Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં શરાબ નીતિ બદલવાથી દારુ અને બિયરની 70 લાખ બોટલોનું શું થયું? જાણો

દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ લાગુ થવાને કારણે આબકારી વિભાગ પાસે દારૂની 70 લાખ બોટલો બચી છે. જેથી આબકારી વિભાગ હાલની નીતિ હેઠળ આ બોટલોના વેચાણ અથવા નિકાલની રીતો પર વિચાર કરી રહ્યો છે. આ બોટલો દારુ અને બીયરની છે. કેજરીવાલ સરકારની વિવાદાસ્પદ દારૂની નીતિ 2021-22 હેઠળ આ બોટલો વેચી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં હજુ પણ આ બોટલો ગોદામોમાં પડી છે. અહેવાલ મુજબ વર્તમાન એક્સાઇઝ પોલિસી હેઠà
દિલ્હીમાં શરાબ નીતિ બદલવાથી દારુ અને બિયરની 70 લાખ બોટલોનું શું થયું  જાણો
દિલ્હીમાં 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ લાગુ થવાને કારણે આબકારી વિભાગ પાસે દારૂની 70 લાખ બોટલો બચી છે. જેથી આબકારી વિભાગ હાલની નીતિ હેઠળ આ બોટલોના વેચાણ અથવા નિકાલની રીતો પર વિચાર કરી રહ્યો છે. આ બોટલો દારુ અને બીયરની છે. કેજરીવાલ સરકારની વિવાદાસ્પદ દારૂની નીતિ 2021-22 હેઠળ આ બોટલો વેચી શકાય તેમ નથી. આવી સ્થિતિમાં હજુ પણ આ બોટલો ગોદામોમાં પડી છે.
 અહેવાલ મુજબ વર્તમાન એક્સાઇઝ પોલિસી હેઠળ વિવિધ કંપનીઓની 35 લાખથી વધુ દારુની બોટલ રજીસ્ટર છે, આવી બ્રાન્ડ્સ કોર્પોરેશન વેન્ડ્સ દ્વારા વેચી શકાય છે. બાકીની બોટલો તે બ્રાન્ડ્સની છે, જે હાલની નીતિ હેઠળ હજુ સુધી રજીસ્ટર નથી.
એક વિકલ્પ એ છે કે નવી નીતિ હેઠળ આ બ્રાન્ડ્સની નોંધણી કરવી અને દારૂના વિક્રેતાઓ દ્વારા તેનું વેચાણ કરવું અથવા આ બોટલોનો નાશ કરવો. જો કે  આ અનરજિસ્ટર્ડ બ્રાન્ડ્સની બોટલોનો નાશ કરવાને બદલે સરકાર તેમના વેચાણની મંજૂરી આપી શકે છે.
 
2019માં આબકારી વિભાગે દરોડા દરમિયાન જપ્ત કરાયેલી દારૂની બોટલોનો નાશ કરવાને બદલે પરીક્ષણ કર્યા બાદ તેની મૂળ કિંમત કરતાં 25% ઓછી કિંમતે વેચવાની મંજૂરી આપવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો.
 
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 17 નવેમ્બર 2011ના રોજ નવી દારૂ નીતિ 2021-22 લાગુ કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. ત્યારબાદ  સરકારે તેને પરત લેવાનો નિર્ણય કર્યો. હવે 1 સપ્ટેમ્બરથી જૂની દારૂની નીતિ લાગુ થઇ રહી છે. 
અત્યાર સુધીમાં દારૂની દુકાનો માટે 518 લાયસન્સ આપવામાં આવ્યા છે. કુલ 406 કોન્ટ્રાક્ટ ખોલવામાં આવ્યા છે અને તેમાંથી 400 એ સ્ટોક માટે ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું છે. આબકારી વિભાગમાં લગભગ 650 બ્રાન્ડની નોંધણી કરવામાં આવી છે.  બાકીનો સ્ટોક હાલની પ્રોડક્ટ પોલિસી મુજબ ભાવે વેચી શકાય છે. સ્ટોકમાં રાખવામાં આવેલી અનરજિસ્ટર્ડ બ્રાન્ડની બિયરની બોટલોને વહેલી તકે નાશ કરવી પડશે, કારણ કે આ બોટલોને રેફ્રિજરેશન વિના લાંબા સમય સુધી રાખી શકાતી નથી.
Advertisement
Tags :
Advertisement

.