Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જહાંગીરપુરી જેવી હિંસા રોકવા શું કરી શકાય, કિરણ બેદીએ સૂચવ્યા આ પગલાં

દેશભરમાં વિવિધ સ્થળો પર રામનવમી અને હનુમાન જયંતિના દિવસે હિંસા અને તોફાન થયા હતા. દિલ્હીમાં જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિએ તોફાન થયા હતા, જેમાં 8 પોલીસ કર્મી સહિત 9 ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે 25 આરોપીઓની ધરપકડ કરી છે. તોફાનોના સમાચાર વચ્ચે પૂર્વ આઇપીએસ અને પોંડીચેરીના પૂર્વ એલજી કિરણ બેદીએ હિંસાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. કિરણ બેદીના કહેવા મુજબ કોઈ પણ સાંકડા અàª
જહાંગીરપુરી જેવી હિંસા રોકવા શું કરી શકાય  કિરણ બેદીએ સૂચવ્યા આ પગલાં
દેશભરમાં વિવિધ સ્થળો પર રામનવમી અને હનુમાન જયંતિના દિવસે હિંસા અને તોફાન થયા હતા. દિલ્હીમાં જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિએ તોફાન થયા હતા, જેમાં 8 પોલીસ કર્મી સહિત 9 ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે 25 આરોપીઓની ધરપકડ કરી છે. તોફાનોના સમાચાર વચ્ચે પૂર્વ આઇપીએસ અને પોંડીચેરીના પૂર્વ એલજી કિરણ બેદીએ હિંસાને રોકવા માટે કેટલાક પગલાં સૂચવ્યા છે. 
કિરણ બેદીના કહેવા મુજબ કોઈ પણ સાંકડા અને સંવેદનશીલ વિસ્તારમાં સરઘસ કાઢવા અને પરવાનગી આપતા પહેલા ' શું કરવું અને શું ન કરવું' ગાઇડ લાઇનનું કડક પાલન કરવું જોઈએ. જેથી શાંતિ અને સલામતી માટે વિસ્તારોના લોકોની પણ જવાબદારી નક્કી થાય. ઉપરાંત જે વિસ્તારમાં સરઘસ નિકળવાનું છે તે વિસ્તારના  માર્કેટ એસોસિએશન અથવા વિસ્તારની મહિલા સમિતિઓ સહિતના આદરણીય લોકોને શોભાયાત્રામાં વાલી તરીકે કામ કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. મહિલાઓ પણ શાંતિ સુનિશ્ચિત કરવામાં મહત્વની ભુમિકા ભજવી શકે છે. 
કિરણ બેદીએ કહ્યું કે આ વિસ્તારોમાં રહેતા લોકો, જેમણે ભૂતકાળમાં ગુનાઓ કર્યા છે, તેમની ઉપર નજર રાખવી જોઈએ અને કાયદા હેઠળ કડક તપાસ હેઠળ  તેમને લાવવા જોઇએ. આવી વ્યક્તિઓ પાસેથી પીસ બોન્ડ ભરાવવા જોઇએ. સંવેદનશીલ વિસ્તારોમાં પ્રત્યેક ઘરની છતની તલાશી લેવી જોઇએ, જેથી જ્વલનશીલ સામગ્રી અથવા ઈંટો અને પથ્થર ન મળે.  સ્થાનિક નગર પાલિકા દ્વારા સફાઇ કરાવવી જોઇએ. તેમણે વધુમાં સૂચન કર્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ પણ વ્યક્તિ પાસે જો લાયસન્સ વાળા હથિયાર હોય તો તે જમા કરવામાં આવે.
 આ ઉપરાંત આવા વિસ્તારોમાં યોગ્ય વ્યવસ્થિત પોલીસ વ્યવસ્થા કરવામાં આવે. શાંતિ સમિતીમાં મહિલાઓને સામેલ કરવામાં આવે. આ ઉપરાંત સરઘસ  પહેલા પોલીસ સ્થાનિક લોકો સાથે બેઠક પણ  કરવી જોઇએ.
  તેમણે એવું પણ સૂચન કર્એયું કે એક સર્વે પણ કરાવવો જોઇએ જેમાં સીસી ટીવી કામ કરે છે કે નહી તે ચેક કરવું તથા સીસી ટીવીનું રેકોર્ડીંગ રાખવામાં આવે તેમ તેમને લેખિતમાં કાયદા મુજબ નિર્દેશ આપવો જોઇએ. ગુપ્તચર વિભાગના ઇનપુટ પર તેના પર કામ થાય તે પણ જોવું જોઇએ.
Advertisement
Tags :
Advertisement

.