Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પતિ-પત્નીના ઝઘડામાં બાળકોના મુદ્દે શું કહ્યું હાઇકોર્ટે ?

બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને માતા અને પિતા બન્નેના પ્રેમની જરૂર હોવાનું ગુજરાત  હાઇકોર્ટે જણાવ્યું છે. પતિ અને પત્નીના વિખવાદોને લઇને  હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નથી. ગુજરાત હાઇકોર્ટે મંગળવારે પતિ પત્નીના ઝઘડાઓના મુદ્દે મહત્વનું અવલોકન કરતાં કહ્યું હતું કે મા બાપના પ્નેમનો ફુવારો બાળક માટે જરુરી છે. બાળકોના સર્વાંગી વિકà
પતિ પત્નીના ઝઘડામાં બાળકોના મુદ્દે શું કહ્યું હાઇકોર્ટે
બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને માતા અને પિતા બન્નેના પ્રેમની જરૂર હોવાનું ગુજરાત  હાઇકોર્ટે જણાવ્યું છે. પતિ અને પત્નીના વિખવાદોને લઇને  હાઇકોર્ટે અવલોકન કર્યું હતું કે પતિ પત્નીના ઝગડાનો ભોગ બાળકો બને એ વ્યાજબી નથી. 
ગુજરાત હાઇકોર્ટે મંગળવારે પતિ પત્નીના ઝઘડાઓના મુદ્દે મહત્વનું અવલોકન કરતાં કહ્યું હતું કે મા બાપના પ્નેમનો ફુવારો બાળક માટે જરુરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને માતા અને પિતા બંનેના પ્રેમની જરુરી છે અને બાળકો પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાનો ભોગ બને તે વ્યાજબી નથી. હાઇકોર્ટે ફેમેલી કોર્ટને હુકમ કર્યો હતો કે  બાળકની કસ્ટડી માતા જોડે હોય તો પણ પિતાને તેમને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. જો કસ્ટડી પિતા જોડે હોય તો માતાને પણ બાળકને મળવા અને વ્હાલ કરવાનું વાતાવરણ મળવું જોઈએ. આ માટે જરૂરી માળખું અને વાતાવરણ ઉભું થાય એ જરૂરી છે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું. કૌટુંબિક વિખવાદના કારણે બાળકને અન્યાય ના થાય એ જોવું પણ જરૂરી છે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું. 
Advertisement
Tags :
Advertisement

.