આ શું બોલી ગયા ભરતસિંહ સોલંકી? રામ મંદિરની ઈંટો પર કૂતરાઓ પેશાબ કરતા હતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાને મજબૂત કરવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ કડીમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધોળકાના વટામણમાં OBC સંમેલન યોજાયું હતું. જ્યા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક વિવાદાસ્પદ નિવેદન આપી પાર્ટીને બેકફૂટમાં ધકેલી દીધી છે. દેશમાં રામ મંદિર બને તે માટે વર્ષોથી લોકો આશા રાખીને બેઠા હતા. જેમની આ આશà
10:28 AM May 24, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાને મજબૂત કરવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ કડીમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા ધોળકાના વટામણમાં OBC સંમેલન યોજાયું હતું. જ્યા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક વિવાદાસ્પદ નિવેદન આપી પાર્ટીને બેકફૂટમાં ધકેલી દીધી છે.
દેશમાં રામ મંદિર બને તે માટે વર્ષોથી લોકો આશા રાખીને બેઠા હતા. જેમની આ આશા હવે પૂર્ણ થવાની આરે છે. ત્યારે આ આસ્થાના વિષય પર હવે ગુજરાત કોંગ્રેસને નેતા ભારત સિંહ સોલંકીએ એક એવું નિવેદન આપ્યું છે કે જેનાથી હવે એક નવો વિવાદ સર્જાયો છે. આજે ધોળકાના વટામણમાં OBC સંમેલન દરમિયાન ભરતસિંહ સોલંકીએ ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, ત્યા સુધી બરોબર હતું પરંતુ તેમણે તે પછી કહ્યું કે, માધવસિંહ સોલંકીને કોંગ્રેસે ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. ઓબીસી સમાજના લોકોને નેતૃત્વ આપ્યું તો એ સમાજને નેતૃત્વને બળ આપવું પડશે. ત્યારબાદ તેમણે કહ્યું કે, 'ભાજપે રામના નામે છેતરી કાઢ્યા, રામ મંદિરની ઈંટો પર કુતરાઓ પેશાબ કરતા હતા.' જોકે, ભરતસિંહ સોલંકી ઉપરાંત અન્ય કોંગ્રેસી નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા.
ભરતસિંહ સોલંકીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ દેશમાં હિન્દુઓના નામે ભાગલા પડાવી અને અંગ્રેજો જે રીતે રાજ કરતા હતા એ રાજ કરનારા લોકોને હવે તમે બધા પણ ઓળખી ગયા છો. બક્ષી પંચ માટે મારું એવું કહેવું છે કે, આ બંક્ષી પંચ જાતે જીતી શકે છે, બક્ષી પંચની મદદ વિના કોઇ જીતી શકે નહીં. ભાજપ ટિકિટ આપે તો કોઇ હોદ્દો ન આપે, અને જો કોઇ ખાતુ આપે તો એવું આપે. પછી આપણે પુરુષોત્તમભાઈની વાત કરીએ કે કુવરજી બાવળીયાજીની વાત કરીએ કે કોઇપણ બક્ષી પંચના આગેવાનોની વાત કરી લો, તે બધાના હાલ કેવા છે તે તમે જાણો જ છો. તેમણે વધુમાં કહ્યું કે, અંગ્રેજો કરતા પણ વધું ભ્રષ્ટાચાર ભાજપવાળા કરે છે.
તેમણે આગળ કહ્યું કે, હુ ચૂંટણી પ્રચાર માટે મધ્ય પ્રદેશ ગયો હતો. ત્યારે ગ્વાલિયરમાં હુ ગયો ત્યારે ત્યા હુ બધે ફરતો હતો તો રસ્તામાં એ જમાનામાં રામ મંદિરની બહુ જ વાત ચાલે તો મને પણ થયું કે આ રામનો સેવક છે તો લાવો તેમને પૂછીએ કે તમે શું કરો છો? ત્યારે તે સેવકે કહ્યું કે, અમે તો રામ મંદિર બાંધવા માટે અમે પૈસા ઉઘરાવીએ છીએ. તો ત્યા રસ્તામાં જતા જતા હનુમાનજીનું મંદિર આવ્યું તો થોડા પરચૂરણ અને પૈસા પડ્યા હતા એટલે પૂછ્યું કે તમે શું કરો છો? તો કહે કે અમે તો આમ ઉઘરાઇ છીએ અને આ રીતે પૈસા ઉઘરાવીએ છીએ. તો તે પછી રામ સેવકને પૂછ્યું કે, તમે શું કરો છો આ પૈસા ઉઘરાવીને તેને હવામાં ઉછાળીએ છીએ જેટલા રામ ભાગવાનને જોઇએ એટલા તેઓ લઇ લે છે અને બાકીના અમે લઇ લઇએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, મારી ભોળી માતાઓ અને બહેનો તે જમાનામાં રામશીલાની વાતો મને ખબર છે કુમ કુમ તિલકને ચાંલ્લા કરે, માથે મુકે અને રામશીલાને લઇને જાય અને ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે પાદરે મુકીને આવે અને મનમાં એવું સમજે કે હાશ અમારું રામનું મંદિર બંધાશે અને અમે આખી વસ્તી, અમારા બાળકો, અમારો પરિવાર સુખી થઇ જઇશું. પછી કૂતરા પેશાબ કરતા થઇ ગયા. તમે વિચાર કરો કે જે રામને છેતરે તે આપણને છેતર્યા વિના રહે ખરાં?
મહત્વનું છે કે, રાજ્યમાં પહેલા જ હાંસિયામાં ધકેલાઇ ગયેલી કોંગ્રેસ પાર્ટીને જનતા સમક્ષ મજબૂત બતાવવાની જગ્યાએ કોંગ્રેસ નેતાએ જાહેર મંચ પરથી આવું વિવાદાસ્પદ નિવેદન આપી રાજ્ય અને દેશની જનતાની લાગણીઓને દુભાવી છે. ભાજપ પર આકરા પ્રહારો કરતા તેઓ તે ભૂલી જ ગયા કે તે શું બોલી રહ્યા છે. આપણા દેશમાં રામ ભગવાનના નામે કે રામ મંદિરના નામ પર કોઇ અપશબ્દો બોલે તેનો સખત વિરોધ થતો હોય છે. ત્યારે હવે સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા-કરતા રામ મંદિર પર આકરા પ્રહાર કરવું કોંગ્રેસ નેતાને અને કોંગ્રેસને કેટલું ભારે પડી શકે છે તે હવે જોવું રહ્યું.
Next Article