Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના સાડા સાત વર્ષના બાળકે અન્ડર વોટર રહી કેવો કમાલ કર્યો? જાણો

સુરતમાં સાડા સાત વર્ષના બાળકે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.બાળકે પાણીની અંદર રહી જટિલ ગણિતિક પ્રક્રિયા કરી અનોખી કમાલ કરી બતાવી છે.બાળકે આ કમાલથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે.નાનપણથી જ અભ્યાસમાં ગણિત સૌથી જટિલ વિષય બની રહેતો હોય છે. ગાણિતિક પ્રક્રિયાથી સામાન્ય રીતે બાળકો દૂર ભાગતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં રહેતા સાડા સાત વર્ષના અદ્વૈત અગ્રવાલે કમાલ કરી
સુરતના સાડા સાત વર્ષના બાળકે અન્ડર વોટર રહી કેવો કમાલ કર્યો  જાણો
સુરતમાં સાડા સાત વર્ષના બાળકે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.બાળકે પાણીની અંદર રહી જટિલ ગણિતિક પ્રક્રિયા કરી અનોખી કમાલ કરી બતાવી છે.બાળકે આ કમાલથી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે.
નાનપણથી જ અભ્યાસમાં ગણિત સૌથી જટિલ વિષય બની રહેતો હોય છે. ગાણિતિક પ્રક્રિયાથી સામાન્ય રીતે બાળકો દૂર ભાગતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે સુરતમાં રહેતા સાડા સાત વર્ષના અદ્વૈત અગ્રવાલે કમાલ કરી બતાવી છે. અન્ડરવોટર રહીને તેને સૌથી ઓછી સેકન્ડમાં લાંબા લાંબા ગાણિતિક સરવાળા , રેન્ડમ ગાણિતિક અંક યાદ રાખી એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે. સાડા સાત વર્ષના અદ્વૈતની આ કમાલને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 
આ અંગે અદ્વૈતની માતા શિખા અગ્રવાલે જણાવ્યું હતું કે અદ્વૈત એક વર્ષનો હતો ત્યારથી જ તેને ગણિતના વિષયમાં ખૂબ રસ હતો. નાની ઉંમરથી જ તેને ગણિતના દાખલા ગણવાનું ખુબ પસંદ પડતું હતું. અદ્વૈતના નામનો અર્થ છે યુનિક  એટલે સૌથી અલગ. અને તેના નામ પ્રમાણે જ તેણે કંઈક અલગ કરવાનો વિચાર કર્યો.ગણિત વિષયમાં પહેલાથી રુચિ હોવાથી તેણે સૌથી પહેલા મેથ્સ વિષયનું કોચિંગ લીધું હતું અને તે પછી તેણે સ્વીમીંગનું પણ કોચિંગ કર્યું હતું.આ બંને કળાને એકસાથે ભેગા કરીને તેને અન્ડરવોટરમાં દાખલા ગણવાનો એક રેકોર્ડ બનાવ્યો છે. અદ્વૈત નાનપણથી જ ઈચ્છતો હતો કે તે ગુજરાત અને સુરત માટે કંઈક અલગ કરે અને આખરે તેણે કરી પણ બતાવ્યું છે. અન્ડરવોટરમાં રહીને 40 સેકન્ડમાં લાંબા 85 સરવાળાનું ગણિત કરીને તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
 અત્યાર સુધી અનેક પ્રકારના રેકોર્ડ જોવા મળ્યા છે,પરંતુ પાણીમાં રહીને જટિલ ગાણિતીક પ્રક્રિયા કરવી અઘરી છે. આ પ્રકારનું કાર્ય સાડા સાત વર્ષના બાળકે કરી બતાવતા ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડના નિરીક્ષકો સહિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.
Advertisement
Tags :
Advertisement

.