સાંસદ રવિકિશન સાથે મુંબઇના બિઝનેસમેને આ શું કર્યું?
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશને (Ravi Kishan) મુંબઈ (Mumbai)ના એક વેપારી વિરુદ્ધ 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે (Police) આ અંગે માહિતી આપી હતી. સવા ત્રણ કરોડની છેતરપીંડીપોલીસે જણાવ્યું કે સાંસદ રવિ કિશન સાથે મુંબઈના એક બિઝનેસમેને રૂ. 3.25 કરોડની છેતરપિંડી કરી છે અને તેમણે આ મામલે કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગà«
Advertisement
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ગોરખપુરના સાંસદ અને અભિનેતા રવિ કિશને (Ravi Kishan) મુંબઈ (Mumbai)ના એક વેપારી વિરુદ્ધ 3.25 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. પોલીસે (Police) આ અંગે માહિતી આપી હતી.
સવા ત્રણ કરોડની છેતરપીંડી
પોલીસે જણાવ્યું કે સાંસદ રવિ કિશન સાથે મુંબઈના એક બિઝનેસમેને રૂ. 3.25 કરોડની છેતરપિંડી કરી છે અને તેમણે આ મામલે કેન્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે વેપારી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
34 લાખના ચેક બાઉન્સ થતાં ફરિયાદ
પોલીસમાં દાખલ કરાયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2012માં રવિ કિશને પૂર્વ મુંબઈમાં રહેતા જૈન જિતેન્દ્ર રમેશ નામના વ્યક્તિને 3.25 કરોડ રૂપિયા આપ્યા હતા અને જ્યારે તેમણે તેની પાસેથી પૈસા પરત માંગ્યા ત્યારે તેણે તેમને 34 લાખના 12 ચેક આપ્યા હતા. જ્યારે સાંસદે 7 ડિસેમ્બર, 2021ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બેંક રોડ ગોરખપુર શાખામાં 34 લાખના ચેક જમા કરાવ્યા ત્યારે ચેક બાઉન્સ થયા હતા. સતત પૈસા માંગવા છતાં વેપારી પૈસા પરત આપવા રાજી ન થતાં સાંસદે પોલીસમાં ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરુ કરી
કેન્ટ પોલીસ પોલીસે જણાવ્યું કે પોલીસે આ અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પહેલા સાંસદ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંઘરિયામાં રહેતા હતા, પરંતુ તાજેતરમાં તેઓ પ્લેનેટોરિયમ લેક વ્યૂ કોલોની સ્થિત મકાનમાં રહેવા આવ્યા છે. તાજેતરમાં જ રવિ કિશને પોતાની પારિવારિક સમસ્યા વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની માતા કેન્સરથી પીડિત છે અને તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થોડા મહિના પહેલા તેમના મોટા ભાઈનું પણ બીમારીના કારણે મૃત્યુ થયું હતું.