ઈશાન કિશનને બેવડી સદીની શુભકામનાઓ પાઠવતા આ શું કહી ગયા દિનેશ કાર્તિક?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વનડેમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. ઓપનિંગ કરતી વખતે ઈશાન કિશન (Ishan Kishan) એ બેવડી સદી ફટકારીને વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. આ સાથે જ વિરાટ કોહલીએ પણ કારકિર્દીની 72મી સદી ફટકારી હતી. પરંતુ ઇશાનની બેવડી સદી સૌથી વધુ હેડલાઇન્સ એકત્રિત કરવામાં સફળ રહી હતી. ઈશાને તેની ઘાતક ઈનિંગથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઈશાન તમામ લો
07:36 AM Dec 11, 2022 IST
|
Vipul Pandya
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી વનડેમાં એક મોટો રેકોર્ડ બન્યો છે. ઓપનિંગ કરતી વખતે ઈશાન કિશન (Ishan Kishan) એ બેવડી સદી ફટકારીને વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. આ સાથે જ વિરાટ કોહલીએ પણ કારકિર્દીની 72મી સદી ફટકારી હતી. પરંતુ ઇશાનની બેવડી સદી સૌથી વધુ હેડલાઇન્સ એકત્રિત કરવામાં સફળ રહી હતી. ઈશાને તેની ઘાતક ઈનિંગથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ઈશાન તમામ લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે ત્યારે હવે તેણે એકવાર ફરી એક ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસીની સંભાવનાઓને ઓછી કરી દીધી છે.
શું કહ્યું દિનેશ કાર્તિકે?
જીહા, અહીં અમે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકની વાત કરી રહ્યા છીએ. જોકે, કાર્તિક ઉપરાંત રિષભ પંત પર હવે પ્રદર્શન કરવાનું દબાણ વધી શકે છે. જોકે, દિનેશ કાર્તિકે ઈશાનના શાનદાર પ્રદર્શન પર તેને શુભકામનાઓ પાઠવતા એક એવો મેસેજ આપ્યો છે કે તે હવે ખૂબ વાયરલ થઇ રહ્યો છે. કાર્તિકે કહ્યું, 'પ્રથમ પાંચ ઓવર પછી ઇશાને જે રીતે પોતાની ઇનિંગ્સને આગળ વધારી તે જોઇને ખૂબ જ સારું લાગ્યું. તેણે જે પ્રકારના શોટ્સ રમ્યા, તેણે સતત બોલરોને નિશાન બનાવ્યા. 200નો શાનદાર સ્ટ્રાઈક રેટ હતો. બેવડી સદી ફટકારવી એ ખાસ પ્રયાસ છે. તેણે શાનદાર બેટિંગ કરી, 41 બોલમાં છેલ્લા 100 રન ઘણું કહી જાય છે. આ કૌશલ્યને કારણે તેને મુંબઈ ઈન્ડિયન્સે આટલી ઊંચી કિંમતે પસંદ કર્યો હતો.
બિલાડીને કબૂતરોની વચ્ચે ઉભી કરી દે છે
કાર્તિકે ભારતીય ઓપનરોને ચેતવણી આપી - તે કોઈ એવી વ્યક્તિ છે જે ડિલીવર કરવા જઇ રહ્યા છે. જ્યારે ઓપનિંગ બેટ્સમેનની વાત આવે છે, ત્યારે તે ઘણી રીતે 'બિલાડીને કબૂતરોની વચ્ચે ઉભી કરી દે છે.' આ શબ્દસમૂહ અંગ્રેજીમાં વપરાય છે જ્યારે કંઈક કહેવામાં આવે છે અથવા કરવામાં આવે છે જે મુશ્કેલી અથવા વિવાદનું કારણ બને છે. કાર્તિક કહેવા માંગતો હતો કે ઈશાનની ઈનિંગ ઘણા ઓપનરો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કાર્તિકે એમ પણ કહ્યું હતું કે ઈશાન કિશનની આ ઈનિંગથી ધવનની ODI સિલેક્શન જોખમમાં મુકાઈ ગયું છે. ધવન છેલ્લી મેચોમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી.
ઈશાન કિશન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો
ઈશાન કિશને પોતાના શાનદાર પ્રદર્શન બાદ એમ પણ કહ્યું હતું કે, તે 300 રનનો આંકડો પાર કરી શક્યો હોત. કિશન ભારતીય ઇનિંગ્સની 35મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે કહ્યું કે, હું 15 ઓવર બાકી રાખીને આઉટ થયો. મને 300 પણ મળી શક્યા હોત. રોહિત શર્મા, સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ પછી ઈશાન કિશન વનડેમાં બેવડી સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો છે.
આ ખેલાડીની વાપસી હવે મુશ્કેલ છે
ઈશાને તેની 10મી વનડેમાં જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બાંગ્લાદેશના બોલિંગ આક્રમણને તોડી પાડ્યું. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી 85 બોલમાં પૂરી કરી હતી. આ પછી પણ તે અટક્યો નહીં અને એક પછી એક તેણે તમામ બાંગ્લાદેશી બોલરોને જોરદાર રીતે ફટકાર્યા. તેણે 126 બોલમાં પોતાની બેવડી સદી પૂરી કરી અને ઈતિહાસ રચ્યો. હવે ટીમમાં ઈશાનનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે, પરંતુ રિષભ પંત માટે મુશ્કેલી એટલી જ વધી ગઈ છે. હવે બંને લિમિટેડ ઓવરની ટીમોમાંથી પંતનું પત્તું કાપવામાં આવી રહ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article