Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ તે કેવી ભૂલ! IPL જ નહીં કાઉન્ટી ક્રિકેટમાં પણ નબળું અમ્પાયરિંગ જોવા મળ્યું, Video

દેશ અને દુનિયામાં IPL 2022 ને ખાસ જોવામાં આવે છે. કારણ કે અહીંથી જ તમામ યુવા ખેલાડીઓ અલગ-અલગ ટીમના સિલેક્ટરની નજરે આવે છે જે આવનારા સમયમાં દેશ માટે પણ રમતા આપણે જોયા છે. જોકે, હાલમાં પ્રશંસકો IPL 2022માં ખરાબ એમ્પાયરિંગ જોઈ રહ્યા છે, પરંતુ નબળા એમ્પાયરિંગનો આ ટ્રેન્ડ કાઉન્ટી ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. આ સમયે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારો અમ્પાયર પરથી વિàª
આ તે કેવી ભૂલ  ipl જ નહીં કાઉન્ટી ક્રિકેટમાં પણ નબળું અમ્પાયરિંગ જોવા મળ્યું  video
દેશ અને દુનિયામાં IPL 2022 ને ખાસ જોવામાં આવે છે. કારણ કે અહીંથી જ તમામ યુવા ખેલાડીઓ અલગ-અલગ ટીમના સિલેક્ટરની નજરે આવે છે જે આવનારા સમયમાં દેશ માટે પણ રમતા આપણે જોયા છે. જોકે, હાલમાં પ્રશંસકો IPL 2022માં ખરાબ એમ્પાયરિંગ જોઈ રહ્યા છે, પરંતુ નબળા એમ્પાયરિંગનો આ ટ્રેન્ડ કાઉન્ટી ક્રિકેટમાં પણ જોવા મળ્યો હતો. આ સમયે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારો અમ્પાયર પરથી વિશ્વાસ ઉઠી જશે. જીહા, વિડીયો કાઉન્ટી મેચનો છે જેમાં એમ્પાયરે જે ભૂલ કરી તે જોઇ સૌ કોઇ ચોંકી ગયા છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે, બેટ્સમેનને ખોટો LBW આઉટ આપવામાં આવ્યો છે જેના કારણે બેટ્સમેન ખૂબ જ આશ્ચર્યમાં છે. સ્પિનરના બોલ પર બેટ્સમેન બોલને પેડથી હટાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે બોલ અને પેડનો સંપર્ક થાય છે ત્યારે તે ઓફ સ્ટમ્પની ઘણી બહાર હોય છે અને બોલ સ્ટમ્પની નજીક પણ નથી હોતો પરંતુ ફિલ્ડિંગ ટીમની અપીલને કારણે એમ્પાયરને આંગળી ઉંચી કરવામાં સમય લાગતો નથી. અને તે બેટ્સમેનને આઉટ જાહેર કરે છે. એમ્પાયરના આ નિર્ણયને જોઈને બેટ્સમેન દંગ રહી જાય છે પરંતુ સોશિયલ મીડિયા પર આ વિડીયો એમ્પાયરના ટ્રોલનું કારણ બની રહ્યો છે. આલમ એ છે કે ઈંગ્લેન્ડના ડેશિંગ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે પણ આ વિડીયો શેર કરીને એમ્પાયરના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. સ્ટોક્સે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વિડીયો શેર કરતાં લખ્યું, શું, કેવી રીતે, ના.
Advertisement

બેન સ્ટોક્સ આ વિડીયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હોય તો સ્વાભાવિક છે કે એમ્પાયરે કેટલી મોટી ભૂલ કરી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે એમ્પાયરે આવો ખોટો નિર્ણય આપ્યો હોય. IPLની 15મી સીઝનમાં પણ દરેક પસાર થતી મેચ સાથે એમ્પાયરના કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે અને ચાહકોએ એમ્પાયરોને જોરદાર ટ્રોલ કર્યા છે.
Tags :
Advertisement

.