ગરમીની એ કઇ હદ છે.. જે મનુષ્યની સહન શક્તિની સીમા છે ?
મનુષ્ય અધિકતમ કેટલા તાપમાનમાં જીવીત રહી શકે.. ?
આ એવા સવાલો  છે... જેનો કોઇ ચોક્કસ જવાબ આપી શકાય તેમ નથી.. કારણ કે આપણી ધરતી પર અલગ-અલગ પ્રકારના વાતાવરણ છે..અને અલગ-અલગ ક્ષમતાઓવાળા શરીર.. અત્યાર સુધી એવી કોઇ સ્ટડી નથી થઇ કે જેનાથી આ સવાલનો સ્પષ્ટ જવાબ મળી શકે. પરંતુ એક વાત ચોક્કસ છે કે 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બાદ સામાન્ય પરિસ્થિતિવાળા દરેક વ્યક્તિએ સતર્કતા અને સાવધાની વર્તવી જોઇએ.. 
માણસના શરીર પર તાપમાનની અસર કરતા ડોક્ટર હિટ સ્ટ્રેસ શબ્દનો ઉપયોગ કરે છે. 
હિટ સ્ટ્રેસ એટલે શું? 
જ્યારે આપણું શરીર એકદમ ગરમ વાતાવરણમાં હોય છે. ત્યારે તે પોતાના કોર તાપમાનને જાળવી રાખવાનો પ્રયાસ કરે છે.. એ વાત વાતાવરણ અને શારીરીક સ્થિતિઓ પર નિર્ભર કરે છે કે શરીર પોતાના કોર તાપમાનને જાળવી રાખવાની કોશીશ કેવી રીતે અને કેટલી કરી શકે છે.. એવામાં આપણને થાકનો અનુભવ થાય છે. હિટ સ્ટ્રેસમાં માથાનો દુખાવો,ઉલટી, ડિહાઇડ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે.(ગ્રાફિક્સ આઉ 
આપણા શરીરમાં 70 ટકા ભાગ પાણીનો છે. જ્યારે તાપમાન વધારે હોય તો શરીરની અંદર રહેલું પાણી શરીરનું તાપમાન સ્થિર બનાવી રાખવા માટે ગરમી સાથે ઝઝુમે છે..પરસેવો થવો આ જ પ્રક્રિયાનો એક ભાગ છે... 
  • જો વધારે  વાર સુધી આ સ્થિતિમાં રહેવામાં આવે તો શરીરમાં પાણીની અછત સર્જાય છે..
  •  શરીરમાં પાણી ઘટતાજ શરીર તેની પ્રકૃતિ પ્રમાણે રિએક્ટ કરે છે. 
  • કોઇને ચક્કર આવે છે.. કોઇને માથુ દુખે છે તો કોઇ બેહોશ થઇ જાય છે.
  •  હકીકતમાં પાણીની કમીથી શ્વસનની સમગ્ર પ્રક્રિયાને અસર થાય છે. ..એટલે રક્તનો પ્રવાહ જાળવી રાખવા માટે હૃદય અને ફેફસા પર ખુબજ દબાણ આવે છે. 
  • રક્તના પ્રવાહ પર અસર થાયતો તેની સીધી અસર મસ્તિષ્ક એટલે કે દિમાગ પર થાય છે. 
  • માથાનો દુખાવો આનું સૌથી પહેલું લક્ષણ હોય છે.. 
  • માઇગ્રેનના દર્દીઓને ડોકટર એટલેજ ગરમીથી બચવાની સલાહ આપે છે.
પાણી આપણા શરીરનો જીવન સ્ત્રોત છે...
Advertisement

  • ગરમીમાં પરસેવો વહેવાથી માત્ર પાણી ઓછુ નથી થતું પરંતુ શરીરમાં સોલ્ટ એટલે કે મીઠાની પણ અછત સર્જાય છે. 
  • પાણી દરેક અંગ માટે જરૂરી છે. 40 થી 45 ડિગ્રી તાપમાનને કારણે જો શરીરમાં પાણીની અછત સર્જાય અને તે લાંબા સમય સુધી બની રહે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે..
  •  જેમાં વ્યક્તિને હીટ સ્ટ્રોક, હાર્ટ સ્ટ્રોક કે પછી બ્રેન હેમરેજ પણ થઇ શકે છે. 

ગરમીની ઋતુમાં ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી તેમજ મીઠાની અછતને કારણે અનેક સમસ્યાઓ પેદા થાય છે.  પાણીની કમી વધી જાય અથવા લાંબા સમય સુધી રહે તો હાર્ટ રેટ વધી શકે છે. પાણી અને મીઠાની ઉણપને કારણે કિડનીઓ યુરિન બનાવવાનું કામ યોગ્ય રીતે નથી કરી શકતી.. મસ્તિષ્ક સુધી રક્તનો પ્રવાહ અવરોધાય છે.. માંસપેશિયો શિથિલ થઇ જાય છે. એટલે સમગ્ર રીતે જોઇએતો ગરમીમાં પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે .
Tags :
Advertisement

.