Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી નોકરીના બહાને વિદ્યાર્થીઓને ઠગતા આરોપી પાસેથી હથિયાર મળ્યા, પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

ગુજરાત સરકારની ભરતીમાં પાસ કરાવવાના બહાને ઉમેદવારોને લાલચ આપીને રૂપિયા ખંખેરતી ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે ગેંગના મુખ્ય સૂત્રધાર હરેશ પ્રજાપતિની પૂછપરછ કરતા નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ગુના માટે ઉપયોગમાં લેવાયેલા અલગ અલગ શાળાઓના રબર સ્ટેમ્પ, પિસ્તલ, 12 બોરની બંદૂક, બોર્ડની બનાવટી માર્કશીટ, બોનાફાઈડ સર્ટીફીકેટ તથા ડોમીસાઈલ સર્ટીફીકેટ, બનાવટી
સરકારી નોકરીના બહાને વિદ્યાર્થીઓને ઠગતા આરોપી પાસેથી હથિયાર મળ્યા  પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો
ગુજરાત સરકારની ભરતીમાં પાસ કરાવવાના બહાને ઉમેદવારોને લાલચ આપીને રૂપિયા ખંખેરતી ગેંગની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જે ગેંગના મુખ્ય સૂત્રધાર હરેશ પ્રજાપતિની પૂછપરછ કરતા નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ગુના માટે ઉપયોગમાં લેવાયેલા અલગ અલગ શાળાઓના રબર સ્ટેમ્પ, પિસ્તલ, 12 બોરની બંદૂક, બોર્ડની બનાવટી માર્કશીટ, બોનાફાઈડ સર્ટીફીકેટ તથા ડોમીસાઈલ સર્ટીફીકેટ, બનાવટી પોલીસ પ્રમાણપત્ર વગરે પોલસે દ્વારા કબજે કરવામાં આવ્યા છે.
મળતી માહિતિ પ્રમાણે આરોપી વર્ષ 2014-15ના સમયગાળા દરમિયાન ધોરણ 10 અને 12 પાસ થયેલા વિદ્યાર્થીઓને  સરકારી ભરતીમાં પાસ કરાવી આપવાની લાલચ આપતો હતો.  સરકારી નોકરી અપાવવાની લાલચ આપીને વિદ્યાર્થીઓ પાસેથી રુપિયા પડાવતા હતા. આ ગુનામાં પકડાયેલો અન્ય આરોપી મુસ્તફા લખાવા ખોટા ડોક્યુમેન્ટ બનાવતો હતો. જેમાં તે નકલી રબર સ્ટેમ્પ મારીતો અને જાતે સહીઓ કરી આપતો. તેણે વિદ્યાર્થીઓને આવા કેટલાક દસ્તાવેજો આપ્યા હતા અને કેટલાક પોતાની પાસે રાખી મૂક્યા હતા.
આરોપી હરેશ પ્રજાપતિએ આ હથિયાર અને ડોક્યુમેન્ટ સ્વામી વિવેકાનંદ તાલીમ કેન્દ્રની બાજુમાં આવેલ વૃદ્ધાશ્રમની રૂમમાં છૂપાવીને રાખ્યા હોવાનું પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું. જ્યારે પિસ્તલ વર્ષ 2014માં કિસ્તવર જમ્મુ-કાશ્મીરના લાઇસન્સના આધારે ખરીદી હતી. ત્યારબાદ માર્ચ 2017થી લાયસન્સ રીન્યુ કરાયું ન હતું. તો 12 બોરની બંદૂક વર્ષ 1997માં અમૃતસર પંજાબના લાયસન્સના આધારે ખરીદી હતી. જેનું લાયસન્સ પણ વર્ષ 1999થી રીન્યુ કરાયું ન હતું.આરોપી પાસેથી મળી આવેલા હથિયારને કારણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ મુજબ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મળી આવેલ દસ્તાવેજ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.