Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

10માં ધોરણના વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં શું લખ્યું કે બોર્ડ લાલઘૂમ થયું!

પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ધોરણ 10ની પરિક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની આન્સરશીટમાં તૃણમુલ કોંગ્રેસના નારા 'ખેલા હોબે' લખી નાંખ્યું હતું. આ જોયા બાદ પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ પર બગડયું છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આવું ના લખવા સ્પષ્ટ ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળ બોર્ડ દ્વારા 10માં ધોરણની બોર્ડની પરિક્ષાનું તાજેતરમાં આયોજન કરાયું હતું. પરિક્ષામાં કેટલાà
10માં ધોરણના વિદ્યાર્થીઓએ આન્સરશીટમાં શું લખ્યું કે બોર્ડ લાલઘૂમ થયું
પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ધોરણ 10ની પરિક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની આન્સરશીટમાં તૃણમુલ કોંગ્રેસના નારા 'ખેલા હોબે' લખી નાંખ્યું હતું. આ જોયા બાદ પશ્ચિમ બંગાળ માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓ પર બગડયું છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને આવું ના લખવા સ્પષ્ટ ચેતવણી આપી છે. 
પશ્ચિમ બંગાળ બોર્ડ દ્વારા 10માં ધોરણની બોર્ડની પરિક્ષાનું તાજેતરમાં આયોજન કરાયું હતું. પરિક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓએ પોતાની આન્સરશીટમાં ટીએમસીના લોકપ્રિય નારા 'ખેલા હોબે'ને લખી નાંખ્યું હતું. ત્યારબાદ બોર્ડ લાલઘૂમ થયું છે અને વિદ્યાર્થીઓને ચેતવણી આપી હતી કે ધોરણ 12ની બોર્ડ પરિક્ષામાં આવું કંઇ લખવામાં આવશે તો વિદ્યાર્થીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. હાલ ધોરણ 12ની બોર્ડ પરિક્ષા ચાલી રહી છે. 
ગત મહિને પશ્ચિમ બંગાળમાં બોર્ડ પરિક્ષા યોજાઇ હતી. વિદ્યાર્થીઓએ પોતાની આન્સરશીટમાં લખ્યું હતું કે 'ખેલા હોબે'. હવે બોર્ડે કહ્યું છે કે ધોરણ 12ની પરિક્ષામાં જો કોઇ વિદ્યાર્થી આન્સરશીટ માં રાજકારણને લગતો સંદેશ અથવા ચિત્ર દોરશે તો તે વિદ્યાર્થી સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષકોને આવી આન્સરશીટ નહી તપાસવા પણ જણાવી દેવાયું છે. આવું લખનારા વિદ્યાર્થીઓને સજા શું મળશે તે કાઉન્સિલ દ્વારા બનાવાયેલી પાવર કમિટી નક્કી કરશે 
Advertisement
Tags :
Advertisement

.