Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેકેના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું? મોત કેવી રીતે થયું? ડોક્ટરોએ શું કહ્યું?

બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકેનું કોલકાતામાં એક કોન્સર્ટ બાદ હાર્ટ એટેકથી અવસાન થયું છે.મળતી માહિતી પ્રમાણે શો પહેલા પણ તેમની તબિયત ખરાબ હતી. શો દરમિયાન તેઓ અસ્વસ્થ હતા. કોન્સર્ટ પૂરો થયા પછી, તેઓ હોટેલમાં પરત ગયા. જે દરમિયાન તેઓ અચાનક નીચે પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હવે તેમનું પ્રારંભિક પોસ્ટમોર્ટમ સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતà
કેકેના પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું સામે આવ્યું  મોત કેવી રીતે થયું  ડોક્ટરોએ શું કહ્યું
બોલિવૂડના પ્રખ્યાત સિંગર કેકેનું કોલકાતામાં એક કોન્સર્ટ બાદ હાર્ટ એટેકથી અવસાન થયું છે.મળતી માહિતી પ્રમાણે શો પહેલા પણ તેમની તબિયત ખરાબ હતી. શો દરમિયાન તેઓ અસ્વસ્થ હતા. કોન્સર્ટ પૂરો થયા પછી, તેઓ હોટેલમાં પરત ગયા. જે દરમિયાન તેઓ અચાનક નીચે પડી ગયા હતા. તેમને હોસ્પિટલ લઈ જતાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હવે તેમનું પ્રારંભિક પોસ્ટમોર્ટમ સામે આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ બહાર આવ્યું છે. રિપોર્ટ દર્શાવે છે કે કેકેએ હાર્ટ એટેકના લક્ષણોની અવગણના કરી હતી.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે કેકેનું મૃત્યુ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન એટલે કે હૃદયની પમ્પિંગની નિષ્ફળતાને કારણે થયું હતું. પ્રાથમિક રિપોર્ટમાં કિડની અને લીવરની બીમારી પણ દર્શાવવામાં આવી છે. કેકેનો પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાચો છે કે કેમ તેના નિર્ણય માટે વિસેરાના સેમ્પલ પણ સાચવવામાં આવ્યા છે. આ રિપોર્ટ પરથી એવું પણ બહાર આવ્યું છે કે કેકેને પણ ગેસની સમસ્યા હતી. તેઓ નિયમિત દવાઓ લેતા હતા. 30 જૂનના રોજ તેમણે કોલકાતાથી તેની પત્નીને ખભા અને હાથમાં દુ:ખાવા વિશે પણ જણાવ્યું હતું.
કેકેએ બિમારીના લક્ષણોને અવગણ્યા
SSKM હોસ્પિટલમાં KKનું પોસ્ટમોર્ટમ ઈન્દ્રાણી દાસ, ફોરેન્સિક મેડિસિન ચીફ ડૉ. અભિષેક ચક્રવર્તી અને ડૉ. સૈક શોભન દત્ત દ્વારા કરવામાં આવ્યું છે. ડોકટરોનું કહેવું છે કે હ્રદયના રોગી માટે 3 કલાક મહત્વના હોય છે. આ સમયગાળાને કેકેએ અવગણ્યો. તેને પહેલાથી જ તકલીફ થઈ રહી હતી, આમ છતા તેણે અવગણના કરી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર કેકેને 3 કલાક પહેલા જ ખરાબ તબિયતના સંકેતો મળ્યા હતા. મંગળવારે સવારે તેણે પેટમાં દુખાવાની ફરિયાદ પણ કરી હતી. તેણે તેની પત્નીને પણ આ વાત કહી હતી. 30 મેના રોજ તેણે તેની પત્નીને હાથ અને ખભામાં દુખાવાની વાત કરી હતી. 
શા માટે યુવાનોમાં હાર્ટ એટેક વધી રહ્યા છે?
આલ્કોહોલ અને ડ્રગ્સથી દૂર રહેચતા કેકેના નિધનથી તેના લાખો-કરડો ચાહકોનવે આઘાત લાગ્યો છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે યુવાનોને હાર્ટ એટેક કેમ આવી રહ્યો છે. શું છે કારણ, જેના કારણે લોકો નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. આ અંગે વાત કરતા દિલ્હીની આકાશ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. આશિષ અગ્રવાલે કહ્યું કે કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે તફાવત છે. કાર્ડિયાક અરેસ્ટ એટલે કે જેમાં દર્દીનું હૃદય કામ કરવાનું બંધ કરી દે છે. મોટા ભાગે આ હાર્ટ એટેકના કિસ્સામાં આવું થાય છે. 
મહિલાઓ અને પુરુષોમાં સિગારેટ પીવાનું પ્રમાણ વધ્યું છે જે આવું થવા માટે એક મહત્વનું કારણ છે. ફિટનેસનો અર્થ એ નથી કે હૃદય પણ સારી રીતે કામ કરી રહ્યું છે. બોડી બિલ્ડિંગ અને હાર્ટ એટેકમાં ફરક છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શા માટે સેલિબ્રિટી નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. તો તેમણે કહ્યું કે લોકો સુગર, સ્મોકિંગ, કોલેસ્ટ્રોલને ગંભીરતાથી લેતા નથી. ઘણા યુવાનો દવાઓ પણ નથી લેતા, જેના કારણે હાર્ટ એટેક પણ વધી રહ્યા છે. 
Advertisement
Tags :
Advertisement

.