ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

T20I ના ઈતિહાસમાં બાબર અને રિઝવાને જે કર્યું તે નથી થયું ક્યારેય, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચમાં હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમ (Pakistan Team) બીજી મેચ માટે પૂરી રીતે તૈયાર હતી. આ મેચ ગુરુવારે કરાચી નેશનલ સ્ટેડિયમ (Karachi National Stadium) માં રમાઈ હતી. જેમા પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ જોરદાર બેટિંગ કરી હતી. કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) એ પોતાની શાનદાર ભાગીદારીના આધારે ઈંગ્લેન્ડને એવી હાર અપાવી, જેને તેઓ લાંબા સમય સુધી ભૂલી નહીં
05:58 AM Sep 23, 2022 IST | Vipul Pandya
featuredImage featuredImage
ઈંગ્લેન્ડ (England) વિરુદ્ધ પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચમાં હાર મળ્યા બાદ પાકિસ્તાનની ટીમ (Pakistan Team) બીજી મેચ માટે પૂરી રીતે તૈયાર હતી. આ મેચ ગુરુવારે કરાચી નેશનલ સ્ટેડિયમ (Karachi National Stadium) માં રમાઈ હતી. જેમા પાકિસ્તાનની ઓપનિંગ જોડીએ જોરદાર બેટિંગ કરી હતી. કેપ્ટન બાબર આઝમ (Babar Azam) અને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) એ પોતાની શાનદાર ભાગીદારીના આધારે ઈંગ્લેન્ડને એવી હાર અપાવી, જેને તેઓ લાંબા સમય સુધી ભૂલી નહીં શકે. પાકિસ્તાને કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બ્રિટિશ ટીમને 10 વિકેટે હરાવી શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.
પાકિસ્તાને મેળવી 10 વિકેટથી શાનદાર જીત



આંતરરાષ્ટ્રીય T20માં વિશ્વની સર્વશ્રેષ્ઠ ઓપનિંગ જોડીમાંના એક બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ઈંગ્લેન્ડ સામેની 7 મેચની શ્રેણીની બીજી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. બંનેએ સાથે મળીને જીત માટેના 200 રનના ટાર્ગેટને 19.3 ઓવરમાં કોઈપણ નુકશાન વિના હાંસલ કરી ટીમને 10 વિકેટે જીત અપાવી અને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. બાબર-રિઝવાનની જોડીએ આ મેચમાં પાકિસ્તાનની ટીમને 3 બોલ બાકી રહેતા અને 10 વિકેટથી શાનદાર જીત અપાવી હતી. આંતરરાષ્ટ્રીય T20 મા બીજી સદી ફટકારનાર બાબરે 66 બોલમાં અણનમ 110 અને મોહમ્મદ રિઝવાને 51 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. 
ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો



બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 117 બોલમાં 203 રનની અણનમ ભાગીદારી થઈ હતી. આ બંનેએ આંતરરાષ્ટ્રીય T20માં લક્ષ્યનો પીછો કરતી વખતે કોઈપણ વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા પણ આ રેકોર્ડ આ જ જોડીના નામે નોંધાયેલો હતો જે તેમણે દક્ષિણ આફ્રિકા સામે બનાવ્યો હતો. ત્યારે બંને વચ્ચે 197 રનની ભાગીદારી થઈ હતી.

ટાર્ગેટ મોટો હોય તેવું લાગવા દીધું ન હતું
બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે 200 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને પાકિસ્તાને 3 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. પાકિસ્તાનને જીતવા માટે 200 રનનો પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ ટાર્ગેટ મોટો હોય તેવું લાગવા દીધું ન હતું. બંને અંત સુધી અણનમ રહ્યા અને પાકિસ્તાનને જીત તરફ દોરી ગયા હતા, અને પાકિસ્તાનને શ્રેણીમાં 1-1થી બરોબરી કરી. હવે 2 મેચ બાદ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAKvsENG) શ્રેણીમાં 1-1થી બરાબરી પર છે.
2009માં થયો હતો શ્રીલંકાની ટીમ પર હુમલો



ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા (Sri Lanka) ની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પર 3 માર્ચ 2009ના રોજ પાકિસ્તાનના લાહોરમાં ગદ્દાફી સ્ટેડિયમ નજીક 12 બંદૂકધારીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. તે પછી પાકિસ્તાનમાં કોઇ પણ દેશની ક્રિકેટ ટીમ રમવા માટે તૈયાર થતી નહોતી. ત્યારે ઈંગ્લેન્ડની ટીમ આખરે 17 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચી છે. ટીમના ખેલાડીઓ અને સહાયક સ્ટાફ 15 સપ્ટેમ્બર બપોરે પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીંથી તે સીધી તેમની ટીમ હોટેલ ગઇ હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરાચીની હોટલમાં પ્રવેશતા આ ખેલાડીઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
આ પણ વાંચો - સચિન તેંડુલકરે મેદાનમાં કર્યો ચોક્કા-છક્કાનો વરસાદ, ઈન્ડિયા લિજેન્ડ્સે આસાનીથી મેળવી જીત
Tags :
BabarAzamCricketGujaratFirstMohammadRizwanPAKvsENGSecondT20ISports