Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું છે કાળી ચૌદસનો ઇતિહાસ અને જાણો કેવી રીતે આવે છે ઉજવવામાં

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધનતેરસના બીજા દિવસે અને દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાનના પશ્ચિમી રાજ્યોમાં ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ એટલે મહાકાળી માતા. આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક લોકવાયકાઓ છે. આવો જાણીએ કાલી ચૌદસ સાથà«
02:00 AM Oct 23, 2022 IST | Vipul Pandya
ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધનતેરસના બીજા દિવસે અને દિવાળીના આગલા દિવસે કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. કાળી ચૌદસ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાનના પશ્ચિમી રાજ્યોમાં ઉજવવામાં આવે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી અને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદસ એટલે મહાકાળી માતા. આ તહેવારની ઉજવણી પાછળ ઘણી પૌરાણિક લોકવાયકાઓ છે. આવો જાણીએ કાલી ચૌદસ સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે!
કાળી ચૌદસ પર શક્તિની પૂજાનો પણ મહત્વ :
બંગાળમાં કાળી ચૌદસ પર મહાકાળી કે શક્તિની પૂજા કરાય છે. ધાર્મિક માન્યતા છે કે કાળી ચૌદસના દિવસે જ માતા કાળીએ નરકાસુરનો વધ કર્યુ હતું. તેથી નરક ચતુર્દશીના રૂપમાં પણ ઓળખાય છે. કાળી ચૌદસ આળસ અને બુરાઈને ખત્મ કરવાનો દિવસ છે જે અમારા જીવનમાં નરક પેદા કરે છે અને જીવન પર પ્રકાશ નાખે છે.
 કાળી ચૌદસ સાથે  જોડાયેલી પૌરાણિક કથા :
જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો અને રાજા બલિના સમગ્ર મહેલ સહિત પૃથ્વી અને આકાશને બે પગલામાં માપ્યું, ત્યારે ભગવાન વામને રાજા બલિને પૂછ્યું કે હવે તે ત્રીજું પગલું ક્યાં લે? આ પ્રશ્નના જવાબમાં રાજા બલિએ ભગવાન વામનને તેમનું ત્રીજું પગલું તેમના મસ્તક પર રાખવા કહ્યું. રાજા બલિની આ ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવા કહ્યું. પછી રાજા બલિએ વરદાન માંગીને ભગવાન વામનને કહ્યું કે દર વર્ષે ત્રયોદશીના દિવસથી લઈને અમાવાસ્યા સુધી તેણે (રાજા બલિ) પૃથ્વી પર શાસન કરવું જોઈએ અને આ સમય દરમિયાન જે કોઈ પણ રાજા બલિના રાજ્યમાં દીપાવલી ઉજવશે અને સાથે ચતુર્દશી ની તિથિએ દીપદાન કરશે, અવા બધા જાતકોને અને તેમના પૂર્વજોને નરકની યાતનાનો સામનો કરવો પડશે નહીં. ભગવાન વામને રાજા બલિની આ વાત સ્વીકારી લીધી અને ત્યારથી નરક ચતુર્દશીનો તહેવાર દરેક સ્થાન માં ઉજવવામાં આવ્યો. 
કાળી ચૌદસના દિવસે મહાકાળી માં ના આશીર્વાદ મેળવવાથી સફળતા મળે છે, સત્યનો વિજય થાય છે. કાળી ચૌદસને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં, આ દિવસે બધા લોકો સવારે વહેલા ઉઠે છે અને કચરો લગાવીને સ્નાન કરે છે, એવું માનવામાં આવે છે કે શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. બધી સ્ત્રીઓ સરસ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જાય છે. કાળી ચૌદશના દિવસે લોકો હનુમાનજીના મંદિરે પણ જતા હોય છે. અને હનુમાન દાદાને તેલ,કાળા અળદ,અને સિંદૂર ચડાવીને પૂજા કરે છે. ગુજરાતમાં કેટલીય જગ્યાએ રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવાની પ્રથા પણ રહેલી છે. મહારાષ્ટ્રમાં કાળી ચૌદશના દિવસે દૂધ પૌઆ અને સાકર સેવ ખાવાની પ્રથા રહેલી છે.
Tags :
GujaratFirstKaliChaudasNarakaChaturdashi
Next Article