Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જો રાતે જમ્યા વગર જ સૂઈ જાવ છો? આ હકીકત જાણવી છે જરૂરી

આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને કોમ્પિટિશનથી ભરપૂર લાઈફના કારણે આપણે પોતાના હેલ્થ માટે વિચાર કરવા સુધ્ધાનો સમય નથી ફાળવી શકતા. ઘણીવાર કેટલાક લોકો રાત્રે જમવાનું ટાળે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો આવું કરે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેઓ ઓફિસથી મોડા ઘરે આવ્યા પછી, રાત્રિ ભોજન બનાવવાનું કંટાળો આવતો હોવાથી જમ્યા વિના જ સુઈ જાય છે. જેના પરિણામે ઘણી ગંભીર બીમારીઓ આવી શકે છે. દરેક વ્યàª
જો રાતે જમ્યા વગર જ સૂઈ જાવ છો  આ હકીકત જાણવી છે જરૂરી

આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને કોમ્પિટિશનથી ભરપૂર લાઈફના કારણે આપણે પોતાના હેલ્થ માટે વિચાર કરવા સુધ્ધાનો સમય નથી ફાળવી શકતા. ઘણીવાર કેટલાક લોકો રાત્રે જમવાનું ટાળે છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો આવું કરે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે કે જેઓ ઓફિસથી મોડા ઘરે આવ્યા પછી, રાત્રિ ભોજન બનાવવાનું કંટાળો આવતો હોવાથી જમ્યા વિના જ સુઈ જાય છે. જેના પરિણામે ઘણી ગંભીર બીમારીઓ આવી શકે છે. દરેક વ્યક્તિની પોતાની દિનચર્યા, જીવનશૈલી હોય છે. કેટલાક નાસ્તો ભારે હોય છે, જ્યારે કેટલાક દિવસનું લંચ ભરેલા પેટ સાથે કરે છે. તે જ સમયે, કેટલાક લોકો ભારે તો કેટલાક લોકો લાઇટ ડિનર કરે છે, પરંતુ એ જાણવું પણ જરૂરી છે કે રાત્રે ન ખાવું અને ભૂખ્યા સૂવું સ્વાસ્થ્ય માટે કેટલું સારું છે.

Advertisement

  • જો તમે કોઈ ખાસ પ્રકારનું વજન ઘટાડવાની ડાયટ ફોલો કરી રહ્યાં છો, તો રાત્રે ડિનર છોડવું જરૂરી બની શકે પરંતુ વારંવાર આવું કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.

  • રાત્રિ ભોજન એ તમારા આખા દિવસનું છેલ્લું ભોજન છે અને તેને છોડવું એ સ્વાસ્થ્યપ્રદ વિચાર નથી. જો તમે હળવું ખાવ છો, પરંતુ કંઈ ન ખાવું તે પણ યોગ્ય નથી. 
  • આ સાથે ઊંઘ પણ રાતના ભોજનની સમયબદ્ધતાને નિર્ધારિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પણ જો કોઈ વ્યક્તિ રાત્રે 10 કે 11 વાગ્યે સૂઈ જાય છે, તો તમારે હળવો ખોરાક લેવો જોઈએ, ભારે નહીં. 
  • જે લોકો 8 થી 9 વાગ્યે સૂવાની ટેવ ધરાવતા હોય તેઓ રાત્રિ ભોજન છોડી શકે છે અથવા સાંજે પાણીથી ભરપૂર ફળોનું સેવન કરી શકો છો.

Advertisement
Tags :
Advertisement

.