Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં લગ્ન સિઝન બન્યા ટીમ ઈન્ડિયા માટે મુસિબત, ન મળી હોટલ

આવતી કાલે ગુરુવાર એટલે કે 17 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવાની છે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ દિલ્હી પહોંચી ગયા છે અને મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મેદાન પર તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ BCCIને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને દિલ્હીની હોટલમાં રોકાણ માટે મોટી તકલીફો પડી હોવાનું સામે આવ્યું છે. દિલ્હી પહોંચ્યા બાદ ભારà
દિલ્હીમાં લગ્ન સિઝન બન્યા ટીમ ઈન્ડિયા માટે મુસિબત  ન મળી હોટલ
આવતી કાલે ગુરુવાર એટલે કે 17 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવાની છે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓ દિલ્હી પહોંચી ગયા છે અને મેચની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના મેદાન પર તમામ ખેલાડીઓ પરસેવો પાડી રહ્યા છે. બીજી તરફ BCCIને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને દિલ્હીની હોટલમાં રોકાણ માટે મોટી તકલીફો પડી હોવાનું સામે આવ્યું છે. 
દિલ્હી પહોંચ્યા બાદ ભારતીય ખેલાડીઓ નિરાશ થયા
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરીઝની બીજી મેચ રમવા માટે દિલ્હીમાં પહોંચી ગઇ છે. બીજી મેચ શુક્રવાર એટલે કે 17 ફેબ્રુઆરીથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટીમ ઈન્ડિયા સીરીઝની પ્રથમ મેચ જીતીને લીડ મેળવી લીધી છે અને બીજી મેચ જીતીને સીરીઝમાં સારી લીડ લેવા માંગશે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી મેચ જીતીને સીરીઝને બરાબરી પર લાવવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયન ટીમ વાપસી કરવાનો પ્રયાસ કરશે, આવી સ્થિતિમાં નજીકના મુકાબલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે એક મોટી રમત થઈ છે. 
ટીમ ઈન્ડિયા શહેરની પોતાની ફેવરિટ હોટલમાં રોકાઈ શકી નથી
ભારતીય ટીમ બે દિવસ પહેલા જ દિલ્હી પહોંચી ગઈ હતી અને હોટલમાં પણ પહોંચી ગઈ હતી, પરંતુ અચાનક ટીમની હોટલ બદલી દેવામાં આવી છે. ટીમ હવે દિલ્હીથી સીધી નોઈડા આવી ગઇ છે. સીરીઝની બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાવાની છે અને આ વખતે ટીમ ઈન્ડિયા શહેરની પોતાની ફેવરિટ હોટલમાં રોકાઈ શકી નથી. ભારતીય ટીમે નિર્ધારિત કાર્યક્રમની છેલ્લી મિનિટોમાં પોતાની હોટલ બદલવી પડી હતી. તેનું કારણ છે લગ્નની સિઝન અને દિલ્હીમાં યોજાનાર G20 સમિટ. જેના કારણે રાજધાનીમાં મોટી સંખ્યામાં હોટલ બુક થઈ ગઈ છે. 
નોઈડા નજીક હોટલ લીલામાં રોકાયા ટીમના ખેલાડીઓ
ભારતીય ક્રિકેટ ટીમ સામાન્ય રીતે દિલ્હીના તાજ પેલેસ અથવા આઈટીસી મૌર્યમાં રોકાય છે, પરંતુ આ વખતે તેઓ નોઈડા નજીક હોટલ લીલામાં રોકાયા છે. BCCIના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, હોટલ લીલામાં આપવામાં આવતી સુવિધાઓ સારી છે. આ એક અનિવાર્ય પરિસ્થિતિ છે તેથી પરિવર્તન કરવું પડ્યું છે. વળી, તે વાત પણ સામે આવી છે કે વિરાટ કોહલી ટીમ સાથે રોકાઇ રહ્યો નથી.
કેમ કોહલી નથી ટીમ ઈન્ડિયાની સાથે?
વિરાટ કોહલીના પરિવારના સભ્યો દિલ્હીમાં રહે છે. તેણે ટીમ સાથે ન રહેવાનું નક્કી કર્યું કારણ કે તે થોડા દિવસો માટે ગુરુગ્રામમાં તેના ઘરે રહેવા માંગતો હતો. આ માટે તેણે મેનેજમેન્ટ પાસેથી પરવાનગી પણ લીધી હતી. પાંચ વર્ષ બાદ ભારત દિલ્હીમાં ટેસ્ટ મેચ રમી રહ્યું છે. ભૂતપૂર્વ ભારતીય સુકાની પરિવાર સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવા માંગતો હતો અને તેથી તેણે ઓછામાં ઓછા બે દિવસ ટીમના સભ્યો સાથે ન રહેવાનું પસંદ કર્યું. ગઈ કાલે પ્રેક્ટિસ સેશન દરમિયાન તે પોતાની લક્ઝરી કારમાં સ્ટેડિયમ પહોંચ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.