Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શું નિર્ણય લેવાયો ?

કોરોનાના બે વર્ષના લાંબા ગાળા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં પરીક્ષા આપવા જઇ રહ્યા છે ત્યારે ધોરણ  10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઓનલાઇન હોલ ટિકીટ બોર્ડ દ્વારા મુકી દેવામાં આવી છે. સ્કુલો દ્વારા પ્રિન્ટ કાઢીને ફોટા સિક્કા લગાવાની કામગિરી શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન હોલ ટિકીટ જોઇ શકશેઆગામી સમયમાં ધોરણ 10 અને 12ની વિજ્ઞાન પ્રવાહ અને સામàª
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શું નિર્ણય લેવાયો
કોરોનાના બે વર્ષના લાંબા ગાળા બાદ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ હવે વર્ગખંડમાં પરીક્ષા આપવા જઇ રહ્યા છે ત્યારે ધોરણ  10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની ઓનલાઇન હોલ ટિકીટ બોર્ડ દ્વારા મુકી દેવામાં આવી છે. સ્કુલો દ્વારા પ્રિન્ટ કાઢીને ફોટા સિક્કા લગાવાની કામગિરી શરુ કરવામાં આવી છે. 
વિદ્યાર્થીઓ ઓનલાઇન હોલ ટિકીટ જોઇ શકશે
આગામી સમયમાં ધોરણ 10 અને 12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની ઓનલાઇન હોલટિકીટ જાહેર કરી દેવામાં આવી છે. હોલ ટિકીટ ઓનલાઇન મુકી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક અને સ્થળ ઓનલાઇન જોઇ શકશે. બીજી તરફ શાળાઓ દ્વારા પણ હોલ ટિકીટ વિતરણ શરુ કરી દેવાયુ છે. સ્કુલો દ્વારા પ્રિન્ટ કાઢીને વિદ્યાર્થીઓના ફોટા અને સિક્કા મારવાની કામગિરી શરુ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને હોલ ટિકીટ સાથે ખાસ સુચનાઓ પણ આપવામાં આવી છે. 
પરીક્ષામાં ગેરરિતી ડામવા ખાસ પગલાં 
રાજયમાં આગામી 28 માર્ચથી ધોરણ અને 12ની બોર્ડ પરીક્ષા યોજાવા જઇ રહી છે. ધોરણ 10ની પરીક્ષામાં 958 કેન્દ્રો પર 964529 વિદ્યાર્થીઓ ભાગ લેશે, જયારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં 140 કેન્દ્રો પર 108067 વિદ્યાર્થીઓને પરીક્ષા આપશે. જયારે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 527 કેન્દ્રો પર 425834 વિદ્યાર્થી પરીક્ષા આપશે. છેલ્લા બે વર્ષથીકોરાના કાળના કારણે બોર્ડ પરીક્ષા લેવાઇ ન હતી જેથી બે વર્ષના ગાળા બાદ વિદ્યાર્થીઓ  વર્ગખંડોમાં પરીક્ષા આપશે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ પગલાં બોર્ડ દ્વારા લેવામાં આવ્યા છે જેમાં સંવેદનશીલ કેન્દ્રો પર સીસી ટીવી કેમેરા ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગેરિરીતીઓ ડામવા પણ ખાસ પગલાં લેવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.