Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એવું શું થયું કે સાનિયા મિર્ઝા ધ્રુસકે ધ્રુસકે રડી પડી? જુઓ આ ઈમોશનલ Video

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સાનિયાનું પોતાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી ખિતાબ સાથે સમાપ્ત કરવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. ભારતીય જોડીને બ્રાઝિલની જોડી રાફેલ માટોસ અને લુઈસા સ્ટેફનીએ સીધા સેટમાં 7-6 અને 6-2થી હાર આપી હતી. વળી, સાનિયા મિર્ઝાએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જાહેરાàª
એવું શું થયું કે સાનિયા મિર્ઝા ધ્રુસકે ધ્રુસકે રડી પડી  જુઓ આ ઈમોશનલ video
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે સાનિયાનું પોતાની ગ્રાન્ડ સ્લેમ કારકિર્દી ખિતાબ સાથે સમાપ્ત કરવાનું સપનું પૂરું થઈ શક્યું નથી. ભારતીય જોડીને બ્રાઝિલની જોડી રાફેલ માટોસ અને લુઈસા સ્ટેફનીએ સીધા સેટમાં 7-6 અને 6-2થી હાર આપી હતી. વળી, સાનિયા મિર્ઝાએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જાહેરાત કરી હતી કે આ તેની છેલ્લી ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ છે અને તે 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી WTA 1000 દુબઈ ટેનિસ ચેમ્પિયનશિપ બાદ નિવૃત્તિ લેશે. ત્યારે તેના માટે આ ખિતાબ જીતવો કેટલો જરૂરી હતો તે તેના દ્વારા આપવામાં આવેલી સ્પીચ દરમિયાન ધ્રુસકે ધ્રુસકે રડ્યા પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. 
ધ્રુસકે ધ્રુસકે રડી પડી સિનાયા
ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ શુક્રવારે પોતાની કારકિર્દીની અંતિમ ગ્રાન્ડ સ્લેમ મેચ રમી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયા ઓપનમાં રમાઈ હતી. તેની મિક્સ્ડ ડબલ્સની ફાઈનલમાં સાનિયા મિર્ઝા તેના પાર્ટનર બોપન્ના સાથે ઉતરી હતી. જોકે, આ મેચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી તે એટલી નિરાશ હતી કે તે તેની અંતિમ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની અંતિમ સ્પીચ આપતા દરમિયાન ભાવુક થઇ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણીએ કહ્યું કે, જો હું રડીશ તો તે ખુશીના આંસુ હશે અને બધા તેને જોઈને દુઃખી થયા. દબાયેલા અવાજમાં તેણે કહ્યું- 'મારી વ્યાવસાયિક કારકિર્દી મેલબોર્નમાં જ શરૂ થઈ હતી.' આ કહેતાં જ તે રડી પડી. કોઈક રીતે પોતાને સંભાળ્યા બાદ સાનિયાએ આગળ કહ્યું, '2005માં જ્યારે મેં ત્રીજા રાઉન્ડમાં સેરેના વિલિયમ્સ સામે રમવાનું શરૂ કર્યું ત્યારે હું 18 વર્ષની હતી. મારી ઉંમર માટે તે ડરામણું હતું પરંતુ હું વારંવાર અહીં આવી છું અને કેટલીક ટુર્નામેન્ટ જીતી છું. હું મારી કારકિર્દીનો અંત લાવવા માટે આનાથી વધુ સારી જગ્યા માંગી શકી ન હોત.
Advertisement

તેણે આગળ કહ્યું કે, મારે વધુ બે ટુર્નામેન્ટ રમવાની છે પરંતુ મારી વ્યાવસાયિક કારકિર્દી મેલબોર્નમાં શરૂ થઈ હતી. બોપન્નાનો આભાર વ્યક્ત કરતાં સાનિયાએ કહ્યું કે, રોહન મિશ્ર ડબલ્સમાં મારો પહેલો પાર્ટનર હતો. ત્યારે હું 14 વર્ષની હતી અને અમે રાષ્ટ્રીય ખિતાબ જીત્યો હતો. તે 22 વર્ષ જુની વાત છે અને હું મારી કારકિર્દીનો અંત કરવા માટે વધુ સારી વ્યક્તિ વિશે વિચારી શકતી નથી. તે મારો શ્રેષ્ઠ મિત્ર છે અને મારા શ્રેષ્ઠ ભાગીદારોમાંનો એક છે.
કેવી રહી સાનિયાની કારકિર્દી
સાનિયાએ પોતાની કારકિર્દીમાં 43 WTA ટાઇટલ જીત્યા છે. તેણે મહિલા ડબલ્સ કેટેગરીમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પણ જીત્યા હતા. 2016માં તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સ ચેમ્પિયન પણ બની હતી. સાનિયાએ મિક્સ ડબલ્સમાં ત્રણ ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યા છે. 2009માં તેણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં આ કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું. સાનિયા લાંબા સમય સુધી વિમેન્સ ડબલ્સ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. જોકે, કારકિર્દીના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં તે જીતથી એક ડગલું દૂર રહી હતી. તેણે તેની કારકિર્દીમાં છ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. સાનિયા અને બોપન્નાની બિનક્રમાંકિત જોડી રોડે લેવર એરેના ખાતે રમાયેલી ફાઇનલમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડી સામે 6-7(2) 2-6થી હારી ગઈ હતી. સાનિયાએ તેની કારકિર્દીમાં ત્રણ મહિલા ડબલ્સ અને તેટલા જ મિક્સ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે. 42 વર્ષીય બોપન્નાએ ફ્રેન્ચ ઓપનના રૂપમાં મિક્સ ડબલ્સમાં એક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.