Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહોની પ્રતિમા વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ભારત (India)ના નવા સંસદ ભવન (Parliament House)માં સ્થાપિત સિંહ (Lion)ની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે આ ટિપ્પણી કરી છે. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આ મુદ્દે કરાયેલી અરજી ફગાવી દીધી અને કહ્યું કે તે વ્યક્તિના મન પર નિર્ભર કરે છે. નવા સંસદ ભવન પર સિંહની પ્રતિમા સ્થાપિતસેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે સંસદ ભવન પર સિંહની પ્ર
નવા સંસદ ભવનમાં સ્થાપિત સિંહોની પ્રતિમા વિશે સુપ્રીમ કોર્ટે શું કહ્યું
ભારત (India)ના નવા સંસદ ભવન (Parliament House)માં સ્થાપિત સિંહ (Lion)ની પ્રતિમા કાયદાનું ઉલ્લંઘન કરતી નથી. સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે આ ટિપ્પણી કરી છે. આ સાથે કોર્ટે આક્રમક મૂર્તિના દાવા પર પણ સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે આ મુદ્દે કરાયેલી અરજી ફગાવી દીધી અને કહ્યું કે તે વ્યક્તિના મન પર નિર્ભર કરે છે. 

નવા સંસદ ભવન પર સિંહની પ્રતિમા સ્થાપિત
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ભાગરૂપે સંસદ ભવન પર સિંહની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ અંગે રાજકીય પક્ષો તરફથી પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં કરાઇ હતી અરજી
આ મામલે બે એડવોકેટ એલ્ડનીશ રેઈન અને રમેશ કુમાર વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ દાવો કર્યો હતો કે નવી પ્રતિમા ભારતના રાજ્ય પ્રતીક (અયોગ્ય ઉપયોગ પર પ્રતિબંધ) અધિનિયમ, 2005 હેઠળ મંજૂર કરાયેલ રાષ્ટ્રીય પ્રતીકની ડિઝાઇનની વિરુદ્ધ છે.

કોર્ટે અરજી ફગાવી દીધી
 જો કે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ અરજી ફગાવી દીધી હતી. એડવોકેટ રેને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રતીકની મંજૂર ડિઝાઇનમાં કોઈ આર્ટવર્ક કરી શકાય નહીં. આ સાથે અરજદારે એમ પણ કહ્યું કે તેમાં 'સત્યમેવ જયતે'નો લોગો નથી. જો કે, કોર્ટે કહ્યું કે આ મૂર્તિના નિર્માણમાં કાયદાનું ઉલ્લંઘન થયું નથી. 
અરજીમાં શું કહેવામાં આવ્યું?
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રતીકમાં સામેલ સિંહો વિકરાળ અને આક્રમક જોવા મળે છે, જેમનું મોં ખુલ્લું છે અને દાંત દેખાય છે. જ્યારે સારનાથમાં મૂર્તિના સિંહો શાંત જોવા મળે છે. વધુમાં કહેવાયું છે કે ચાર સિંહ બુદ્ધના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. પિટિશન મુજબ, તે માત્ર એક ડિઝાઇન નથી, તેનું પોતાનું સાંસ્કૃતિક મહત્વ છે.
Advertisement
Tags :
Advertisement

.