Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

"વિરુદ્ધ આહાર" એટલે શું? તંદુરસ્તી માટે જાણવું જરુરી

મિત્રો આયુર્વેદના સહુથી યુનિક કોન્સેપ્ટ વિરુદ્ધ આહાર ઉપર આજકાલ કેટલાક લોકો દ્વારા આ વિજ્ઞાનને સમજ્યા જાણ્યા વિના બેજવાબદાર નિવેદનો થયા છે, ત્યારે સામાન્ય જનતા સુધી આ વિષયની વિસ્તૃત અને વૈજ્ઞાનિક અભિગમ સાથેની સમજ મેળવવી બહુ જ જરૂરી છે. આપણે સહુ જાણીએ છે કે આપણું શરીર આપણે લીધેલા આહારથી જ બને છે અને એટલે જ આહારનું આપણાં જીવનમાં અત્યંત મહત્વ છે. જો આપણો ખોરાક યોગ્ય હશે તો જ આપણે સà«
 વિરુદ્ધ આહાર  એટલે શું  તંદુરસ્તી માટે જાણવું જરુરી
મિત્રો આયુર્વેદના સહુથી યુનિક કોન્સેપ્ટ વિરુદ્ધ આહાર ઉપર આજકાલ કેટલાક લોકો દ્વારા આ વિજ્ઞાનને સમજ્યા જાણ્યા વિના બેજવાબદાર નિવેદનો થયા છે, ત્યારે સામાન્ય જનતા સુધી આ વિષયની વિસ્તૃત અને વૈજ્ઞાનિક અભિગમ સાથેની સમજ મેળવવી બહુ જ જરૂરી છે. આપણે સહુ જાણીએ છે કે આપણું શરીર આપણે લીધેલા આહારથી જ બને છે અને એટલે જ આહારનું આપણાં જીવનમાં અત્યંત મહત્વ છે. જો આપણો ખોરાક યોગ્ય હશે તો જ આપણે સ્વસ્થ રહી શકીશું. વિરુદ્ધ આહારને સાદી સીધી ભાષામાં સમજીએ તો આપણા શરીરમાં જઇને શરીરની ધાતુઓને (tissues) પોષણ આપવાના બદલે શરીરને નુકશાન કરે તેવો આહાર એટલે વિરુદ્ધ આહાર. 
દવાઓ લીધા વિના સ્વસ્થ જીવન જીવી શકાય તે માટે આપણાં આયુર્વેદના આચાર્યોએ તેમની દીર્ઘ દ્રષ્ટિ અને સૂઝથી જે શાસ્ત્રોની રચના કરી છે તે અદભુત છે, અને તેમણે કહેલી વાતને જો સમજીને આચરણમાં મૂકીએ તો બેશક સ્વસ્થ જીવન મેળવી જ શકીએ. આમ તો આયુર્વેદ શાસ્ત્રમાં વિરુદ્ધ આહારને 18 પ્રકારથી વિભાજીત કરી તેની બહુ ડિટેઇલમાં માહિતી આપેલી છે. ચાલો અગત્યના પાસાઓ વિશે ટૂંકમાં જાણીએ. 
દેશ વિરુદ્ધ આહાર - વ્યક્તિ જે દેશમાં રહે છે તેનું લોકલ આહાર તે વ્યક્તિ માટે સાત્મ્ય કે અનુરૂપ હોય છે. કારણ કે તે દેશની આબોહવા અને પ્રકૃતિની અસર વ્યક્તિ અને તેના ખોરાક બંનેમાં હોય છે. જે વ્યક્તિ માટે સુપાચ્ય ખોરાક બની રહે છે. માટે જે વ્યક્તિ જે પ્રદેશમાં રહેતી હોય ત્યાંનો ખોરાક જ તેમને માટે ઉત્તમ કહેવાય. પરંતુ આપણો સ્વભાવ એવો છે કે આપણે અહીં ગુજરાતમાં વારંવાર પીઝા, પાસ્તા ખાવાની ઈચ્છા રાખીએ છીએ અને વિદેશમાં જઈને ખીચડી શાક ભાખરી શોધવા નીકળીએ છીએ. સરવાળે હેલ્થને નુકશાનકારક સાબિત થાય છે. માટે દેશ વિરૂદ્ધ આહાર ન લેતા દેશને અનુરૂપ સ્થાનિક  આહાર જ લેવો જોઈએ .
કાલ વિરુદ્ધ-  એટલે કે સમય કે ઋતુ અનુસાર ખોરાક લેવો જોઈએ જેમ કે ઉનાળામાં કે શરદ ઋતુમાં અત્યંત spicy ગરમ ખોરાક લેવાનો ટાળવું જોઈએ અને ઠંડીમાં કે વસંત ઋતુમાં ગળ્યા ઠંડા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આ જ રીતે દિવસના કાળ પ્રમાણે સવાર બપોર કે સાંજે તે અનુરૂપ ખોરાક લેવો જોઈએ.
માત્રા વિરુદ્ધ -  આયુર્વેદમાં કહ્યું છે કે ઘી અને મધ સમાન માત્રામાં લેવાથી શરીરમાં હાનિ કરે છે. એટલે તેનું માપ એક સરખું ન હોવું જોઈએ. આ રીતે અમુક વસ્તુઓ ને માપ પ્રમાણે જ શરીરમાં લેવી હિતકારક છે.
અગ્નિ વિરુદ્ધ - આપણાં શરીરમાં અગ્નિ ( જઠરાગ્નિ)  જેવો હોય તેટલો જ ખોરાક લેવો જોઈએ. જો આપણને ભૂખ ન લાગી હોય તો ન ખાવું જોઈએ,અથવા તો અત્યંત ભૂખ લાગી હોય ત્યારે રુખો, હળવો ખોરાક ખાવો પણ શરીરને નુકસાનકારક થાય છે. ક્યારેક આપણે જમવાનો સમય થાય એટલે ભૂખ ન લાગતી હોય તો પણ ખાઈએ છીએ જે ખોરાકનું વ્યવસ્થિત પાચન ન થતા શરીર માટે હાનિકારક બને છે
પ્રકૃતિ વિરુદ્ધ- આપણા શરીરને અનુકૂળ હોય તેવો જ ખોરાક ખાવો જોઈએ. જો તમારી કફ પ્રકૃતિ છે તો તમારે ઠંડા ગળ્યા ખોરાક ઠંડી ઋતુમાં તો ન જ લેવા જોઇએ છતાં પણ જો તમે સ્વાદની લાલચમાં આવી જઇ આવો ખોરાક લીધો તો જરૂર તે શરીરને માફક ન આવતા અનેક રોગો ઉત્પન્ન કરશે. આમ જે ખોરાક આપણને માફક ન આવતો હોય તેનો મોહ છોડી ત્યાગ કરવો જોઈએ.
સંસ્કાર વિરુદ્ધ-  સંસ્કાર એટલે કઈ રસોઈમાં ક્યા મસાલા પડવા જોઈએ તે. અથવા તો રસોઈ બનાવવાની પ્રક્રિયા. રસોઈમાં સંસ્કાર થવાથી તેના ગુણો માં ફેર પડી જાય છે. માટે તે રસોઈ સ્વાસ્થ્યપ્રદ બને તેની જાણકારી હોવી બહુ જ જરૂરી છે. જેમકે ચોળી કે ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવો, વાલની દાળમાં અજમા, લસણનો ઉપયોગ કરવો વગેરે. જે  રસોઈ આપણા પરંપરા પ્રમાણે બનાવવાની કહેલી છે તે રીતે જ બનાવીએ તો તે શરીરને સ્વસ્થતા આપે અને જો તે સમજ્યા વિના આપણી રીતે ફેરફાર કરી બનાવીએ તો શરીરને નુકસાનકારક થઇ શકે.
વીર્ય વિરુદ્ધ -એટલે કે ગુણ વિરુદ્ધ ખોરાક ખાઈએ તો તે નુકસાન થાય છે. એકબીજાથી વિપરીત ગુણ જેમ કે આજકાલ આઈસ્ક્રીમના ભજીયા કે આઈસ્ક્રીમ વિથ બ્રાઉની  તે અત્યંત ઠંડી અને એકદમ ગરમ વસ્તુ છે. બન્નેને સાથે લેવાથી શરીરમાં નુકસાન થઈ શકે.
અવસ્થા વિરુદ્ધ - જ્યારે જે શરીરની અવસ્થા હોય તે પ્રમાણે ખોરાક લેવો જોઈએ જેમકે બાલ્યાવસ્થામાં કફ કરે તેવો આહાર ઓછો આપવો જોઈએ, વૃદ્ધાવસ્થામાં વાયુ વધે તેવો ખોરાક નુકસાન કરતાં સાબિત થાય છે તે જ રીતે અત્યંત પરિશ્રમ કર્યા પછી શરીરમાં જ્યારે ઓલરેડી વાયુ વધેલો જ હોય ત્યારે વાયુવર્ધક ખોરાક લેવામાં આવે તો તે પણ શરીર માટે હાનિકારક બને છે.
ક્રમ વિરુદ્ધ - આયુર્વેદમાં દિનચર્યાનું બહુ વિસ્તૃત વર્ણન આપ્યું છે, દિવસના કયા સમયમાં ક્રમવાર શું કરવું તે ક્રમ આહારમાં પણ જાળવવો જરૂરી છે. આ ઉપરાંત આપણે નિયમિત જમવામાં ઉપયોગ કરીએ છીએ તે છ રસ ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તૂરો. 
આ રસોનો પણ જમવામાં ક્રમ જળવાવો ખાસ મહત્વનું છે, જેમકે ભોજનમાં સૌથી પહેલાં  ગળ્યો રસ લેવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે તેનાથી ભોજનમાં રુચિ ઉત્પન્ન થાય છે, જેથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને. અને છેલ્લે તૂરો રસ લેવાનું કહ્યું છે. એટલે કે ભોજનના અંતે છાસ પીવી જોઈએ કે જેથી ખાધેલા ખોરાકનું વ્યવસ્થિત પાચન થાય ત્યારે આપણે તો વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે ડેઝર્ટ ભોજનના અંતે લેતા થઈ ગયા છીએ.
પાક વિરુદ્ધ- સુપાચ્ય ખોરાક બનાવવા માટે તેને યોગ્ય રીતે અગ્નિ ઉપર ચઢવા દેવો બહુ જ જરૂરી છે. જો અયોગ્ય રીતે પાક થયો હોય તો તે શરીરને પોષણ ન આપતા નુકસાન કરે છે.
પરિહાર વિરુદ્ધ -અત્યંત ગરમ વસ્તુ પછી તરત જ ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ.
ઉપચાર વિરુદ્ધ- જેમ કે શરદી થઈ હોય અને તેની સારવાર ચાલતી હોય ત્યારે વધુ કફ શરદી થાય તેવો ખોરાક ખાવો તે પણ વિરુદ્ધ આહાર જ છે .
સંપદા વિરુદ્ધ- અત્યંત વાસી, સડેલો, જૂનો ખોરાક ખાવો, વધુ પડતા પાકી ગયેલા ફ્રુટ પણ વિરુદ્ધ આહાર છે.

વિધિ વિરુદ્ધ- જેમકે ઉભા રહી ખાવાનું કે પાણી ન પીવું જોઈએ.વાત કરતા કરતા ન જમવું જોઈએ એવા અનેક નિયમો આહાર વિધિમાં કહેલાં છે જે અનુસરણ કરવું જોઈએ. 
સંયોગ વિરુદ્ધ- એકબીજાથી વિરુદ્ધ ગુણ ધરાવતા પદાર્થો જો એક સાથે સેવન કરવામાં આવે તો આવા ફૂડ કોમ્બિનેશન શરીર માટે અત્યંત હાનિકારક બને છે. શા માટે તે હાનિકારક છે? ચાલો સમજીએ.
વિવિધ વિરુદ્ધ ખોરાકને ભેગા ખાવાથી વિરુદ્ધ આહાર મુખ્યત્વે ધાતુને ( tissue) નુકશાન કરે છે. ધાતુગત અગ્નિ tissue related enzymes શરીરમાં બીજી ધાતુઓના નિર્માણમાં (ટ્રાન્સફોર્મેશન )માટે જવાબદાર છે આપણે કહી શકીએ કે ઇન્સ્યુલિન , થાઇરોઇડ હોર્મોન વિગેરે છે તે ધાત્વગ્નિ છે અને તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થવાથી તે ચામડીના રોગો ઉત્પન્ન કરે છે. જો આપણે દૂધ અને ખાટાં ફળો સાથે લઈએ છીએ તો તેનાથી આપણા પેટમાં વિરુદ્ધતા ઉત્પન્ન થઈ આમ વિષ બને છે  આ આમ વિષ  થવાથી હાયર મોલેક્યુલ બને છે જેથી તે આંતરડામાં વધુ સમય પડ્યા રહે છે તેથી પાચન બહુ લાંબા સમય થાય છે digestion time will be prolonged, જેથી એસીડીટી એસિડ રિફ્લેક્શન જેવા રોગો થાય છે. તે જ રીતે કેટલાક ખોરાક  કે જેમાં high molecule હોય છે તે પાચન થવામાં લાંબો સમય લે છે, ગુરુ કમ્પોનન્ટ 'આમ' માં  પરિવર્તિત થાય છે. જે પણ કાંઈ ગુરુ( ભારે) છે તે અગ્નિના ફંકશનને અસર કરે છે. જેથી પાચનની પ્રક્રિયા ધીમી પડે છે અને તેથી જ low digestion ના કારણે delayed digestion અને તેથી આંતરડામાંથી delayed distribution, slow digestion, slow distribution થાય છે  અને આના કારણે મલ ભાવ એટલે કે મેટાબોલિક ટોક્સિન ઉત્પન્ન થઈ આમ સાથે મિશ્રિત થવાથી સ્ત્રોતોરોધ( defective vascularity, defective circulation, ischemia, necrosis) રક્તઆવૃત્ત વાત થાય છે. સ્કીન કાળી પડી જવી વગેરે જોવા મળે છે પિગમેન્ટેશન પ્રોબ્લેમ, discoloration આ બધું જ રક્તાવૃત વાતને કારણે થાય છે. આ રીતે વિરુદ્ધ આહાર અગ્નિમાંદ્ય ઉત્પન્ન કરી ,આમ ઉત્પન્ન કરે છે  જેથી શરીરમાં viscosity  ઉત્પન્ન થઈ અનેક રોગોનું ઘર બની જાય છે.  જેવા કે પાચન તંત્ર સંબંધી, અંતઃ સ્ત્રાવી ગ્રંથિ સંબંધી રોગો, નપુસંકતા, ભગંદર, ચામડીના અનેક પ્રકારના રોગો  વગેરે વગેરે.

માટે આવા આહાર હંમેશાં લેવાનું ટાળવું જોઈએ 
આપણાં ઋષિઓ એ  એમની દીર્ઘ દ્રષ્ટિ થી આપણને એવા ફૂડ કોમ્બિનેશનનું તૈયાર લિસ્ટ આપ્યું છે જે યાદ રાખી આચરણ કરીએ તો જરૂર આ બધા રોગોથી બચી શકીએ. જેમકે દૂધ સાથે તમામ ખાટાં ફ્રૂટ, ખાટાં દ્રવ્યો, માંસાહાર ડુંગળી, લસણ, ગાજર, મીઠું(નમક), તુલસી, ફણસ, માછલી, મૂળા, સરગવો, ગોળ આંબલી  વગેરે દ્રવ્યો ન લેવા જોઈએ. ગોળ સાથે મૂળા, અડદ, તલ, લસણ, દહીં- દૂધ ન લેવા જોઈએ. દહીં સાથે ગોળ, કેળા ન ખાવા જોઈએ. મધ સાથે ગરમ પાણી, સમાન માત્રામાં ઘી ન લેવા જોઈએ. ઠંડા પાણી સાથે ધી, તેલ જેવા ચીકણા પદાર્થો ન લેવા જોઈએ
(અહીં તો પીઝા સાથે લોકો અચૂક ઠંડા પીણાં લેતા હોય છે, જે અયોગ્ય છે)
 
મિત્રો એ અચૂક યાદ રાખવું કે વિરુદ્ધ આહાર જો ક્યારેક લેવાયેલ હોય તો તેટલું નુકશાન કારક નથી પરંતુ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે રોજેરોજ અને લાંબા સમય સુધી જો તે લઈએ તો તે અચૂક અનેક રોગોનું કારણ બની શકે છે. માટે જો તમે તમારા અને તમારા પરિવારના લાંબા, સ્વસ્થ જીવનની અપેક્ષા રાખો છો, તો આ વાતને ગંભીરતાથી લઈ આજથી જ અનુસરણ કરવા પ્રયત્ન કરો.
  
Advertisement
Tags :
Advertisement

.