Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Twitter પર બ્લુ ટિક મેળવવા શું કરશો? જાણી લો નિયમો...

ટ્વિટર પર બ્લુ ટિક લગાવવી એ દરેક માણસની ઈચ્છા હોય છે. પરંતુ આ બ્લુ ટિક મેળવવી એટલી સરળ નથી. તમે ઘણા ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક જોઇ હશે, પરંતુ મોટાભાગના એવા એકાઉન્ટ છે જેમાં આ બ્લુ ટિક નથી. બ્લુ ટિક ફક્ત ખાસ લોકોને આપવામાં આવે છે. આ લોકોમાં મોટી હસ્તીઓથી લઈને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ વગેરેનો સમાવેશ થાય છે.ટ્વિટર પર આ બ્લુ ટિકનો અર્થ છે કે તમારું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઈડ છે અને નકલી નથી. આ à
twitter પર બ્લુ ટિક મેળવવા શું કરશો  જાણી લો નિયમો
Advertisement
ટ્વિટર પર બ્લુ ટિક લગાવવી એ દરેક માણસની ઈચ્છા હોય છે. પરંતુ આ બ્લુ ટિક મેળવવી એટલી સરળ નથી. તમે ઘણા ટ્વિટર એકાઉન્ટ પર બ્લુ ટિક જોઇ હશે, પરંતુ મોટાભાગના એવા એકાઉન્ટ છે જેમાં આ બ્લુ ટિક નથી. બ્લુ ટિક ફક્ત ખાસ લોકોને આપવામાં આવે છે. આ લોકોમાં મોટી હસ્તીઓથી લઈને રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ વગેરેનો સમાવેશ થાય છે.
ટ્વિટર પર આ બ્લુ ટિકનો અર્થ છે કે તમારું ટ્વિટર એકાઉન્ટ વેરિફાઈડ છે અને નકલી નથી. આ બ્લુ ટિક એટલા માટે આપવામાં આવે છે જેથી લોકોને આવી સેલિબ્રિટીઝ કે પછી ખાસ હસ્તીઓના અસલી એકાઉન્ટ વિશે ખબર પડે અને તેઓ કોઈપણ ફેક એકાઉન્ટના સંપર્કમાં આવવાથી બચી શકે. 
તમને જાણીને નવાઈ લાગશે કે ટ્વિટર પર લાખો લોકોના એકાઉન્ટ છે, પરંતુ તેમાંથી માત્ર 89 હજાર એકાઉન્ટ વેરિફાઈડ છે. મસ્ક વધુને વધુ લોકોને બ્લુ ટીક આપવાની તરફેણમાં છે. 
બ્લુટીક મેળવવી નથી સરળ..
તે માટે લિસ્ટેડ પ્રોફાઇલ્સમાં સમાવિષ્ટ હોવું જરૂરી છે. બ્લુટીક મેળવવા માટે આપ ટવીટર દ્વારા લિસ્ટેડ પ્રોફાઇલ્સમાં આવતા હોવ તે પણ જરૂરી છે.. 
How A Twitter Blue Checkmark Can Earn Trust For Your Brand In 2021 |  LoginRadius Blog

બ્લુટીક મેળવવા માટેની લિસ્ટેડ પ્રોફાઇલ્સ કઇ-કઇ છે?
1. સરકાર
2. કંપની
3. બ્રાન્ડ 
4. સંસ્થા
5. સમાચાર સંગઠન 
6. પત્રકાર 
7. મનોરંજન ઉદ્યોગ 
8. સ્પોર્ટ્સ પર્સન 
9. કાર્યકરો
10. આયોજકો
11. પ્રભાવશાળી વ્યક્તિઓ
આ પ્રોફાઇલ્સમાંથી કોઇ એક પ્રોફાઇલ આપ ધરાવતા હોવ તો ટવીટર પર આપ બ્લુટીક મેળવવા માટેની એક શરત પૂરી કરો છો. 
બ્લુટીક મેળવા માટે આપે સૌથી પહેલા શું કરવું પડશે ?
  • સૌથી પહેલા સેટીંગમાં જઇને રિકવેસ્ટ વેરિફીકેશન પર ક્લિક કરવું. 
  • આ બટન પર ક્લિક કર્યા પછી કેટેગરી સિલેક્ટ કરવી. 
  • આઇ કાર્ડની મદદથી પ્રુફ આપવું.
  • ઓફિશિયલ વેબસાઇટની લિંક આપવી.
એપ્લિકેશન કર્યાના થોડા દિવસો બાદ ટવીટર તરફથી આપને એક મેઇલ આવશે. જો આપની એપ્લીકેશન મંજુર થઇ જાય છે તો આપના એકાઉન્ટ આગળ બ્લૂટીક આપોઆપ આવી જશે.. જો એપ્લિકેશન મંજુર ન થાય તો આપ 30 દિવસ બાદ ફરીથી એપ્લાય કરી શકો છો. 
Tags :
Advertisement

.

×