Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પેટ્રોલ ડીઝલનો વેટ ઓછો કરવાના મુદ્દે શું કહ્યું મમતા બેનર્જીએ? જાણો

ભારતમાં વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે રાજકારણ શરુ થયું છે. વડાપ્રધાને બુઘવારે રાજયોને પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઓછો કરવાની કરેલી અપિલ બાદ રાજકારણ ગરમાયુ છે અને વડાપ્રધાનના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પલટવાર પણ કર્યો છે. બુધવારે વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં રાજયોને પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઓછો કરવા અપિલ કરી હતી, જેના પગલà
પેટ્રોલ ડીઝલનો વેટ ઓછો કરવાના મુદ્દે શું કહ્યું મમતા બેનર્જીએ  જાણો
ભારતમાં વધતી જતી મોંઘવારી અને પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ વચ્ચે રાજકારણ શરુ થયું છે. વડાપ્રધાને બુઘવારે રાજયોને પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઓછો કરવાની કરેલી અપિલ બાદ રાજકારણ ગરમાયુ છે અને વડાપ્રધાનના આ નિવેદન બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પલટવાર પણ કર્યો છે. 
બુધવારે વડાપ્રધાને બોલાવેલી બેઠકમાં રાજયોને પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઓછો કરવા અપિલ કરી હતી, જેના પગલે પલટવાર કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તેમની સરકાર ગત ત્રણ વર્ષોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કાબુમાં રાખવા માટે 1500 કરોડ રુપિયા ખર્ચ કરી ચુકી છે. 
મમતા બેનર્જીએ કહ્યું કે વડાપ્રધાન મોદીનું નિવેદન એક તરફી અને ગુમરાહ કરનારું છે. તેમણે આપેલા ફેક્ટ ખોટા છે. અમે પાછલા ત્રણ વર્ષથી પેટ્રોલ અને ડીઝલ પર સબસિડી આપી રહ્યા છીએ. તેના માટે અમે વીતેલા ત્રણ વર્ષમાં 1500 કરોડ રુપિયા ખર્ચ કર્યા છે. 
તેમણે આરોપ લગાવતાં કહ્યું કે પીએમ મોદી રાજયોને પેટ્રોલ અને ડીઝલ પર ટેકસ ઘટાડવા કહી રહ્યા છે  પણ અમારા કેન્દ્ર પર 97 હજાર કરોડ રુપિયા બાકી છે. જો સરકાર તેનું અડધું પણ ચુકવણું કરે તો અમે ટેકસ ઘટાડી દઇશું. મમતાએ કહ્યું કે સરકાર બાકીની રકમ ચુકવશે તો તે પેટ્રોલ અને ડીઝલ પર 3 હજાર કરોડ રુપિયાની સબસિડી આપી દેશે. મને સબસિડીથી કોઇ પરેશાની નથી પણ હું મારી સરકાર કેવી રીતે ચલાવીશ. 
આટલું પુરતું ના હોય તેમ ટીમસીએ ટ્વીટ કરીને કહ્યું કે અમારું વચન છે કે કેન્દ્ર સરકાર બાકીની રકમ ચુકવી દેશે તો તેઓ આગામી 5 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલમાંથી તમામ ટેકસ હટાવી દેશે, તેમણે કહ્યું કે 97807.91 કરોડ અમારા બાકી નિકળે છે. નરેન્દ્ર મોદી, અમે જોઇએ છીએ કે તમે શું કરી શકશો. મમતાએ કહ્યું, બેઠક પછી પીએમ મોદીને જવાબ આપી શકાય તેમ ન હતું તેથી તેઓ તેમને જવાબ આપી શકયા નથી. 
તેમણે દાવો કર્યો કે મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલમાં 2014થી અત્યાર સુધી 1731242 કરોડ રુપિયાની કમાણી કરી છે. મમતાએ કહ્યું કે આમ છતાં પીએમ ટેકસ ઘટાડવા માટે રાજયોને જવાબદાર માને છે. 
બીજી તરફ ભાજપે મમતા સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સરકારે પહેલા તો એ જણાવવું જોઇએ કે પેટ્રોલ અને ડીઝલ પર ટેકસ કેમ ઓછો કર્યો નથી. 
Advertisement
Tags :
Advertisement

.