Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જો દુનિયા આમ જ અમારાથી દૂર રહેશે તો અમે હારી જઈશું, પશ્ચિમી દેશો મદદ ન કરતા થયા ગુસ્સે

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વિશ્વને એક ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો દુનિયા આવી જ રીતે દૂર ઊભી રહેશે તો આપણી હાર થશે. અમે અધિકારો માટે લડી રહ્યા છીએ. આજે ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોનો ઉધડો લીધો હતો અને મદદ ન કરવા અને તેમના દેશની જે હાલત છે તેમના માટે જવાબદાર ઠેરવ્યા હતા. ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોને યુક્રેનિયન શહેરો અને નાગરિકોને રશિયન હુમલાઓથી ન બચાવવા માટે જ
06:33 PM Mar 08, 2022 IST | Vipul Pandya

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ વિશ્વને એક
ભાવનાત્મક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જો દુનિયા આવી જ રીતે દૂર ઊભી રહેશે તો
આપણી હાર થશે. અમે અધિકારો માટે લડી રહ્યા છીએ. આજે ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોનો
ઉધડો લીધો હતો અને મદદ ન કરવા અને તેમના દેશની જે હાલત છે તેમના માટે જવાબદાર
ઠેરવ્યા હતા. ઝેલેન્સ્કીએ પશ્ચિમી દેશોને યુક્રેનિયન શહેરો અને નાગરિકોને રશિયન હુમલાઓથી
ન બચાવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો છેલ્લા
13 દિવસમાં જરૂરી નિર્ણય લેવામાં સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યા છે. આ દેશો
યુક્રેનને બોમ્બથી બચાવવામાં પણ નિષ્ફળ રહ્યા છે. ઝેલેન્સ્કી યુક્રેનને નો-ફ્લાય
ઝોન જાહેર ન કરવા અને રશિયન હુમલાઓને મર્યાદિત કરવામાં નિષ્ફળ જવાનો ઉલ્લેખ કરી
રહ્યા હતા. 
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું,
'નિર્દોષ લોકોની હત્યા માટે રશિયાને જવાબદાર
ઠેરવવું જોઈએ. પરંતુ છેલ્લા
13 દિવસથી ચાલી રહેલા યુદ્ધની સહિયારી
જવાબદારી પશ્ચિમી દેશોની પણ છે
, જે જરૂરી નિર્ણયોને મંજૂરી આપી શક્યા
નથી. આ દેશોએ યુક્રેનને બોમ્બ અને મિસાઈલથી બચાવ્યું નથી. આ ખૂબ જ આશ્ચર્યજનક છે.
'
ઝેલેન્સકી આ યુદ્ધમાં એક મોટા ચહેરા તરીકે ઉભરી
આવ્યા છે
જે હજી પણ રશિયા સામે લડી રહ્યા છે.
રશિયા અને યુક્રેન વચ્ચે
24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું હતું.

 

ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન સુરક્ષિત
સ્થળાંતર કરવાનો પ્રયાસ કરી રહેલા યુક્રેનિયન નાગરિકો માટે માનવતાવાદી કોરિડોરના
વિસ્તરણ અને રેડ ક્રોસ તરફથી વધુ સહકારની હાકલ કરી છે. મંગળવારે એક અજ્ઞાત સ્થળેથી
એક વિડિયો સંદેશમાં
, તેમણે જણાવ્યું હતું કે દક્ષિણના
દરિયાઈ બંદર શહેર માર્યુપોલમાં નાકાબંધી વચ્ચે પાણીના અભાવે એક બાળકનું મૃત્યુ
થયું હતું. શહેરના લોકો કેટલા હેબતાઈ ગયા છે તેનો આ સંકેત છે. તેણે ફરી એકવાર
પશ્ચિમી દેશો પાસેથી હવાઈ મદદ માંગી છે. તેમણે કહ્યું કે ખાલી કરાવવા માટેની બસોને
મેરીયુપોલ મોકલવામાં આવી છે. પરંતુ માર્ગો પર કોઈ નક્કર સમજૂતી થઈ શકી નથી
,
તેથી રશિયન દળો તેમને રસ્તામાં સરળતાથી નિશાન
બનાવી શકે છે.

 

તો બીજી તરફ યુક્રેનના બે મુશ્કેલીગ્રસ્ત શહેરોમાંથી લોકોને બહાર કાઢવા માટે
મંગળવારે બસો સલામત કોરિડોરમાંથી બહાર આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયન
હુમલા પછી યુક્રેન છોડનારા લોકોની સંખ્યા મંગળવારે
20 લાખ સુધી પહોંચી ગઈ છે. રશિયન હુમલા બાદ યુક્રેનના કેટલાક
વિસ્તારોમાં લોકો ફસાયા છે. જ્યાં તેઓ ખોરાક
, પાણી અને દવાઓની અછતનો સામનો કરી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી
યુરોપમાં ચાલી રહેલું આ સૌથી મોટું યુદ્ધ છે. પરંતુ યુક્રેનના અધિકારીઓએ મંગળવારે
કેટલાક વીડિયો પોસ્ટ કર્યા જેમાં લોકોથી ભરેલી બસો જોઈ શકાય છે. આ બસો પૂર્વીય
શહેર સુમી અને અન્ય વિસ્તારોમાંથી બરફથી ઢંકાયેલા રસ્તા પર ચાલતી જોઈ શકાય છે.

Tags :
EUGujaratFirstNATOrussiaukraineUNwarzelensky
Next Article