Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાર અકસ્માત પછી મલાઈકા અરોરાનું શું થયું? અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આપવીતી કહી

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કાર અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી છે. પોતાનો ફોટો શેર કરતી વખતે, તેણે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના નજીકના મિત્રોને ડૉક્ટરો અને ચાહકોનો આભાર માન્યો છે. આ સાથે આરોગ્યની  તાજી અપડેટ પણ આપી છે.  પોતાની જાતને ફાઇટર ગણાવતા તેણે કહ્યું કે તે જલ્દી જ કમબેક કરશે. જો કે, તેણે એમ પણ લખ્યું છે કે બધું કોઈ ફિલ્મી સીનથી ઓછું નથી લાગતà«
કાર અકસ્માત પછી મલાઈકા અરોરાનું શું થયું  અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને આપવીતી કહી
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરાએ કાર અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ શેર કરી છે. પોતાનો ફોટો શેર કરતી વખતે, તેણે એક લાંબી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે તેના નજીકના મિત્રોને ડૉક્ટરો અને ચાહકોનો આભાર માન્યો છે. આ સાથે આરોગ્યની  તાજી અપડેટ પણ આપી છે.  પોતાની જાતને ફાઇટર ગણાવતા તેણે કહ્યું કે તે જલ્દી જ કમબેક કરશે. જો કે, તેણે એમ પણ લખ્યું છે કે બધું કોઈ ફિલ્મી સીનથી ઓછું નથી લાગતું.
Advertisement

અકસ્માત પછી તરત જ મને ઘણાં એન્જલ્સનો અનુભવ થયો
બધાનો આભાર માનતા મલાઈકા અરોરાએ ફોટો કેપ્શનમાં લખ્યું, 'છેલ્લા કેટલાક દિવસો અને જે ઘટનાઓ સામે આવી છે તે તદ્દન અવિશ્વસનીય રહી છે. જ્યારે હું તેના વિશે વિચારું છું, ત્યારે મને લાગે છે કે તે ફિલ્મમાં એક સીન છે, એવું નથી કે ખરેખર આવું કંઈ બન્યું છે. સદભાગ્યે, અકસ્માત પછી તરત જ મને ઘણાં એન્જલ્સનો અનુભવ થયો - મારો સ્ટાફ, મને હોસ્પિટલમાં પહોંચવામાં મદદ કરનારા લોકો, મારો પરિવાર જેઓ દરેક સમયે મારી સાથે હતાં અને હોસ્પિટલ સ્ટાફ. મારા ડોકટરોએ મારી સલામતી માટે દરેક શક્ય કાળજી લીધી. તેણે મને ખૂબ સુરક્ષિત અનુભવ કરાવ્યું અને હું તેનો ખૂબ આભારી છું.
મલાઈકા સ્વસ્થ થઇ રહી છે
અભિનેત્રીએ તેના તમામ મિત્રો, પરિવાર, ટીમ અને ઇન્સ્ટા પરિવારનો પણ આભાર માન્યો, જેમણે તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. તેણે પોતાનું લેટેસ્ટ હેલ્થ અપડેટ પણ આપ્યું અને કહ્યું કે તે સ્વસ્થ થઇ રહી છે અને ફાઇટર છે. તેણી ટૂંક સમયમાં પરત ફરશે. તેની આ પોસ્ટ પર બેસ્ટ ફ્રેન્ડ કરિશ્મા કપૂર અને કરીના કપૂરે પણ કોમેન્ટ કરી છે.

આ અકસ્માત 2 એપ્રિલે થયો હતો
2 એપ્રિલે મુંબઈ-પુણે હાઈવે પર મલાઈકાની કારનો અકસ્માત થયો હતો.  મલાઈકા પુણેથી પરત ફરી રહી હતી ત્યારે આ રોડ અકસ્માત થયો હતો. તેની કાર સહિત કેટલાક વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ રોડ એક્સિડન્ટ બાદથી તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેની સંપૂર્ણ કાળજી લઈ રહ્યો છે અને ઘણા મિત્રો પણ તેને મળવા તેના ઘરે પહોંચી રહ્યા છે.
Tags :
Advertisement

.