Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તરણે તરણે રે અમે મેળે ગ્યાતાં! આજથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

આજથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે. ગુજરાતના જગપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રાંરંભ કરાયો છે. જેમાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ શિવપૂજન કરી મેળો ખુલ્લો મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આજથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર
તરણે તરણે રે અમે મેળે ગ્યાતાં  આજથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ
આજથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે. ગુજરાતના જગપ્રસિદ્ધ તરણેતરના મેળાનો આજથી  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રાંરંભ કરાયો છે. જેમાં કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ શિવપૂજન કરી મેળો ખુલ્લો મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. કોરોનાના કારણે બે વર્ષ મોકૂફ રહ્યા બાદ આજથી પાંચાળ પ્રદેશની લોકસંસ્કૃતિને ઉજાગર કરતો તરણેતરનો ભાતીગળ લોકમેળો શરૂ થયો છે. 
COVID-19 leads to cancellation of the famous Tarnetar Fair | Times of India  Travel
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતા આ લોકમેળાને સવારે ૧૦.૩૦ કલાકે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમ ભગવાન શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન કરી મેળો ખુલ્લો મુકાયો છે. ત્યારે સવારે ૧૧-૦૦ કલાકે ગ્રામિણ રમતોત્સવ અને વિવિધ સ્ટોલનું ઉદ્દઘાટન મંત્રીશ્રીઓના હસ્તે કરવામાં આવ્યો છે, અને આજે રાત્રે ૯:૦૦ કલાકે તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ભજન સંધ્યા કાર્યક્રમમાં રાવટીના કલાકારો ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના સાંનિધ્યમાં ભજન અર્ધ્ય અર્પણ કરશે. ત્યારે આજે મેળો ખુલ્લો મુક્યા બાદ માનવ મહેરામણ મેળા માં ઉમટી પડ્યું છે. મંદિરમાં ધજારોહણ તેમજ ઘાટમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવી હતી. ભક્તોએ ગંગામાં સ્નાન કર્યું હોવાનું પૂણ્ય મેળવ્યું છે. મોટી સંખ્યામાં લોકો આજે તરણેતર ખાતે ઉમટી પડ્યા છે. 
Tarnetar Fair Festival Celebration - DesiComments.com
તા.૩૧ ઓગસ્ટના  રોજ ભાદરવા સુદ ચોથના દિવસે ૧૧-૩૦ કલાકે પાળીયાદના પુ.  વિસામણ બાપુની જગ્યાના મહંતશ્રી પરમ પુજય નિર્મળાબા ઉનડ બાપુ દ્વારા સંતો-મહંતોની ઉપસ્થિત ત્રિનેત્રેશ્વર મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે ૯-૩૦ કલાકે માહિતી વિભાગ દ્વારા લોકડાયરો યોજવામાં આવશે. તા.૧ સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પાંચમના દિવસે સવારે ૫-૦૦ કલાકે ગંગા અવતરણ આરતી કરવામાં આવશે ત્યારબાદ સવારે ૮-૦૦ કલાક થી ૧૧-૦૦ કલાક દરમિયાન વિવિધ મેદાની રમતો જેવી કે રસ્સાખેંચ અને કુસ્તી  વગેરે યોજાશે. સવારે ૯-૦૦ કલાકે મંદિર પરિસરમાં પરંપરાગત રાસ તથા હુડાનો કાર્યક્રમ યોજાશે.
Events & Festivals in India | A Ministry of Tourism Initiative
આ ઉપરાંત વાહનવ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, રાજ્યકક્ષાના રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશ મેરજા, રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રીશ્રી અરવિંદ રૈયાણી, રાજ્યકક્ષાના પશુ પાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી દેવાભાઈ માલમ વગેરે મહાનુભાવો ગુજરાત પ્રવાસન નિગમ લી.ના તોરણ ટુરીસ્ટ વિલેજની મુલાકાત તથા શિવ પૂજન અને ગ્રામિણ રમતોત્સવની મુલાકાત લેશે તથા આ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
Tarnetar fair cancelled
મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી બબુબેન પાંચાણી, ધારાસભ્ય સર્વશ્રી ધનજીભાઈ પટેલ, શ્રી પરસોતમભાઈ સાબરીયા, શ્રી ઋત્વિકભાઈ મકવાણા, શ્રી નૌશાદભાઈ સોલંકી, પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર કમિશનરશ્રી આલોકકુમાર પાંડે સહિતના મહાનુભાવો તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
Advertisement
Tags :
Advertisement

.