Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમેરિકામાં આ શું થઇ રહ્યું છે? હવે આ વિસ્તારમાં થયું ફાયરિંગ, બંદૂકધારી સહિત 4ના મોત

દુનિયાના સૌથી વિકસીત અને સુપર પાવર ગણાતા અમેરિકામાં ફાયરિંગ ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. થોડા દિવસો પહેલા એક સ્કૂલમાં બાળકો પર ફાયરિંગ અને હવે એક હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાઓએ અમેરિકાના નાગરિકોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે. અમેરિકાનું ગન કલ્ચર હવે આ દેશ માટે મોટી મુસિબત બનતું જઇ રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાના ઓક્લાહોમાની એ
અમેરિકામાં આ શું થઇ રહ્યું છે  હવે આ વિસ્તારમાં થયું ફાયરિંગ  બંદૂકધારી સહિત 4ના મોત
દુનિયાના સૌથી વિકસીત અને સુપર પાવર ગણાતા અમેરિકામાં ફાયરિંગ ઘટનાઓ હવે સામાન્ય બનતી જઇ રહી છે. થોડા દિવસો પહેલા એક સ્કૂલમાં બાળકો પર ફાયરિંગ અને હવે એક હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાઓએ અમેરિકાના નાગરિકોની સુરક્ષા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે. 
અમેરિકાનું ગન કલ્ચર હવે આ દેશ માટે મોટી મુસિબત બનતું જઇ રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, અમેરિકાના ઓક્લાહોમાની એક હોસ્પિટલમાં ગોળીબાર થયાના સમાચાર મળી આવ્યા છે. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. બીજી તરફ પોલીસે જવાબી કાર્યવાહીમાં હુમલાખોરને ઠાર કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા 8 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના બની છે. જે હોસ્પિટલમાં ગોળીબાર થયો હતો તેનું નામ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલ છે. હજી સુધી ફાયરિંગ પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. 
બુધવારે રાત્રે તુલસા પોલીસ વિભાગના ડેપ્યુટી ચીફ એરિક ડાલગીશે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ નથી કે બંદૂકધારી ખાસ કરીને કોને નિશાન બનાવી રહ્યો હતો. ચીફ ડાલગીશે કહ્યું કે, બંદૂકધારી વ્યક્તિની ઓળખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ તેની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે. તેમણે કહ્યું કે, પોલીસને સાંજે 4:52 વાગ્યે ગોળીબારનો ફોન આવ્યો અને તેઓ ચાર મિનિટ પછી ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે કહ્યું કે, તમામ ગોળીઓ સેન્ટ ફ્રાન્સિસ હોસ્પિટલના પરિસરમાં નતાલી મેડિકલ બિલ્ડિંગના બીજા માળના એક વિભાગમાં થઈ હોવાનું માનવામાં આવે છે. તેમણે કહ્યું, "ત્યાં એક ઓર્થોપેડિક્સ સેન્ટર છે, એક ઓર્થોપેડિક્સ ઓફિસ છે, પરંતુ મને ખબર નથી કે તે આખા ફ્લોર પર છે, અથવા ફ્લોર પર અન્ય ઓફિસો છે. તેનો ઓછામાં ઓછો ભાગ દેખાતો હતો."
સતત વધતી ફાયરિંગની ઘટનાઓથી સમગ્ર અમેરિકાના નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. લોકો હવે એવું પણ વિચારી રહ્યા છે કે કોઇ પણ સમયે તેમની સાથે પણ કઇંક આવી જ ઘટના બની શકે છે. વળી, આ પહેલા અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 18 વર્ષના યુવકે ફાયરિંગ કરીને 21 લોકોનો જીવ લીધો હતો. આ હુમલો યુએસ સમય અનુસાર મંગળવારે બપોરે યુવાલ્ડેની રોબ એલિમેન્ટરી સ્કૂલમાં થયો હતો. ફાયરિંગમાં 18 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોના મોત થયા હતા. આ શાળામાં માસૂમ બાળકો આવી જ એક ઘટનાનો શિકાર થયા હતા ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ દમદાર ભાષણ આપી નાગરિકોને આશ્વાસન આપ્યું હતું. પરંતુ જમીનીસ્તરની હકીકત એકવાર ફરી સામે આવી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.