Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

‘દુષ્કર્મ માટે મોબાઇલ અને નજીકના લોકો જવાબદાર’, હર્ષ સંઘવીની આ વાત સાચી કે ખોટી? લોકોએ શું કહ્યું?

રાજ્યમાં તેમજ  દેશમાં સતત દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. દરરોજ આ પ્રકારના સમાચારો સામે આવે છે. જેને લઇને દીકરીઓ તથા મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ પણ ઉઠે છે. ક્યારેક પોલીસ પર તો ક્યારેક પ્રશાસન અને સિસ્ટમ પર. તેવામાં હવે આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું એક નિવેદન આવ્યું છે. હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક કાર્યક્રમની અંદર અવું કહ્યું કે મોબાઇલ અને નજીકના સંબંધી દુષ્કર્મ àª
 lsquo દુષ્કર્મ માટે મોબાઇલ અને નજીકના લોકો જવાબદાર rsquo   હર્ષ સંઘવીની આ વાત સાચી કે ખોટી  લોકોએ શું કહ્યું
રાજ્યમાં તેમજ  દેશમાં સતત દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે. દરરોજ આ પ્રકારના સમાચારો સામે આવે છે. જેને લઇને દીકરીઓ તથા મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ પણ ઉઠે છે. ક્યારેક પોલીસ પર તો ક્યારેક પ્રશાસન અને સિસ્ટમ પર. તેવામાં હવે આ અંગે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું એક નિવેદન આવ્યું છે. હર્ષ સંઘવીએ સુરતમાં આયોજિત એક કાર્યક્રમની અંદર અવું કહ્યું કે મોબાઇલ અને નજીકના સંબંધી દુષ્કર્મ માટે જવાબદાર છે. આવું તેમણે એક સર્વેનો ઉલ્લેખ કરીને કહ્યું છે. 
હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગૃહ મંત્રીએ કહ્યું કે રેપ થાય એટલે આપણે પોલીસને બ્લેમ કરીએ છીએ. આ પ્રકારની ઘટના સમાજ માટે કલંક છે. ગુજરાત આખા દેશમાં સૌથી સુરક્ષિત રાજ્ય છે. ગમે તેટલું સુરક્ષિત હોય આમ છતા આ પ્રકારની એક પણ ઘટના આપણા શહેર કે રાજ્યમાં બને તે ના પોસાય. તેનો મતલબ એ નથી કે આપણે દરેક વખતે પોલીસ પર આરોપ લગાવીએ. તમે મને એમ કહો કે કોઇ પિતા પોતાની નાની દીકરી પર રેપ કરે તો તે સૌથી મોટો સામાજિક પ્રશ્ન છે કે નહીં? એક બાપ પોતાની દીકરી પર આ પ્રકારનું કૃત્ય કરે તેનું સૌથી મોટું કોઇ કારણ હોય તો તે આ મોબાઇલ છે. અમે લોકોએ એક સર્વે કરાવ્યો અને એ સર્વેમાં રેપ માટેનું સૌથી મોટું કારણ મોબાઇલ સામે આવ્યું છે. તેના સિવાયનું એક કારણ સર્વેમાં સામે આવ્યું છે. આ પ્રકારની મહત્તમ ઘટનામાં પડોશી, સબંધીઓ અથવા તો જાણીતા લોકો જ જવાબદાર હોય છે.
સજા સમયસર નથી મળતી તે પણ એટલું જ સાચું
ગૃહ રાજય મંત્રીના આ નિવેદન બાદ સમાજમાં નવી ચર્ચા છેડાઇ છે. ઘણા લોકો માની રહ્યાં છે કે ગૃહ રાજય મંત્રીની વાત સાચી છે અને હાલના સોશિયલ મીડિયાના જમાનામાં અને સહેલાઇથી ઉપલબ્ધ પોર્ન સાહિત્યના કારણે સમાજમાં વિકૃત માનસિકતા ઉભી થઇ છે. જો કે એવા લોકો પણ છે જેઓ માને છે કે આ માટે તંત્ર જવાબદાર છે. કાયદાનું કડક પાલન ના થવાના કારણે દોષીતોને યોગ્ય સજા સમયસર નથી મળતી તે પણ એટલું જ સાચું છે. અને તેના કારણે સમાજમાં વારંવાર આ પ્રકારના બનાવો બની રહ્યા છે. ત્યારે આવો જાણીએ કે હર્ષ સંઘવીના આ નિવેદન વિશે લોકોનો શું મત છે? નિષ્ણાંતોનું આ વિશે શું કહેવું છે?

આ મુદ્દે ગૃહ રાજય મંત્રી સાચા છે
‘ગુજરાત ફર્સ્ટ’ દ્વારા આ અંગે મૂળ ગુજરાતી અને મુંબઇના જાણીતા મોડેલ એશ્રા પટેલ સાથે વાત કરવામાં આવી હતી. તેમણે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે ‘આ મુદ્દે ગૃહ રાજય મંત્રી સાચા છે. મોટા ભાગના કિસ્સાઓમાં નજીકના સંબંધીઓ દ્વારા જ દુષ્કર્મ આચરવામાં આવે છે. હું પોતે પણ તેનો ભોગ બની ચુકી છું. નાનપણમાં તમારી સાથે આ પ્રકારનું કૃત્ય થાય તો તેની અસર લાંબા ગાળા સુધી તમારી માનસિકતા પર પડે છે અને મોટા થયા પછી પણ તેમાંથી જલ્દી બહાર નથી આવી શકાતું. તમને સતત એવું લાગ્યા કરે છે કે આ સમગ્ર ઘટનામાં મારો જ વાંક હશે પણ વાસ્તવમાં એવું હોતું નથી. નાનપણમાં થયેલા આ કૃત્ય વિશે પોતે કઇ રીતે જવાબદાર હોઇ શકે? દુષ્કર્મના કિસ્સાઓમાં મોટા ભાગે ઘરના અને નજીકના જ લોકો જવાબદાર હોય છે. હાલના સમયમાં ઇન્ટરનેટ પણ જવાબદાર છે. સહેલાઇથી પોર્ન સાહિત્ય પણ ઉપલબ્ધ છે અને બાળકો તથા યુવકો છુપાઇને બધું જ જુવે છે. જેથી તેના પર પણ નિયંત્રણ કરવું જરુરી બન્યું છે. અમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ ન હતું છતાં તે વખતે પણ આ પ્રકારના કિસ્સાઓ બનતાં જ હતા. હું પોતે તેનો ભોગ બનેલી હોવાથી મને ખબર છે કે દુષ્કર્મ અને જાતીય સતામણીની ઘટનાઓ માટે નજીકના લોકો જ જવાબદાર હોય છે અને તે વાત સાચી છે.’
ઘરના દીકરાઓને મહિલાઓનું માન જાળવવાનું શીખવવું ખૂબ જરુરી
ગુજરાતના સિનિયર સાયકોલોજીસ્ટ પ્રશાંત ભીમાણીએ પણ રેપિસ્ટની સાયકલોજી અંગે તારણો સ્પષ્ટ કર્યા. તેમણે ‘ગુજરાત ફર્સ્ટ’ને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘મોબાઇલ બાળકોના વિકાસમાં ચોક્ક્સપણે અસર કરે છે. ખાસ કરીને ટિનેજર્સમાં આ વૃત્તિ વધુ મોબાઇલ જોઇને ભડકે છે. જે ક્રાઇમના સ્વરુપે બહાર આવે છે. બહુ ચર્ચિત નિર્ભયા કેસના સગીર આરોપીએ પણ આ વાત કબૂલી હતી. આવા વર્તન પાછળ ચોક્કસપણે બાળ માનસિકતા જવાબદાર છે. ખાસ કરીને ઉછેરની ક્ષતિઓ અને માતા પિતાની ગેરસમજણોનો પ્રભાવ ચોક્ક્સ પણે બાળકના ચારિત્ર્ય ઘડતર અને માનસિકતા પર થાય છે. ઘરમાં માતા પિતાના સંબંધો, લગ્નનેતર સંબંધો, ઝધડાઓ પણ બાળમાનસને વિકૃત અસર કરે છે. હું માનું છું કે બાળકોને જાતીય શિક્ષણ ઘરથી જ મળવું જોઇએ. 
મોટાભાગના કિસ્સાઓમાં ઘર કે નજીકના લોકો જ જવાબદાર હોય છે. તે વાત પણ ઘણે અંશે સાચી છે કારણેકે હજુ પણ આવા કિસ્સામાં પિડિતને જ ગુનેગાર ગણવામાં આવે છે. સામાજીક ટેબૂ અને  ઇજ્જ્તના ભયથી સમાજમાં આવી ઘટનાઓ પર પડદો પાડી દેવમાં આવે છે. ઘણીવાર ટીનેજર નશાના રવાડે ચડતા હોય છે. તેનું કારણ માતાપિતાની વ્યસ્તતા હોય છે. બાળકોને પરિવારમાં પૂરતો સમય અને શિક્ષણ મળવું ખૂબ જરુરી છે. ખાસ કરીને ઘરના દીકરાઓને મહિલાઓનું માન જાળવવાનું શીખવવું ખૂબ જરુરી છે. સાથે જ જજો તમારા બાળકમાં આવી વિકૃતિના કોઇ લક્ષણ દેખાય તો નિષ્ણાતની સલાહ લેવી જોઇએ. જેમ બીમાર શરીરનો ઇલાજ થઇ શકે તેમ મન પણ માંદું પડી શકે અને તેનો ઇલાજ પણ શક્ય છે. આ વાત સમાજે સ્વીકારવી જરુરી છે.  ’

ગૃહ રાજય મંત્રીએ કરેલી આ વાત સદંતર ખોટી
આ મુદ્દે વડોદરાના સહિયર સંગઠનના કમલ ઠાકરે ગૃહ રાજય મંત્રીના આ દાવાને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે ‘ગૃહ રાજય મંત્રીએ કરેલી આ વાત સદંતર ખોટી છે. સ્ત્રીઓ પર તમામ પ્રકારની હિંસા વધી ગઇ છે. સ્ત્રીઓ પર દુષ્કર્મ, કામકાજના સ્થળે જાતિય સતામણી અને છેડતી સહિતના બનાવો તથા ઘરેલું હિંસાના બનાવો વધી ગયા છે. આ તમામ માટે તંત્ર જ જવાબદાર છે. કારણ કે કાયદાનું કડક પાલન કરાતું નથી અને અપરાધીઓને યોગ્ય સજા થતી તેથી આ પ્રકારના બનાવોને ટાળી શકાતા નથી. સરકાર કડક રીતે કાયદાનું પાલન કરાવે તો જ મહિલાઓની સલામતી યોગ્ય રીતે થઇ શકશે.’

અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ થાય છે,પોર્ન સાહિત્ય બહુ જોવાય છે
વડોદરાના સમાજ સેવિકા શોભા રાવલે આ બાબતે ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે સીધી વાત કરતા જણાવ્યું કે ગૃહ રાજય મંત્રીની વાત ખરેખર સાચી છે. તેમણે કહ્યું કે ‘અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ બહુ થાય છે. પોર્ન સાહિત્ય બહુ જોવાય છે. જેથી કોઇ જો આ પ્રકારના સાહિત્યનો ઉપયોગ કરે અને પોલીસને તુંરત તેની જાણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાય તો ઘણું અંકુશમાં આવી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે દુષ્કર્મના કિસ્સાઓમાં મોટા ભાગે નજીકની વ્યક્તિઓ જ જવાબદાર હોય છે. પીડિતાની નજીકના અને જાણીતા લોકો દ્વારા જ દુષ્કર્મ કરાતું હોવાના અસંખ્ય દાખલા જોવા મળે છે. આવી ઘટનામાં ભોગ બનનાર તેના પરિવારને પણ કંઇ કહી શકતી નથી. જેથી મારી દરેક મા બાપને અપીલ છે કે તેઓ પોતાની છોકરીઓને પ્રેમ અને લાગણીસભર વાતાવરણ પુરુ પાડે. જેથી જો છોકરી આ પ્રકારના કૃત્યનો ભોગ બને તો તે વાત તે પોતાના મા બાપને કહી શકે. આજના સમયમાં છોકરીઓને જૂડો કરાટેની તાલિમ પણ આપવી એટલી જ જરુરી છે. જૂડો કરાટે જેવી તાલીમ લઇ ચુકેલી યુવતી આવા કૃત્યો કરનારાઓને ધોબી પછાડ આપી શકે છે અને પોતાનો બચાવ કરી શકે છે.’

પરિવારના લોકો આવી ઘટનાને "ભૂલ" સમજી  માફ કરી દે છે. જેનાથી વિકૃત લોકોને ખુલ્લો અવકાશ મળે છે
હર્ષ સંઘવીના આ નિવેદન પર ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં સાયકોલોજીસ્ટ પૂર્વી ભીમાણીએ જણાવ્યું હતું કે ‘આજના સમયમાં શિક્ષણ, ટેક્નોલોજી અને મોર્ડન વિચારસરણીના યુગમાં પણ આવા જઘન્ય અપરાધો જો નથી રોકાઇ રહ્યાં તો ક્યાંકને ક્યાંક આ માટે આપણે સુધરવાની નહીં સખત બદલાવની જરુર છે. મોટાં ભાગની છેડતી અને દુષ્કર્મની ઘટનાઓમાં નજીકના કે ઘરના લોકો જ જવાબદાર હોય છે, કારણ કે ઘરના પુરુષોને પોતાની જવાબદારી કે વર્તન  કેવી રીતે કરવાનું શીખવામાં જ આવતું નથી. જાતીય શિક્ષણ અંગેની અધુરી સમજણ ઘણાં અંશે જવાબદાર હોય છે. અધુરી સમજણ અને જીજ્ઞાસાના કારણે બાળકો મોબાઇલમાં ફંફોશે છે. ઘરમાં સતત સ્ત્રીઓનો અસ્વીકાર અને તેની ઇચ્છા અનિચ્છા અંગે સેવાતી ઘોર બેદરકારી પણ નાના બાળકોમાં આવી વિકૃતિનું કારણ હોય છે. પ્રથમ તો આ જ્ઞાન બાળકોને યોગ્ય ઉંમેરે મળવું જરુરી છે. બીજું કે ઘર પરિવાર કે આસપાસના લોકો જ આવા કૃત્યોમા જવાબદાર હોય છે. એ સત્ય છે કારણે કે આવી ઘટનાઓમાં માતા પિતા પહેલાં બાળકને જ જવાબદાર ગણે છે. તેઓ સંબંધીને જવાબદાર ગણતા નથી. 
પરિવારના લોકો આવી ઘટનાને "ભૂલ" સમજી  માફ કરી દે છે. જેના કારણે આસપાસના લોકોને ખુલ્લો અવકાશ મળે છે. નજીકના લોકો પરનો આંઘળો વિશ્વાસ પણ જવાબદાર હોય છે. મોબાઇલ આજના જમાનાની જરુરિયાત બની ગયો છે. પરિવારમાં બાળકથી માંડીને માતા પિતા, દાદા- દાદી બધાં જ મોબાઇલ વાપરે છે. પરંતુ બાળક માતા કે પિતાને છૂપી રીતે મોબાઇલ વાપરતા જોઇને તેવું શીખે છે. બાળકોને મોબાઇલ કઇ ઉંમરે આપવો તે પણ જરુરી છે. માતા પિતા જો બાળક કઇ બુક વાંચે, શું વાંચે, શું બને તે શીખવાડી શકતા હોય તો મોબાઇલના અશ્લીલ સાહિત્ય વિશે પણ શીખવી જ શકે. પરતું માતા પિતા ત્યાં ચૂપકદી સેવે છે. વિકૃતિઓ સદીઓથી ચાલી આવે છે પણ કેળવણી તો ઘરથી જ શરુ થવી જોઇએ. આટલું ભણતણ અને ટેક્નોલોજી હોવા છતાં આપણે ચલાવી લઇએ છીએ તે જ આપણી વિકૃતિ છે.’
Advertisement
Tags :
Advertisement

.