ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોઈપણ દબાણ કરે અમે રશિયા સાથે સંબંધ ખરાબ નહીં કરીએ, ભારતની અમેરિકાને સ્પષ્ટ ચેતવણી

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને વિશ્વભરના દેશોમાં બે ફોટો પડી ગયા છે. ત્યારે ભારતે હંમેશા તટસ્થ વલણ દાખવ્યું છે. તેમ છતા રશિયા સાથેના સારા સંબંધોના પગલે અમેરિકા સહિતના દેશોને મરચા લાગ્યા છે. અમેરિકાએ ભારતને રશિયા સાથે સંબંધ ન રાખવા અને કોઈ વ્યવહાર ન કરવાની ચેતવણી આપી હતી. જો કે હવે ભારતે પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકા સાથે આગામી સપ્તાહે થનારી ટુ-પ્લસ-ટુ વાટ
12:04 PM Apr 08, 2022 IST | Vipul Pandya

રશિયા અને યુક્રેન
વચ્ચેના યુદ્ધને લઈને વિશ્વભરના દેશોમાં બે ફોટો પડી ગયા છે. ત્યારે ભારતે હંમેશા
તટસ્થ વલણ દાખવ્યું છે. તેમ છતા રશિયા સાથેના સારા સંબંધોના પગલે અમેરિકા સહિતના
દેશોને મરચા લાગ્યા છે. અમેરિકાએ ભારતને રશિયા સાથે સંબંધ ન રાખવા અને કોઈ વ્યવહાર
ન કરવાની ચેતવણી આપી હતી. જો કે હવે ભારતે પણ અમેરિકાને જડબાતોડ જવાબ આપ્યો છે. અમેરિકા
સાથે આગામી સપ્તાહે થનારી ટુ-પ્લસ-ટુ વાટાઘાટો પહેલા ભારતે રશિયા સાથે આર્થિક
સંબંધો માટે તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી છે. રશિયા આંતરરાષ્ટ્રીય
પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. સાથે જ સરકાર વર્તમાન સંજોગોમાં બંને દેશો વચ્ચે
સ્થાપિત સંબંધોને સ્થિર કરવા પર ધ્યાન આપી રહી છે.


રશિયા સાથેના વેપાર
સંબંધો તોડવા માટે ભારત પર કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણનો સરકારે ઈન્કાર કર્યો છે.
તેણીએ જણાવ્યું હતું કે બંને દેશો એક ચુકવણી પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ
કરી રહ્યા છે જે તેમને વ્યવસાય કરવાની મંજૂરી આપે. યુએસ રશિયા પાસેથી ભારતીય તેલની
આયાતમાં કોઈ વેગ ઈચ્છતું નથી
, પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતના કાયદેસર ઊર્જા
વ્યવહારોનું રાજનીતિકરણ ન થવું જોઈએ. પ્રતિબંધોની વાત છે પણ તે આખા ધંધામાં નથી.


વિદેશ મંત્રાલયના
પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું
, રશિયા સાથે તેલ સહિત વિવિધ પ્રકારે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.
અમારું ધ્યાન રશિયા સાથેના અમારા સ્થાપિત આર્થિક સંબંધો જાળવવા અને સ્થિર કરવા પર
છે. તેમણે કહ્યું કે ભારત રશિયા સાથેના સંબંધોને લઈને ખૂબ જ ખુલ્લા છે. પ્રવક્તાએ
યુએસ સહિતના દેશોની ચેતવણી સંબંધિત પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા.
સરકારે જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન એસ જયશંકર અને સંરક્ષણ પ્રધાન
રાજનાથ સિંહ
11 એપ્રિલે 4થી ભારત-યુએસ 2 2 સંવાદમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. યુક્રેનની સ્થિતિ
વાટાઘાટોના એજન્ડામાં પ્રભુત્વ ધરાવે છે. જયશંકર તેમના યુએસ સમકક્ષ સેક્રેટરી
બ્લિંકનને અલગથી મળશે.

 

Tags :
AmericaGujaratFirstIndiaindiarussiarelationrussia
Next Article