Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Twitterનું મુખ્ય કામ શું? સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા 10 ટ્વિટર એકાઉન્ટસ

Twitter એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે. તે બિલકુલ ફેસબુક જેવી છે..જેનો ઉપયોગ કરીને આપ તેના પર એકાઉન્ટ ધરાવતા અનેક લોકો સાથે જોડાઇ શકો છો. ટવીટરનો ઉપયોગ દેશ અને દુનિયાના તમામ ફેમસ લોકો દ્વારા કરવામાં આવે છે.ટવીટરની સ્થાપના 21 માર્ચ 2006ના રોજ થઇ. જે બાદથી અત્યાર સુધી તેની લોકપ્રિયતા ખુબજ વધી ચૂકી છે. ટવીટર દુનિયાના સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. ટવીટર જાણકારી શેયર ક
twitterનું મુખ્ય કામ શું  સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા 10 ટ્વિટર  એકાઉન્ટસ
  • Twitter એક સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ છે. તે બિલકુલ ફેસબુક જેવી છે..જેનો ઉપયોગ કરીને આપ તેના પર એકાઉન્ટ ધરાવતા અનેક લોકો સાથે જોડાઇ શકો છો. ટવીટરનો ઉપયોગ દેશ અને દુનિયાના તમામ ફેમસ લોકો દ્વારા કરવામાં આવે છે.
  • ટવીટરની સ્થાપના 21 માર્ચ 2006ના રોજ થઇ. જે બાદથી અત્યાર સુધી તેની લોકપ્રિયતા ખુબજ વધી ચૂકી છે. ટવીટર દુનિયાના સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે. ટવીટર જાણકારી શેયર કરવાની પ્રક્રિયાને ટવીટ કરવું કહેવામાં આવે છે. 
  • કોઇપણ Twit કરવા માટે 140 શબ્દોની મર્યાદા
  • કોઇપણ મુદ્દા પર વ્યક્ત કરી શકો છો અભિપ્રાય 
  • પોતાના વિચારોને વ્યક્ત કરવાનું પ્લેટફાર્મ છે Twitter
જે વિષય પર દેશ અને દુનિયામાં સૌથી વધુ ચર્ચા થાય છે, ટવીટરના માધ્યમથી આપ દરરોજ એ તમામ વિષયો પર જાણકારી મેળવી શકો છો. તથા એ વિષય પર આપનો મત પણ રજુ કરી શકો છો. 
ટવીટરનું મુખ્ય કામ: લોકો દ્વારા કોઇ મુદ્દા પર પોતાના વિચારોને પ્રકટ કરવા પ્લેટફોર્મ પુરુ પાડવું. 
ટવીટરની એક ખાસ વાત છે કે આપ ટવીટર એકાઉન્ટ બનાવ્યા વગર પણ લોકો દ્વારા કરવામાં આવેલા ટવીટ વાંચી શકો છો.. પરંતુ ટવીટર પર પોતાનો અભિપ્રાય વ્યકત કરવા  માટે આપને ટવીટર એકાઉન્ટની જરૂર પડે છે..

દુનિયાભરમાં હાલ ટવીટર પરના કુલ એક્ટિવ યુઝર્સ 
21.7 કરોડ - કુલ એક્ટિવ યુઝર્સ છે. 
7.7 કરોડ - અમેરિકાના કુલ યુઝર્સ છે
2.4 કરોડ - યુઝર્સ ભારતમાં છે
1.9 કરોડ - યુઝર્સ બ્રાઝિલમાં છે
1.9 કરોડ - યુઝર્સ યુકેમાં છે
5.8 કરોડ યુઝર્સ જાપાનમાં છે
ટવીટરના એક્ટિવ યુઝર્સમાં કેટલા પુરુષો અને કેટલી મહિલાઓ?
70.4 ટકા પુરુષ યુઝર્સ
29.6 ટકા મહિલા યુઝર્સ

સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા 10 ટવીટર એકાઉન્ટ 
બરાક ઓબામા       13.1 કરોડ ફોલોઅર્સ 
જસ્ટિન બીબર        11.4 કરોડ ફોલોઅર્સ 
કૈટી પેરી               10.8 કરોડ ફોલોઅર્સ 
રિહાના                 10.5 કરોડ  ફોલોઅર્સ 
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો   9.8 કરોડ  ફોલોઅર્સ 
ટેલર સ્વિફ્ટ            9 કરોડ  ફોલોઅર્સ 
લેડી ગાગા             8.4 કરોડ  ફોલોઅર્સ 
એલન મસ્ક            8.1 કરોડ   ફોલોઅર્સ 
નરેન્દ્ર મોદી             7.7 કરોડ   ફોલોઅર્સ  
ધ એલેન શો           7.7 કરોડ ફોલોઅર્સ 
Advertisement
Tags :
Advertisement

.