Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આખરે શું છે આ અગ્નિપથ યોજના? જાણો અને સમજો વિસ્તારથી...

 અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની?  શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને  આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજનàª
આખરે શું છે આ અગ્નિપથ યોજના  જાણો અને સમજો વિસ્તારથી
 
અગ્નિપથ યોજનાનો ચારે તરફથી વિરોધ થઇ રહ્યો છે. અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સરકાર આ યોજનાના અનેક લાભ ગણાવી રહી છે, પરંતુ આ લાભ વિરોધ કરનારા લોકોને ગળે નથી ઉતરી રહ્યા.
આજે જાણીશું અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ વાતોની?  શું છે આ યોજના? અને આટલા વિરોધનું કારણ શું? અને  આ સાથે વિરોધીઓને સરકારનો જવાબ શું છે, આવો જણાવીએ.
સરકાર સેનામાં યુવાનોની ભરતી માટે જે નવી યોજના લાવી રહી છે. તે છે અગ્નિપથ યોજના. આ યોજના અંતર્ગત સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી કરાશે. અને ચાર વર્ષ પછી તેમને રીટાયર કરી દેવાશે. આ યોજનાથી સરકાર પર પેન્શનો બોજો ખતમ થઇ જશે. 
  • સેનામાં ભરતી માટેની નવી યોજના 
  • સરકાર લાવી રહી છે અગ્નિપથ યોજના 
  • ચાર વર્ષ માટે સેનામાં કરાશે ભરતી 
  • સરકારને મળશે પેન્શનના બોજાથી મુક્તિ 
કેન્દ્ર સરકાર સેનામાં યુવાઓની ભરતી કરવા માટે અગ્નિપથ યોજના લાગુ કરવા જઇ રહી છે. આનાથી દેશના લાખ્ખો યુવાનોનું  સેનામાં ભરતી થવાનુ સપનુ સાકાર થશે. આ અતર્ગત ભૂમિદળ, નૌકાદળ અને વાયુસેના માટે યુવાનોની ભરતી કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત યુવાનોની ભરતી ચાર વર્ષ માટે થશે.સેનામાં શામેલ થનારા યુવાનોને અગ્નિવીરના નામથી ઓળખવામાં આવશે.
what is agneepath scheme:क्या है 'अग्निपथ' योजना और क्यों हो रहा विरोध?
અહીં મહત્વપૂર્ણ વાત એ છે કે યુવાનોના સેનામાં ભરતી થયા બાદ સશસ્ત્રદળોની સરેરાશ ઉંમરમાં ઘટાડો જોવા મળશે. આ ઉપરાંત સૈનિકોના રિટાયર થયા બાદ સરકાર પર પડનારો પેન્શનનો બોજો પણ ખતમ થઇ જશે. 
  • ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવાય છે આ યોજના 
  • રીટાયર થતા સૈનિકોને મળશે મોટી રકમ 
  • રિટાયર થતા સૈનિકોને મળશે સર્ટિફિકેટ 
  • કોર્પોરેટ સહિતના ક્ષેત્રમાં કામ કરવા મળશે મદદ 
અગ્નિપથ યોજનાને ટૂર ઓફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય વાત એ છે કે સેનામાં શામેલ થનારા યુવાનોને 4 વર્ષ સુધી સેવા બજાવ્યા બાદ મોટી રકમ સાથે રિટાયર કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર તેમના આગળના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમને ડિપ્લોમા અને સર્ટિફિકેટથી સમ્માનિત કરશે. સાથે જ કોર્પોરેટ સહિત અન્ય ક્ષેત્રમાં કામ કરવા માટે તેમની મદદ પણ કરવામાં આવશે.
Agneepath Scheme: Is Central Govt Did Another Mistake Like Farm Laws How  Cabinet Ministers Defending Yojana News In Hindi - Agneepath Scheme 2022:  केंद्र की एक 'चूक' के डैमेज कंट्रोल के लिए
  • 'ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કિમ'નું બીજુ નામ છે અગ્નિપથ 
  • સૈનિકોની શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર થાય છે  ભરતી
  • ભરતી થનારા યુવકોને અપાય છે ટ્રેનિંગ 
  • સેનાની ત્રણેય પાંખોમાં કરાશે ભરતી 
 
અગ્નિપથ યોજના ભારતીય સેનાની ટૂર ઓફ ડ્યૂટી એન્ટ્રી સ્કીમને આપવામાં આવેલું એક નામ છે. 2 વર્ષ પહેલા ટૂર ઓફ ડ્યૂટી યોજના પર ચર્ચા શરૂ થઇ હતી. આ યોજના અંતર્ગત સૈનિકોની  શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવશે. ભરતી કરવામાં આવનારા યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે. અને પછી તેમને જેતે સ્થળ પર તૈનાત કરવામાં આવશે. આ પદ્ધતિ સ્થાયી રીતે સૈનિકોને નિયુક્ત કરવાની હાલની પ્રથાને ખતમ કરી દેશે. અને આ રીતે સેનાની ભરતીની પદ્ધતિમાં મોટો બદલાવ આવશે. સશસ્ત્રદળો પાસે સ્પેશિયલ વર્ક માટે સ્પેશિયાલિસ્ટ યુવાનોની ભરતી કરવાનો ઓપ્શન પણ હશે. આ અંતર્ગત સેનાની ત્રણેય પાંખોમાં ભરતી કરવામાં આવશે. 
agnipath scheme launched today all latest news pm narendra modi indian  army: भारतीय सेना के लिए अग्निपथ स्कीम लॉन्च, सेना में भर्ती के लिए सैन्य  बलों का बड़ा प्लान, रक्षा ...
કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં જ અગ્નિપથ યોજના માટે ભરતી શરૂ કરવામાં આવશે. અગ્નિપથ યોજના અંતર્ગત એલિજિબિલિટી ક્રાયટેરિયા કંઇક આ પ્રમાણે છે. 
અગ્નિપથ યોજનાનો ક્રાઇટેરિયા અને તેની જોગવાઇઓ  
  • અગ્નિપથ માટે 17.5 વર્ષથી 23 વર્ષની વચ્ચેના ઉમેદવાર આવેદન કરી શકશે 
  • આવેદન કરનાર યુવક ઓછામાં ઓછો 10 ધોરણ પાસ હોવો જોઇએ 
  • ભરતી થનારા યુવાનોને છ મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવશે
  • ટ્રેનિંગ બાદ  સાડા ત્રણ વર્ષ સુધી સેનામાં સર્વિસ આપવાની રહેશે
  • ભરતી માટે અન્ય ક્રાઇટેરિયાને ટુંક સમયમાં સરકાર દ્વારા જારી કરવામાં આવશે. 
  • પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.30 હજાર વેતન 
  • બીજા વર્ષે પ્રતિમાસ રૂ.33 હજાર વેતન 
  • ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.36,500 વેતન 
  • ચોથા વર્ષે પ્રતિમાસ રૂ.40 હજાર વેતન 
  • વેતનના 30 ટકા સરકાર સેવિંગ તરીકે જમા રાખશે 
  • તેટલી જ બીજી રકમ સરકાર પોતાના તરફથી ઉમેરશે 
  • નિવૃતિ સમયે સૈનિકને અંદાજે 10થી 12 લાખ રૂ. મળશે 
 
  • અગ્નિપથ યોજના અંતર્ગત પહેલા વર્ષે 30 હજાર વેતન આપવામાં આવશે. બીજા વર્ષે 33 હજાર રૂપિયા વેતન અપાશે. ત્રીજા વર્ષે રૂ. 36,500 વેતન અપાશે. અને ચોથા વર્ષે તે 40,000રૂ. થઇ જશે. 
  • સેવા નિધિ યોજના અંતર્ગત સરકાર વેતનનો 30 ટકા હિસ્સો સેવિંગરૂપે રાખી લેશે અને તેમાં તેટલી જ રકમનું સરકાર પોતે યોગદાન આપશે. 
  • આ બધી રકમ સાથે ચાર વર્ષ પછી સૈનિકોને 10 થી 12 લાખ રૂપિયા જેટલી રકમ મળશે. આ રકમ ટેકસ ફ્રી હશે.
  • યોજના અંતર્ગત ભરતી થનારા યુવાનોને કાશ્મીર અને દેશના અલગ-અલગ હિસ્સાઓમાં તૈનાત કરવામાં આવશે. 
Advertisement
Tags :
Advertisement

.